હિરોથી વધારે હતો આ બોલિવુડ વિલનનો ઠાઠ, એન્ટ્રી પર ઉભા થઇ જતા હતા દર્શકોના રૂંવાડા

હીરોથી વધારે હતો આ બોલિવુડના વિલનનો ઠાઠ, એન્ટ્રી પર ઉભા થઇ જતાં હતાં દર્શકોના રૂંવાળા. વર્ષ 1913થી શરૂ થયેલા ભારતીય સિનેમાનો ઇતિહાસ હવે એક સદીથી પણ વધુ જૂનો થઈ ચૂક્યો છે. સિનેમામાં જેટલું મહત્વપૂર્ણ પાત્ર હીરોનું હોય છે એટલું જ મહત્વપૂર્ણ પાત્ર વિલનનું પણ હોય છે.

એમાંના અમુક એવા વિલન છે જેમને સાબિત કર્યું કે વિલનનું પાત્ર એ ફક્ત નકરાત્મક પાત્ર જ નહીં પણ સકારાત્મક બિન્દુઓને જાગૃત કરીને મૃત હીરોને જીવનદાન આપવાની ક્ષમતા રાખનાર અમૃત છે. તમે પણ ઘણી એવી ફિલ્મો જોઈ હશે જેમાં વિલનની સામે હીરોનો રોલ ફિકો પડતો હોય. અને વિલન ખલનાયક હોવા છતાં લોકોના દિલો દિમાગમાં છવાઈ જાય છે.

તમે બધાએ ગબ્બર, મોગેમ્બો અને કાંચા ચીનાની ખલનાયિકી જોઈ જ હશે પણ આજે બોલિવુડના એ વિલનના સિગ્નેચર ડાયલોગ વિશે ચર્ચા કરીશું જેમને પોતાની દમદાર એક્ટિંગથી પોતાના પાત્રને અમર કરી દીધું.

શાકાલ

image source

સૌથી પહેલા શરૂઆત કરીશું શાકાલથી. આ રોલ કુલભૂષણ ખરબંદાએ 1980માં આવેલી ફિલ્મ શાનમાં ભજવ્યો હતો. “શાકાલ કે હાથ મેં જીતને પત્તે હોતે હે, ઉતને હી પત્તે ઉસકી આસ્તિન મેં હોતે હે…” આ ડાયલોગ સાંભળતા જ ફિલ્મ શાનના વિલન શાકાલ યાદ આવી જાય છે. ખૂંખાર વિલનના સ્વિમિંગ પુલમાં માણસના માંસના ભૂખ્યા મગર રહેતા હતા. આવા વિલન સાથે લડવા માટે હીરોને ભારે તૈયારી કરવી પડતી હતી.

કુલભૂષણ ખરબંદાએ એકવાર પોતાના એક ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે કેવી રીતે એમને આ રોલ માટે કાસ્ટ કરવામાં આવ્યા હતા. શોલે પછી રમેશ સિપ્પી એક ખલનાયકની શોધમાં હતા. કુલભૂષણને એક દિવસ લંચ પર બોલાવવામાં આવ્યા હતા અને આ ફિલ્મ માટે સાઈન કરતા પહેલા અન્ય એક ફિલ્મ માટે કોન્ટ્રાકટ સાઈન કરાવવામાં આવ્યો હતો. આ પાત્ર માટે એમને આજે પણ યાદ કરવામાં આવવા છે.

લોયન.

image source

વર્ષ 1976માં આવેલી એન એન સિપ્પી દ્વારા નિર્મિત ફિલ્મ કાલીચરણમાં લોયનના રૂપમાં અજિતની ખલનાયિકી ભલા કોણ ભૂલી શકે. “સારા શહેર મુજે લોયન કે નામ સે જાનતા હે..” એમનો જાણીતો ડાયલોગ હતો.અજિતે આ ફિલ્મથી ખલનાયિકીની રીતભાત જ બદલી નાખી. જોર જોરથી બુમો પાડવી, અટહાસ્ય કરવું અને ઓવર એક્ટિંગ સિવાય એ વિલનના રોલમાં ઘણી સાદગી અને સ્માર્ટનેસ લઈ આવ્યા હતા.

લોયનના પાત્રમાં અજિતે પોતાની વ્યક્તિગત શૈલી અને વિશિષ્ટ અંદાજ સાથે પોતાના પાત્રને ન ફક્ત અમર કરી દીધું પણ આખેઆખો ભાવ જ બદલી નાખ્યો. આ ફિલ્મ પછી તો દરેક જગ્યાએ ખલનાયકના પાત્રમાં અજિતની જ ડિમાન્ડ થવા લાગી હતી. એક સમય એવો આવ્યો હતો કે એ અભિનેતા કરતા વધુ ફી લેવા લાગ્યા હતા.‘

રંજીત.

