કાજોલથી લઇને ટોચની આ 5 અભિનેત્રીઓ તો ફિલ્મના શૂટિંગ વખતે જ થઇ ગઇ હતી પ્રેગનન્ટ, જેમાં નંબર 2 તો…

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતના પડદા પાછળ એક વિશાળ વિશ્વ છુપાયેલુ છે જેના વિશે સામાન્ય લોકોને ભાગ્યે જ ખબર હોય છે. મોટાભાગના લોકો આ પડદા પાછળના ખબરથી અજાણ હોય છે. આજે અમે તમને ફિલ્મ ઉદ્યોગજગતને લગતી આવી જ અમુક રસપ્રદ વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણ્યા પછી તમને પણ આશ્ચર્યની લાગણી થશે.

આજે આ લેખમા અમે તમને અમુક એવી ફિલ્મજગત સાથે સંકળાયેલી અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ફિલ્મના શૂટિંગ દરમિયાન જ ગર્ભવતી થઈ ગઈ હતી. તો ચાલો જાણીએ શુ છે સમગ્ર ઘટના? અને તે કઈ અભિનેત્રીઓ હતી કે જે ફિલ્મના શૂટિંગ દરમિયાન જ થઇ ગઈ હતી ગર્ભવતી.

શ્રીદેવી :

image source

આ અભિનેત્રી એ બોલિવૂડ ફિલ્મજગત ની ખુબ જ જાણીતી અભિનેત્રી હતી. તેની સુંદરતાના લાખો ચાહક હતા. ભલે આજે આ અભિનેત્રી આપણી વચ્ચે હાજર નથી પરંતુ, તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન અને સુંદરતા આપણા હૃદયમા જીવંત છે. તમને જણાવી દઈએ કે , વર્ષ ૧૯૯૭ મા ફિલ્મ ‘જુદાઇ’ ના શૂટિંગ દરમિયાન આ અભિનેત્રી ગર્ભવતી થઈ હતી. આ સમયે તેણીનો બોની કપૂર સાથે અફેર ચાલી રહ્યો હતો અને તે તેના ઘરે જ રહેતી હતી.

આ ફિલ્મ તેણીએ સકુશળ પૂર્ણ કરી હતી અને તે જ વર્ષે પ્રેગ્નન્ટ થયા પછી પણ તેણીએ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ ફિલ્મમા શ્રીદેવી સિવાય ઉર્મિલા માટોડકર પણ હતી અને તેમા તેણીના પાત્રનુ નામ જાહ્નવી હતુ. તેનાથી પ્રભાવિત થઈને તેણીએ પોતાની પુત્રી નુ નામ જાહ્નવી રાખ્યું.

જુહી ચાવલા :

image source

તમને આ વાત જાણીને નવાઈ લાગશે કે, ફિલ્મ ‘ઝંકર બીટ્સ’ના શૂટિંગ દરમિયાન આ અભિનેત્રી માત્ર ફિલ્મમા જ નહી પરંતુ, વાસ્તવિક જીવનમા પણ ગર્ભવતી હતી. તેમછતા પણ તેણીએ આ ફિલ્મ નુ શૂટિંગ ખૂબ જ સારી રીતે પૂર્ણ કર્ય હતુ અને આ ફિલ્મ પણ ઘણી સુપરહિટ સાબિત થઈ ગઈ હતી.

જયા બચ્ચન :

image source

બોલિવૂડ ફિલ્મજગતની આ જાણીતી અભિનેત્રી પોતાના સમયની સૌથી સફળ અભિનેત્રીઓમાની એક છે. આ અભિનેત્રી ફિલ્મ ‘શોલે’ નુ શૂટિંગ કરી રહી હતી, તે સમયે જ તે ગર્ભવતી થઈ ગઈ હતી. આ અભિનેત્રી નુ બેબી બમ્પ પણ આ ફિલ્મના એક દ્રશ્યમા દેખાય છે પરંતુ, આ ફિલ્મ દરમિયાન કોઈનુ પણ આ વાત પર ધ્યાન પડ્યુ ના હતુ.

ઐશ્વર્યા રાય :

image source

ફિલ્મ ‘હિરોઈન’ ના સમયમાં આ અભિનેત્રી ગર્ભવતી થઈ હતી, જેના કારણે તેણે ફિલ્મ નુ શૂટિંગ બંધ કરી દીધુ હતુ. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આ ફિલ્મ ના અમુક સીન્સ ઐશ્વર્યા સાથે શૂટ કર્યા હતા. આ અભિનેત્રીએ આ ફિલ્મ અધવચ્ચે જ છોડી દીધી હતી અને ઘણુ બધુ સહન પણ કર્યુ હતુ. આ ફિલ્મમા તેણીની જગ્યાએ કરીના કપૂર ને કાસ્ટ કરવામા આવ્યા હતા.

કાજોલ :

image source

આ અભિનેત્રી જ્યારે બીજી વાર માતા બનવાની હતી ત્યારે તે ફિલ્મ ‘વી આર ફેમિલી’ નુ શૂટિંગ કરી રહી હતી. ગર્ભવતી હોવા છતા પણ તેણીએ આ ફિલ્મનુ સકુશળ શૂટિંગ કર્યુ હતુ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત