જાણો 2019ની આ હિટ ફિલ્મ વિશે, જેમાં આ હિરોઇને નિભાવ્યુ હતુ ટિકટોકનુ પાત્ર

હાલમાં સૌથી વધારે ચર્ચા જો કસાયની થઇ રહી હોય તો એ છે ટીકટોક એપ્લીકેશન અને અન્ય ૫૮ જેટલી ચાઇનીઝ એપ પર સરકાર દ્વારા લાદવામાં આવેલ પ્રતિબંધ બાબતે. જો કે આ બધી એપમાં સૌથી વધારે પ્રખ્યાત એપ ટીકટોક પણ સામેલ છે.

image source

આ પ્લેટફોર્મ પાછળના ઘણા દિવસથી ભારતમાં ઘણું લોકપ્રિય બન્યું હતું. જો કે આ એપ માત્ર સામાન્ય વપરાશકર્તાઓ જ નહિ બોલીવુડ સેલેબ્રેટી સુધી એની પહોચ છે. એની લોકપ્રિયતાનો અંદાઝ એ વાત પરથી લગાવી શકાય કે 2019ના વર્ષમાં એક ટીકટોક આધારિત ફિલ્મ પણ આવી હતી. આ ફિલ્મમાં હિરોઈન એ ટીકટોક સ્ટાર તરીકે બતાવવામાં આવી છે.

તો આજે આપણે વાત કરી રહ્યા છીએ આયુષ્યમાન ખુરાનાની, યામિ ગૌતમ અને ભૂમિ પેડનેકરની સ્ટારર ફિલ્મ ‘બાલા’ની, આ ફિલ્મ વર્ષ 2019માં આવી છે. આ ફિલ્મમાં યામી ગૌતમ એ એક ટીકટોક સ્ટાર પરી મિશ્રાનું પાત્ર નિભાવ્યું છે.

image source

વાર્તા શું છે ‘બાલા’ ફિલ્મની

યામીએ આ ફિલ્મમાં પરી મિશ્રાનું કિરદાર નિભાવ્યું છે, જે ફિલ્મમાં ટીકટોક સ્ટાર હોય છે. સ્થિતિ એવી બને છે કે એક સ્થાનિક ફેયરનેસ ક્રીમ એને પોતાની જાહેરાતમાં જગ્યા આપવા ઈચ્છે છે. આ જાહેરાત દરમિયાન પરીની મુલાકાત બાલમુકુન્દ શુક્લા ‘બાલા’ એટલે કે આયુષ્યમાન ખુરાના સાથે થાય છે. બાલા આ પરી એટલે કે ટીકટોક સ્ટારના પ્રેમમાં પડી જાય છે અને એની સાથે ટીકટોકમાં વિડીયો બનાવવાના સપના જોવા લાગે છે. આ ફિલ્મમાં પરીનું પાત્ર એકદમ કોઈ ટીકટોક સ્ટાર જેવું જ ઘડવામાં આવ્યું છે. જો કે આ ફિલ્મમાં આગળ શું થાય છે, બાલા અને પરી એક થઇ શકે છે કે નહિ એ જાણવા તામારે આ ફિલ્મ જોવી પડશે…

ટીકટોક પર આધારિત છે એક શોર્ટ ફિલ્મની વાર્તા

image source

આવી જ એક અન્ય ફિલ્મ પણ છે, જેની સ્ટોરી ટીકટોક પર આધારિત છે. આ ફિલ્મનું નામ છે ‘કાંદે પોહે’. આ શોર્ટ ફિલ્મની વાર્તા પણ ટીકટોકના આસપાસ જ રચાયેલી છે. આ શોર્ટ ફિલ્મમાં એક એવી સ્ત્રીની વાર્તા છે, જે ટીકટોક પર વિડીયો બનાવીને મુકતી હોય છે. ટીકટોકનું એવું જુનુન કે જ્યારે કોઈ છોકરો એને લગ્ન માટે જોવા આવે છે ત્યારે એને પણ તે ટીકટોકમાં વિડીયો બનાવવા માટે જ કહે છે. હવે શું એને કોઈ એવો છોકરો મળે છે કે નહિ, એ જાણવા માટે તો તમારે ફિલ્મ જ જોવી પડશે.

image source

જો કે આ બધામાં મહત્વની વાત તો એ છે કે માત્ર ફિલ્મો જ નહિ પણ બોલીવુડના સ્ટાર પણ હવે ધીરેધીરે ટીકટોક સુધી પોતાની પહોચ બનાવી રહ્યા હતા. આ સ્ટારમાં રીતેશ દેશમુખ, જૈક્લીન ફર્નાન્ડીઝ, નેહા કક્કડ, દીપિકા પાદુકોણ અને શિલ્પા શેટ્ટી જેવા સ્ટાર હાલમાં ટીકટોક પર ઘણા સક્રિય રહ્યા હતા.

Source: Jagran

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત