બોલીવુડમાં રહ્યા અસફળ પણ અસલ જીવનમાં જીવે છે વૈભવી જીવન…

બોલિવુડના આ 10 ફ્લોપ સ્ટાર્સ એક્ટિંગમાં અસફળ થયા પછી પણ જીવી રહ્યા છે વૈભવી જીવન.

બૉલીવુડમાં ઘણા સ્ટાર્સ એવા છે જેમનું સ્ટ્રોંગ ફેમેલી બેકગ્રાઉન્ડ છે, પણ એ પછી પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કરિયર ન બનાવી શક્ય. બૉલીવુડ એક એવી જગ્યા છે જ્યાં કોઈપણ કલાકાર માટે સફળ થવું એટલું સરળ નથી હોતું, અહીંયા લોકો એક્ટરને એની એક્ટિંગની સાથે સાથે એમની લાઈફ સ્ટાઇલ, સ્ટેટ્સ, આઉટફિટ, સેલ્ફી પ્રોફાઈલ જેવી વસ્તુઓ પર જજ કરે છે. આ ઇન્ડસ્ટ્રીમાં અમુક સેલિબ્રિટી એવા છે, જેમને ફિલ્મોમાં એક્ટિંગ તો કરી પણ એમની ફિલ્મો ફ્લોપ થઈ ગઈ પણ જ્યારે વાત આવે છે લાઇફસ્ટાઇલની તો આ વૈભવી જીવન જીવવામાં કોઈ સુપરસ્ટારથી જરાય પાછળ નથી. તો ચાલો જાણી લઈએ આવા જ કેટલાક સેલિબ્રિટી વિશે.

અભિષેક બચ્ચન

image source

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન અને જ્યાં બચ્ચનના દીકરા હોવા છતાં પણ અભિષેક એક સફળ અભિનેતાના રૂપમાં પોતાનું કરિયર બનાવવામાં અસફળ રહ્યા. અભિષેક બચ્ચને શરૂઆતમાં ઘણી જ ફ્લોપ ફિલ્મો આપી. એટલી હદ સુધી કે એ જાહેરાતમાં કામ કરીને પણ કમાણી કરવામાં સફળ ન રહ્યા. આટલા વર્ષો ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી પણ અભિષેક બચ્ચનનું નામ ફ્લોપ એક્ટરના લિસ્ટમાં સામેલ થાય છે. છેલ્લે અભિષેક સ્ક્રીન પર અનુરાગ બસુની ફિલ્મ મનમર્જીયામાં વર્ષ 2018માં દેખાયા હતાં. માન્યું કે અભિષેક એક્ટિંગની દુનિયામાં કઈ ખાસ નથી કરી શક્યા, પણ પ્રો કબડ્ડી લીગની ફ્રેન્ચાઈસી ટિમ જયપુર પિંક પેંથર્સ અને ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ ટિમ જેવા પ્રોજેક્ટ્સઠું ઘણી જ કમાણી કરી રહ્યા છે અને રોયલ લાઇફસ્ટાઇલ જીવી રહ્યા છે.

ટ્વિનકલ ખન્ના

image source

પોતાના સમયમાં સુપરસ્ટાર રહી ચૂકેલા રાજેશ ખન્નાની દીકરી અને ફેમસ અભિનેતા અક્ષય કુમારની પત્ની ટ્વીનકલ ખન્ના પણ બોલીવુડમાં પોતાનો જાદુ ન ચલાવી શકી. ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવાના કારણે ટ્વિનકલે પણ પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોથી કરી હતી, પણ એમની ફિલ્મો બોક્સ ઓફીસ પર કઈ ખાસ કમાલ ન કરી શકી. ફિલ્મોમાં અસફળ થયા બાદ ટ્વિનકલે ઉપન્યાસ અને સમાચાર પત્રોની કોલમ લખવાનો નિર્ણય લીધો. એમના આ નિર્ણયથી ન ફક્ત એમને કમાણી થઈ પણ લેખન ક્ષેત્રે એમને ઘણી નામના પણ મળી.

