આ પાંચ બોલિવૂડ સ્ટાર્સના ટીકટોકમાં હતા લાખો ફેન્સ, શું થશે હવે?

પાછળના ઘણા સમયથી ભારતમાં ચાઇનીઝ વસ્તુઓના બહિષ્કારનો મુદ્દો વારંવાર ઉછળી રહ્યો છે. એક તરફ ગલવાન ઘાટીમાં જે ઘટના ઘટી છે, એને ધ્યાનમાં લેતા ચાઈનાને જવાબ આપવો પણ દેશ માટે જરૂરી હતો.

image source

આવા સમયે ભારત સરકારે ઈન્ટેલીજન્સ મીનીસ્ટ્રી દ્વારા આપાયેલા અમુક ચાઈના એપ પર પ્રતિબંધ લાદવાના નિર્ણયને કાલે સરકારે પણ મંજુરી આપી દીધી છે.

ભારતમાં ગત સોમવાર એટલે કે 29 જુનના દિવસે લગભગ 59 જેટલી ચાઇનીઝ એપને પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. આ યાદીમાં બહુચર્ચિત એપ્લીકેશન ટીકટોક પણ સામેલ છે. ટીકટોક એ વર્તમાન સમયમાં ભારત ભરમાં બહુ પ્રખ્યાત એપ બની ચુકી હતી. એટલું જ નહિ અનેક બોલીવુડ સ્ટાર પણ આ ટીકટોક પર એક્ટીવ જોવા મળતા હતા, અને ત્યાં એમના લાખોની સંખ્યામાં ફોલોઅર પણ હતા.

image source

આ સ્ટારમાં શિલ્પા શેટ્ટી, નેહા કક્કડ, રીતેશ દેશમુખ, જૈક્લીન ફર્નાન્ડીઝ અને દીપિકા પાદુકોણ જેવા અનેક સ્ટાર સામેલ છે. આ સેલેબ્રેટી દ્વારા શેર કરવામાં આવતા ફની વિડીયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. આ બધામાં શિલ્પા શેટ્ટી અને રીતેશ દેશમુખ ટીકટોકમાં વધારે એક્ટીવ રહેતા હતા. હવે ભારત સરકાર દ્વારા આ એપના પ્રતિબંધ પછી એમના ફોલોઅર્સ એમની ચટપટી રમુજને યાદ કરશે.

શિલ્પા શેટ્ટી ( 19.6 મીલીયન ફોલોઅર)

image source

શિલ્પા શેટ્ટી બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી છે, આ સાથે જ તેઓ હાલમાં ટીકટોક પર પણ ઘણી પ્રખ્યાત છે. અવારનવાર તેઓ એમના દીકરા અને પતિ સાથે રમુજી વિડીયો બનાવીને શેર કરતા રહે છે. જો કે પાછળના ઘણા સમયથી ટીકટોકમાં તેઓ એક્ટીવ રહ્યા હતા. ટીકટોકમાં એમના 19.6 મીલીયન જેટલા લોકો ફોલો કરે છે.

રીતેશ દેશમુખ ( 15.9 મીલીયન ફોલોઅર)

image source

રીતેશ દેશમુખ પણ બોલીવુડના કોમેડી હીરો તરીકે ફિલ્મોમાં વધુ જાણીતા છે. ફિલ્મોથી હાલમાં દુર રહેતા રીતેશ દેશમુખ ટીકટોકમાં વધારે એક્ટીવ જોવા મળતા હતા. ટીકટોકમાં એમના અને જેનેલિયાના ફની વિડીયો ઘણા વાયરલ થતા હતા. ટીકટોકમાં એમને 15.9 મીલીયન જેટલા લોકો ફોલો કરે છે.

જૈક્લીન ફર્નાન્ડીઝ ( 13.6 મીલીયન ફોલોઅર)

image source

બોલીવુડની બ્યુટીફૂલ હિરોઈન જૈક્લીન પાછળના ઘણા સમયથી ટીકટોકમાં પણ જોવા મળતી રહી છે. એમના વિડીયો લોકોને ઘણા પસંદ આવતા હતા. એમણે ટીકટોક પર પોતાના ડાન્સ અને મસ્તીના વિડીયો શેર કર્યા હતા. ટીકટોકમાં એમને 13.6 મીલીયન જેટલા લોકો ફોલો કરે છે.

દીપિકા પાદુકોણ ( 6.8 મીલીયન ફોલોઅર)

image source

દીપિકા પાદુકોણ ઇન્સ્ટાગ્રામ પર ઘણા પ્રચલિત છે અને એમની મજબુત ફેન ફોલોઈંગ પણ છે. ત્યાં એમના 49.6 મીલીયન જેટલા ફોલોઅર છે. જો કે દીપિકા હાલમાં ટીકટોકમાં પણ જોવા મળતી હતી. ટીકટોકમાં એમને 6.8 મીલીયન જેટલા લોકો ફોલો કરે છે.

નેહા કક્કડ ( 17.2 મીલીયન ફોલોઅર)

image source

નેહા કક્કડ એ બોલીવુડમાં ઘણા જાણીતા સિંગર અને પ્લેબેક સિંગર છે. હાલમાં જ નેહા કક્કડે ઇન્સ્ટામાં 40 મીલીયન ફોલોઅર પૂર્ણ કર્યા છે. જો કે નેહા કક્કડ ઇન્સ્ટા સાથે જ ટીકટોકમાં પણ ઘણા જાણીતા છે. ટીકટોકમાં એમને 17.2 મીલીયન જેટલા લોકો ફોલો કરે છે.

Source: NavBharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત