ધક ધક ગર્લ માધુરીએ એની આ પર્સનલ વાતો કરી શેર, જાણી લો બાળકોથી લઇને એની સુંદરતા વિશે શું કહ્યું….

કરિયરના શિખર પર પહોંચીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર જઈને સંપૂર્ણપણે વિવાહિત જીવનમાં રંગાઈ જવું સરળ નથી…પણ ટેલેન્ટને વધુ સમય સુધી દબાવીને પણ નથી રાખી શકાતું. અને એક્ટિંગનું આ જ ભૂત કદાચ ધક ધક ગર્લ માધુરી દીક્ષિતને અમેરિકાથી ઇન્ડિયા ખેંચી લાવ્યું. જ્યારે માધુરી દીક્ષિતને પૂછવામાં આવ્યા આ 10 સવાલો તો શું હતા એમના જવાબ. ચાલો જાણી લઈએ.

1. શુ તમને લાગે છે કે સમયની સાથે બોલીવુડમાં પણ કોમ્પિટિશન ખૂબ જ વધી ગયું છે?

image soucre

અમે બધા બેસ્ટ કામ કરવાના પ્રયત્ન કરીએ છીએ, કોમ્પિટિશન કે કમ્પેરિસન તો મીડિયા ક્રિએટ કરે છે પણ અસલી જજ દર્શકો છે. એમને કામ ગમી ગયું તો અમારી મહેનત સફળ થઈ જાય છે.

2. જ્યારે તમે અમેરિકાથી ઇન્ડિયા આવ્યા, તો શું તમારા બાળકો સરળતાથી અહીંયા સેટ થઈ ગયા હતા?

image soucre

અમેરિકાથી ભારત શિફ્ટ થવામાં મારા બાળકોને કઈ ખાસ તકલીફ નથી પડી. એ પહેલાં પણ ઘણીવાર મારી સાથે ઇન્ડિયા આવી ચુક્યા હતા એટલે અહીંયા રહેવાનો એમને કોઈ નવો અનુભવ નહોતો. હા એ અહીંયા વધુ નહોતા રહ્યા એટલે એમને સેટ થવામાં થોડો સમય લાગ્યો પણ બહુ જલ્દી જ અહીંયા એમના મિત્રો બની ગયા હતા એટલે એમને અહીંયા ગમવા લાગ્યું હતું.

3. જ્યારે તમે લાંબા સમય પછી અમેરિકાથી ફરી એકવાર મુંબઈ રહેવા આવી તો તમને અહીંયા શુ પરિવર્તન જોવા મળ્યું?

હું મુંબઈમાં મોટી થઈ છું એટલે અહીંયા રહેવું મને ગમે છે. હા જ્યારે હું અમેરિકાથી મુંબઈ રહેવા આવી તો મુંબઈમાં ઘણા બધા પરિવર્તન જોયા, ઘણા બધા મોલ્સ ખુલી ગયા હતા, સ્કાઈ વોક, ફ્લાયઓવર બની ગયા હતા, લોકોની વસ્તી વધી ગઈ હતી. લગ્ન પછી પણ હું ઘણીવાર મુંબઈ આવતી હતી પણ જ્યારે અહીંયા સેટલ થઈ તો મુંબઈ સારી રીતે જોવાનો મોકો મળ્યો.

4. બાળકોના ઉછેરમાં તમે કઈ વાતોને જરૂરી સમજો છો?

image soucre

હું બાળકોને સારા સંસ્કાર આપવા જરૂરી સમજુ છું.હું ઈચ્છું છું કે મારા બાળકોનો ઉછેર એવી રીતે જ થાય જેવી રીતે મારો થયો. મારા બાળકો જેવી રીતે તેમના દાદા દાદી સાથે રહે છે, મારા પિતા સાથે ચેસ રમે છે, મારી માતા એમને અલગ લેગ શ્લોક શીખવાડે છે.. એ બધું જોઈને મને સારું લાગે છે. હા એ અલગ વાત છે કે મારો ઉછેર ખૂબ જ મિડલ કલાસ માહોલમાં થયો છે પણ મારા બાળકો પાસે આજે દરેક પ્રકારની લકઝરી હાજર છે.. એવામાં ઘણીવાર બાળકોને સાચી વેલ્યુ શીખવવી અઘરી થઈ જાય છે. પણ હું મારી રીતે એમને સારા સંસ્કાર આપવાના પ્રયત્ન કરું છું.

5. શુ આજના બાળકોનો ઉછેર પહેલાની સરખામણીમાં ચેલેન્જિંગ હોય છે?

હા આજના ઈન્ટરનેટના જમાનામાં જ્યાં બાળકો દરેક પ્રકારની જાણકારી મેળવી શકે છે એવામાં પેરેન્ટ્સને ખૂબ જ સાવચેત રહેવું પડે છે. જોવું પડે છે કે બાળકો શુ જોઈ રહ્યા છે ,ક્યાં જાય છે, પણ મને લાગે છે કે બાળકો પર આખો દિવસ નજર રાખવી ઠીક નથી. જો આપણે આપણા બાળકોને સારા સંસ્કાર આપ્યા છે તો એ ખોટા રસ્તા પર નહિ જાય.

6. શુ તમે પ્લાનીંગમાં વિશ્વાસ કરો છો?

image soucre

પોતાના સપનાને પુરા કરવા માટે આપણે હંમેશા કાલ વિશે વિચારતા રહીએ છીએ કે આ કરવાનું છે, તે કરવાનું છે અને એ જ ભાગદોડમાં આપણે આપણી આજ ભૂલી જઈએ છીએ પણ મારું માનવું છું કે આજમાં પણ જીવવું જરૂરી છે. આપણે આપણી મહત્વકાંક્ષાઓને પુરી કરવા માટે કોશિશ કરવી જોઈ પણ એવું કરવામાં પોતાની આસપાસના લોકોની ભાવનાઓ, નૈતિક મૂલ્યોને પણ ન ભુલવા જોઈએ. મેં પણ મારું જીવન કંઈક આ રીતે જીવ્યું છે. મારા પણ સપના હતા, લક્ષય હતા પણ એને પામવાની કોશિશમાં મેં એ વાતનું ધ્યાન રાખ્યું છે કે પેરેન્ટ્સ પરિવાર કે આસપાસના લોકોનું દિલ ન દુભાય.

7. તમારી નજરમાં બેસ્ટ લાઈફ પાર્ટનર કેવો હોવો જોઈએ.?

મોટાભાગે માતા પિતા પોતાની દીકરીને લગ્ન નક્કી કરતી વખતે એ જ જોવે છે કે છોકરો દેખાવમાં સારો છે, ભણેલો ગણેલો છે, સારું કમાય છે તો એ દીકરી માટે સાચો જીવનસાથી સાબિત થશે. એ સાથે જ એ જોવું પણ જરૂરી છે કે એની ફેમીલી કેવી છે, એને કેવા સંસ્કાર મળ્યા છે, એનો વ્યવહાર કેવો છે તો ક તમે તમારી દીકરી માટે સાચો જીવનસાથી પસંદ કરી શકો છો.
8. તમારા પરિવારની કઈ વાત તમને સૌથી ખાસ લાગે છે?

મારા પરિવારની ખાસ વાત એ છે કે અમે નાની નાની ખુશીઓને એન્જોય કરીએ છીએ અને અમને સાથે મળીને સમય પસાર કરવો ગમે છે.

9.તમારી નજરમાં સફળતા શુ છે?

image soucre

હું સફળતાને ખુશી સાથે જોડીને જોઉં છું. જો હું ખુશ છું તો હું સફળ છું. હું જેટલી વધારે ખુશ છું એટલું વધુ સક્સેસફુલ છું.

10. તમારી સુંદરતાનું રહસ્ય શુ છે?

લોકો મને આટલો પ્રેમ કરે છે એટલે એમને હું સુંદર લાગુ છું. દર્શકોનો પ્રેમ જ મારી સુંદરતાનું રહસ્ય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!