Site icon News Gujarat

આ સ્ટાર કપલ્સના લગ્નમાં પરેશાન થઈ ગયા હતા મહેમાન, લગાવવામાં આવ્યા હતા કડક પ્રતિબંધ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ઘણા સેલેબ્સ તેમના લવ વન સાથે લગ્ન કરી ચુક્યા છે અને કેટલાકે લગ્નની જાહેરાત કરી છે. આ લિસ્ટમાં કેટરિના કૈફ અને વિકી કૌશલની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે કારણ કે આ બંનેએ હજુ સુધી તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા નથી અને ન તો તેમના લગ્નની જાહેરાત કરી છે. આમ છતાં તેમના લગ્નના સમાચાર ચર્ચામાં રહે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે બંનેના લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ખબરો અનુસાર બન્નેએ એમના લગ્નમાં મહેમાનો પર સખત નિયમો લગાવ્યા છે જેમાં મહેમાનોને ફોટા લેવાની અનુમતિ નથી અને ના તો એમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની પરવાનગી છે

જો કે, આ પહેલા પણ સ્ટાર્સે તેમના લગ્નમાં મહેમાનો પર ઘણા પ્રતિબંધો લગાવ્યા હતા, જેના કારણે મહેમાનો પણ પરેશાન હતા. આજે આ વાર્તામાં અમે તમને આવા જ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી

image source

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી વર્ષ 2017માં લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ ઈટાલીના ટસ્કનીમાં શાહી શૈલીમાં સાત ફેરા લીધા. અનુષ્કા અને વિરાટના લગ્નમાં તેમના નજીકના લોકોએ હાજરી આપી હતી, પરંતુ આ કપલે આ લોકો પર પણ ઘણા પ્રતિબંધો લગાવી દીધા હતા. તેમના લગ્નમાં કોઈને પણ તસવીરો શેર કરવાની મંજૂરી નહોતી. આટલું જ નહીં, બંનેએ તેમના હનીમૂનને પણ ખાનગી રાખ્યું હતું.

વરુણ ધવન અને નતાશા દલાલ

image source

વરુણ ધવન અને નતાશા દલાલે આ વર્ષે 24 જાન્યુઆરીએ અલીબાગમાં સાત ફેરા લીધા હતા. તેમના લગ્ન કોરોનાના સમયગાળા દરમિયાન થયા હતા અને આ કારણથી કપલે તેમના લગ્નમાં મહેમાન પર ખૂબ જ કડક નિયમો લાદ્યા હતા. કપલના લગ્નમાં ફોટા પડાવવાની પણ મંજૂરી ન હતી.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ

image source

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે જોધપુરના ઉમેદ ભવનમાં શાહી અંદાજમાં સાત ફેરા લીધા. બંનેના લગ્નની માહિતી પહેલાથી જ સામે આવી ગઈ હતી, પરંતુ કપલે લગ્નની વિધિમાં કોઈને ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

image source

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે 2018માં ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. બંનેએ ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા, જ્યાં પ્રાઇવસીનું કડક ધ્યાન રાખવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, તેમના લગ્નમાં ફક્ત 30 લોકો જ હાજર રહ્યા હતા અને તેમને ફોનનો ઉપયોગ ન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

Exit mobile version