દિપીકા પાદુકોણથી લઇને આ બોલિવૂડ સ્ટાર્સ ફેમસ થયા એટલે ભૂલ્યા ભાન, અને કરી બેઠા કંઇક એવું કે…

ફિલ્મોમાં પોતાના કામ સિવાય બૉલીવુડ સ્ટાર્સ પોતાની રિલેશનશીપના કારણે પણ ચર્ચામાં રહે છે. આમ તો આ સ્ટાર્સના ફેન્સને એમની લવલાઈફ વિશે જાણકારી હોય જ છે. પણ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે ફેમસ બનતા પહેલા એમના ફેવરેટ સ્ટારની જિંદગીમાં કોણ હતું? જો તમને પણ આ બાબતમાં જાણકારી ન હોય તો આજે અમે તમને એવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવીશું જેમને ફેમસ થયા પછી પોતાના પાર્ટનર સાથે સંબંધ તોડી નાખ્યા.

દીપિકા પાદુકોણ અને નિહાર પાંડયા.

Deepika Padukone and Nihar Pandya
image source

પોતાના મોડલિંગના દિવસોમાં દીપિકા પાદુકોણ અને મોડલ નિહાર પાંડયા રિલેશનશિપમાં હતા. બંનેની મુલાકાત એક્ટિંગ સ્કૂલમાં થઈ હતી. એ બંને હિમેશ રેશમિયાના અલગ અલગ ગીતોમાં પણ દેખાયા હતા. ખબરો અનુસાર બ્રેકઅપ પહેલા બંને લિવ ઇન રિલેશનશિપમાં હતા. બ્રેકઅપ પછી દીપિકા રણબીર કપૂરને ડેટ કરવા લાગી હતી. હવે દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા છે તો નિહાર પાંડયાએ સિંગર નીતિ મોહન સાથે લગ્ન કર્યા છે.

રણબીર કપૂર અને અવંતિકા મલિક.

Ranbir Kapoor and Avantika Malik
image source

હા તમે એકદમ સાચું વાંચ્યું. ઇમરાન ખાનની પત્ની અવંતિકા મલિક રણબીર કપૂરની એક્સ રહી ચુકી છે. સાંભળવામાં આવ્યું છે કે અવંતિકા રણબીરની ફર્સ્ટ ક્રશ હતી. રણબીર ઘણીવાર અવંતીકાને મળવા લોકપ્રિય સિરિયલ જસ્ટ મોહબ્બતના સેટ પર જતાં હતાં જેમાં અવંતીકાએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું પણ પછી બંને અલગ થઈ ગયા અને અવંતીકાએ ઇમરાન ખાન સાથે લગ્ન કરી લીધા જ્યારે રણબીર હજી કુંવારા છે અને આજકાલ આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે.

આલિયા ભટ્ટ અને અલી દાદરકર.

Alia Bhatt and Ali Dadakar
image source

ફિલ્મોમાં પ્રવેશ કરતા પહેલા આલિયા અલી દાદરકરને ડેટ કરી રહી હતી. બંને બાળપણના મિત્રો હતો અને એકસાથે સ્ફુલિંગ પણ કર્યું હતું પણ બોલીવુડમાં આવ્યા પછી એમનું નામ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોડાયું અને એમને અલીને છોડી દીધા.

પ્રિયંકા ચોપરા અને અસીમ મર્ચન્ટ.

Priyanka Chopra and Asim Merchant
image source

ફેમસ થતા પહેલા પ્રિયંકા ચોપરા અસીમ મર્ચન્ટને ડેટ કરી રહી હતી. સૂત્રો અનુસાર મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી પ્રિયંકાએ અસીમને છોડી દીધા. 2014માં એ બંને ફરી ખબરોમાં આવ્યા હતા જ્યારે અસિમે ઘોષણા કરી હતી કે એ પ્રિયંકાની જીંદગી પર ફિલ્મ બનાવવા માંગે છે. જેના કારણે પ્રિયંકા ગુસ્સે થઈ ગઈ હતી અને એમને અસીમને લીગલ નોટિસ પણ આપી હતી. હાલ પ્રિયંકા દેશ વિદેશમાં નામ કમાઈ રહી છે અને વિદેશી વહુ બની ગઈ છે.

અનુષ્કા શર્મા અને જોહેબ

Anushka Sharma and Zoheb Yusuf
image source

અનુષ્કા અને જોહેબ બેંગલુરુમાં મોડલિંગના દિવસોમાં એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પછી બંને મુંબઈમાં પોતાનું નસીબ અજમાવવા માટે આવ્યા. જ્યાં અનુષ્કાને રબને બના દી જોડી ફિલ્મ મળી ગઈ જ્યારે જોહેબ બેંગલુરુ પાછા જતા રહ્યા અને એમનું અફેર ખતમ થઈ ગયું.

ઐશ્વર્યા રાય અને રાજીવ મૂલચંદાની

Aishwarya Rai and Rajiv Mulchandani
image source

ઐશ્વર્યાએ પોતાના સ્ટરગલિંગ ડેયસ રાજીવ મુલચંદાનીને ડેટ કર્યા હતા. બંનેએ એક્સાથે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી પણ ઐશ્વર્યા જલ્દી જ ફેમસ થઈ ગઈ અને એમને રાજીવ સાથે સંબંધ પૂરો કરી નાખ્યો પછી ઐશ્વર્યાનું નામ સલમાન ખાન સાથે જોડાયું હતું અને એ પછીની સ્ટોરી તો બધાને ખબર જ છે.

સોનાક્ષી સિન્હા અને આદિત્ય શ્રોફ.

Sonakshi Sinha and Aditya Shroff
image source

ફિલ્મોમાં પ્રવેશ કરતા પહેલા સોનાક્ષી સિન્હા ફેમ સિનેમામાં મેનેજીંગ ડાયરેકટર આદિત્ય શ્રોફને ડેટ કરી રહી હતી. એમને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી બંનેનો જગડો થઈ ગયો.પછી આદિત્યએ કોઈ ટેલિવિઝન એક્ટ્રેસ સાથે લગ્ન કર્યા પણ ચાર વર્ષ પછી એમના લગ્ન તૂટી ગયા.

અર્જુન કપૂર અને અર્પિતા ખાન.

Arjun Kapoor and Arpita Khan
image source

ફિલ્મોમાં આવતા પહેલા અર્જુન કપૂરનું અફેર સલમાન ખાનની બહેન અર્પિતા ખાન સાથે હતું. એક ચેટ શોમાં એમને આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો કે એમના અર્પિતા સાથે સિરિયસ રિલેશન હતા. એ બન્નેએ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

કંગના રનૌત અને અધ્યયન સુમન.

Kangana Runout and Adhyayan Suman
image source

કંગના ખૂબ જ નાની ઉંમરમાં ઘર છોડી દીધું હતું અને એક્ટ્રેસ બનવા માટે મુંબઈ આવી ગઈ હતી. એમનું મુંબઈમાં કોઈ નહોતું એટલે એમને ઇન્ડસ્ટ્રીમાં પગ જમાવવા અમુક લોકો સાથે મિત્રતા કરી. અધ્યયન સુમન એમાંના જ એક હતા.ગેંગસ્ટર રિલીઝ થયા પછી એમને પોપ્યુલરિટી મળી અને એમને અધ્યયન સુમનને છોડી દીધા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!