image source

ગોપાલ બેદી જેમને દર્શકો રંજીતના નામથી ઓળખે છે. એ એક એવા ખલનાયક હતા જે સ્ક્રીન પર આવતા હતા તો ઓડિયન્સ પણ હીરોની સલામતી માટે પ્રાર્થના કરવા લાગતી હતી. રંજીત મોટી મોટી ફિલ્મોમાં સુપરહિટ હીરોના ખતરનાક વિલન રહ્યા. પોતાના કરિયરમાં એમને ઘણા જ જબરદસ્ત પાત્ર નિભાવ્યા અને પોતાની એક અલગ જગ્યા બનાવી. રંજીત જ બોલિવુડના એ વિલન હતા જેમના પર છોકરીઓ ફિદા હતી. કારણ કે એમની પાસે સ્ટાઇલ, ચાર્મ અને જબરદસ્ત પર્સનાલિટી હતી. એમના નામ પર 350 વાર ઓનસ્ક્રીન દુષ્કર્મનો રેકોર્ડ હતો.

રંજીતે 25 ફિલ્મોમાં એમના અસલી નામથી કાસ્ટ કરવામાં આવ્યા હતા. કહેવાય છે કે ગબ્બરને પાત્ર માટે નિર્માતાઓએ રંજીતના નામ પર પણ ઊંડો વિચાર કર્યો હતો.જો કે પહેલી પસંદ ડેની હતા. રંજીતને ફિલ્મ શર્મિલીથી જબરજસ્ત ઓળખ મળી હતી જેમાં રાખી લીડ અભિનેત્રી હતી.અને આ ફિલ્મમાં રાખી સંઘે દુષ્કર્મનો સીન જોઈને હોલમાં દીકરાની ફિલ્મ જોવા આવેલી રંજીતની ફેમીલી એમનાથી નારાજ થઈને હોલમાંથી ઉઠીને જતી રહી હતી.પછી રાખીએ ઘરે જઈને એમના પરિવારના લોકોને સમજાવવા પડ્યા હતા કે તમારા દીકરાનું આચરણ ખૂબ જ સારું ચર અને ફિલ્મમાં એ ફક્ત એક્ટિંગ કરી રહ્યા હતા.

રંજીતે પોતાની ફિલ્મથી લઈને ટીવી સુધી અભિનયની સફરમાં ઘણા બધા પાત્રો નિભાવ્યા પણ એક ડાયલોગ “ભગવાન કે લીએ મુજે છોડ દો”એ રંજીતની ખલનાયિકીને વર્ષો સુધી જીવિત રાખી. “ઓર ચિલ્લા યહાઁ તેરી ચીખ સુનને વાલા કોઈ નહિ, ઇતની અચ્છી ચીજ ભગવાન કે લિએ છોડ દુ.. તો મેં ક્યાં કરુંગા, હમને કોઈ ધરમ ખાતા નહિ ખોલ રખા હે.. હમ જબ કુછ દેતા હે તો ઉસકે બદલે કુછ લેતા ભી હે (કિંમત), બ્યુટી બ્યુટી…બેટી બેટી બેટી આ એમના જાણીતા ડાયલોગ છે.

જીવન

image source

24 ઓક્ટોબર 1915માં શ્રીનગરમાં જન્મેલા જીવન 60, 70 અને 80ના દાયકામાં બૉલીવુડ ફિલ્મોમાં મુખ્ય વિલન હતા. એમને સૌથી પહેલા 6પ ફિલ્મોમાં નારાયણ નારાયણ કહેનાર નારદ મુનિ તરીકે ઓળખ મળી. એમનો સફર ઘણો લાંબો રહ્યો. 1977માં આવેલી અમર અકબર એંથોની ફિલ્મમાં એમને રોબર્ટનું પાત્ર ભજવીને પોતાની ખલનાયિકી ચક્રને વધુ ગતિમાન કરી દીધું.

એમના બોલવાનો અંદાજ, દુશ્મની નિભાવવાની રીત અને લક્ષ્ય પર તીખી નજર અભિનેતા જીવનની ખલનાયિકીને બધા કરતા અલગ તારવતી હતી અને એ પડદા પર ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા હતા. જીવને પોતાની જિંદગીમાં બધા પ્રકારના ખલનાયક ભુમિકાઓમાં અભિનય કર્યો. ક્યારેક મધ્યકાલીન ફિલ્મમાં એક દુષ્ટ મંત્રી, એક ખરાબ ગ્રામીણ તો ક્યારેક બર્બર શહેરીનું પાત્ર ભજવ્યું હતું.

જીવનના અમુક આઇકોનીક ડાયલોગ હતા. આદમી કે જબ બુરે દિન આતે હે તો ઉસકી અકલ મર જાતી હે, જિંદગી મેં કુછ અહેસાન એસે ભી હોતે હે જિનકી કિંમત અસલ સે જ્યાદા સુદ મેં ચુકાની પડતી હે, આજ તો ઇન્સાફ હોગા યા મામલા સાફ હોગા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *