ડિઝાઈનર આઉટફિટમાં જ નહીં પોલીસ યુનિફોર્મમાં પણ પોતાનો જલવો બતાવી ચુકી છે આ અભિનેત્રી, નંબર 3ની વાત જ અલગ હતી

પોલીસનો યુનિફોર્મ પહેરેલા ફક્ત પુરુષો જ દેખાય છે, એ હવે ફક્ત લોકોના મનનો વહેમ જ રહી ગયો છે. આજના સમયમાં સ્ત્રીઓ પણ કોઈનાથી ઓછી નથી અને પોલીસ યુનિફોર્મ પહેરી ડ્યુટી સંભાળી રહી છે. બોલીવુડમાં પણ એવા ઘણા અભિનેતાઓ છે જેમને પડદા પર પોતાના પોલિસ યુનિફોર્મ વાળા લુકથી લોકોનું દિલ જીતી લીધું.

જ્યારે પણ પડદા પર દેખાયા સીનેમાહોલમાં ઘણી તાળીઓ ગુંજી..’તો બોલીવુડમાં અભિનેત્રીઓ પણ આ બાબતમાં પાછળ નથી. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમનો પોલીસ યુનિફોર્મમાં વટ પડ્યો અને ફિલ્મો પણ સુપરહિટ રહી. આજે આપણે વાત કરીશું એ અભિનેત્રીઓની જેમને પડદા પર પોલિસ યુનિફોર્મ પહેરીને ધમાલ મચાવી દીધી.

પ્રિયંકા ચોપરા.

image source

આ લિસ્ટમાં સૌથી પહેલા વાત કરીએ પ્રિયંકા ચોપરાની.બૉલીવુડ જ નહીં હોલીવુડમાં પણ પોતાના નામનો ઝંડો લહેરાવી ચુકેલી પ્રિયંકા ચોપરા ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસમાંથી એક છે. પ્રિયંકાએ ફિલ્મ ગંગાજલ 2માં પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કર્યો હતો. ફિલ્મમાં એમના અભિનયના બધાએ વખાણ કર્યા હતા.

કરીના કપૂર.

image source

કરીના કપૂર છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. એ દરમિયાન એમને ઘણા અલગ અલગ પ્રકારના રોલ કર્યા. ફિલ્મ ચમેલીમાં સેક્સ વર્કર, જબ વી મેટમાં ગીતનો યાદગાર રોલ અને થ્રિ ઇડિયટ્સમાં બેબો એક ડોકટરના રોલમાં દેખાઈ હતી. કરીના પહેલી વાર ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં એક પોલીસના રોલમાં દેખાઈ. ફિલ્મમાં ઈરફાન ખાન, દિપક ડોબરિયાલ અને રાધિકા મદન મુખ્ય રોલમાં હતા. આ ઈરફાન ખાનની છેલ્લી ફિલ્મ હતી.

કીર્તિ કુલ્હારી.

image source

અભિનેત્રી કીર્તિ કુલ્હારી માટે ફિલ્મ પિંક ખૂબ જ અગત્યની સાબિત થઈ. કીર્તિ ફિલ્મ ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈકમાં એક એરફોર્સ અધિકારીના રોલમાં હતી. ફિલ્મમાં એમને ફ્લાઇટ લેફટીનેન્ટ સિરત કૌરનો રોલ કર્યો હતો.જે સર્જીકલ સ્ટ્રાઈક કરનાર આર્મી જવાનોને દિલ્લી સુરક્ષિત લાવે છે.

તબ્બુ

image source

તબ્બુ ફિલ્મ દર્શયમમાં એક પોલીસ ઓફિસરના રોલમાં દેખાઈ. પોતાના અભિનયથી ફરી એકવાર તબ્બુ બધાનું દિલ જીતવામાં સફળ રહી. ફિલ્મ દર્શયમ વર્ષ 2013માં રીલિઝ થયેલી એક મલયાલમ ફિલ્મની રિમેક છે. ફિલ્મમાં અજય દેવગન અનવ શ્રેયા સરન પણ મહત્વની ભૂમિકામાં હતા.

રાની મુખર્જી.

image source

ફિલ્મ મર્દાનીમાં રાની મુખર્જીએ એક દબંગ પોલીસવાળીનો રોલ કર્યો છે. એની સિક્વલમાં પણ રાની મુખર્જીએ પોતાના અભિનયનો દમ બતાવ્યો. બન્ને ફિલ્મો બોક્સઓફિસ પર હિટ રહી હતી અને રાનિને આ રોલ માટે લોકોએ ખૂબ વખાણી હતી.

માધુરી દીક્ષિત.

image source

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતની એક્ટિંગની તો દુનિયા દિવાની છે. એ દરેક રોલમાં સારી રીતે ફિટ થઈ જાય છે. વર્ષ 1993માં આવેલી ફિલ્મ ખલનાયકમાં માધુરીએ પોલીસ ઓફિસરનો રોલ કર્યો હતો જે અંડરકવર એજન્ટ બનીને એક અપરાધી સાથે રહે છે.

હેમા માલિની

image source

સાઉથ ઇન્ડિયન ફિલ્મ સત્તમ ઓરું ઈરુતરાઇની હિન્દી રિમેક અંધા કાનૂન વર્ષ 1983માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી રજનીકાંતે હિન્દી સિનેમામાં એન્ટ્રી લીધી હતી. ડ્રિમ ગર્લ હેમા માલિનીએ અંધા કાનૂનમાં ફિમેલ કોપનો રોલ કર્યો હતો. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, રીના રોય, પ્રેમ ચોપડા, અમરીશ પુરી અને ડેની મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા.

શેફાલી શાહ

image source

નિર્ભયા ગેંગરેપ કાંડ પર આધારિત નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ દિલ્લી ક્રાઈમને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો છે. આ થ્રિલર વેબ સિરીઝમાં એક્ટ્રેસ શેફાલી શાહ ડીસીપી વર્તીકા ચતુર્વેદીનો રોલ કર્યો છે જે એક પીડિત છોકરીને ન્યાય અપાવવા માટે દિવસ રાત એક કરી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!