અમૃતા અરોરા

image source

બોલીવુડની અલવિદા કહી ચુકેલી અભિનેત્રી અમૃતા અરોરાના પતિ શકીલ લદાક મુંબઈની એક કન્સ્ટ્રકશન કંપનીના નિર્દેશક ક્ષહે જેનું નામ છે રેડસ્ટોન. એટલું જ નહીં શકીલ કોર્ટયાર્ડ બાય મેરિયેટના મલિક પણ છે. અમૃતા ઘણીવાર વિદેશમાં ફરતી હોય એવા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, એનાથી અંદાજો લગાવી શકાય કે એ કેટલી એશો આરામ વાળી જિંદગી જીવી રહી છે.

આયશા ટાકીયા

image source

આયશા ટાકીયાએ ટાર્ઝન: ધ વન્ડર કાર, સોચા ન થા, શાદી નંબર વન અને ડોર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે પણ 23 વર્ષની ઉંમરમાં જ એમને બહુ મોટી હોટલના મલિક ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા. ફરહાન આઝમી રાજનેતા અબુ આઝમીના દીકરા છે, જે મની, પાવર અને પ્રેસટીઝની બાબતે ખૂબ જ પાવરફુલ છે. એક દીકરાની માતા બની ચુકેલી આયશા ટાકીયા શાનદાર જીવન જીવી રહી છે. એ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે અને વન્ય જીવ સંરક્ષણની સ્પોર્ટર પણ છે.

તુષાર કપૂર

image source

બોલિવુડના દિગગજ અભિનેતા જીતેન્દ્રનો દીકરો તુષાર કપૂર પણ ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવમાં અસફળ રહ્યો. જોકે તુષારે અમુક ફિલ્મોમાં કામ પણ કર્યું હતું, જે બોક્સ ઓફીસ પર ફ્લોપ રહી. તુષાર કપૂર સિંગલ પેરેન્ટ છે પણ જ્યારે વાત લાઇફસ્ટાઇલની આવે તો એ હંમેશા વિલાસી જીવન જીવતા આવ્યા છે અને લકઝરી કારમાં ફરતા દેખાયા છે.

સેલિના જેટલી

image source

ઇન્ડસ્ટ્રીનો આ સુંદર અભિનેત્રીએ ઓસ્ટ્રીયાના બિઝનેસમેન પીટર હેગ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા સેલિના જેટલી જાનશીન, સિલસિલે, નો એન્ટ્રી અને ગોલમાલ રીટર્નસ જેવી ફિલ્મો જોવા મળી હતી પણ સેલિનાને એમા કઈ ખાસ સફળતા મળી નહોતી. લગ્ન પછી સેલીનાએ એક્ટિંગને અલવિદા કહી દીધું. એના પતિ એમઆર હોસ્પિટલીટી ગ્રુપના ગુપ માર્કેટિંગ ડાયરેકટર છે અને દુબઈ અને સિંગાપુરમાં ઘણી હોટેલના મલિક છે. 2014માં સેલીનાએ સમલૈંગિક અધિકારો પર એક વીડિયોમાં ગીત ગાયું હતું, જે ઘણું જ લોકપ્રિય થયું હતું અને જેનું ટાઇટલ હતું ધ વેલકમ. જીવનમાં ઘણા ઉતાર ચડાવમાંથી પસાર થયા બાદ હવે સેલિના આલિશાન જીવન જીવી રહી છે.

કિમ શર્મા

image source

બ્લોકબસ્ટર ફિલ્મ મહોબ્બતે થી રાતો રાત સ્ટાર બનેલો કિમ શર્માએ કેન્યાના બિઝનેસમેન અલી પૂંજાની સાથે લગ્ન કર્યા પણ કમનસીબે આ લગ્ન વધારે દિવસ ન ટક્યા.31 વર્ષની કિમ શર્મા પોતાને ફાઇનાન્સિયલ આત્મનિર્ભર બનાવવા માટે મુંબઈ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગે છે. હમણાં એ બ્રાન્ડ સ્ટ્રેટજીસ્ટનું કામ કરે છે. પણ છૂટાછેડા પછી પણ કિંમની લાઈફસ્ટાઈલમાં કોઈ કમી નથી આવી.

ઉર્મિલા મારતોડકર

image source

હિન્દી સિનેમાની ટોપ લિડિંગ અભિનેત્રી ઉર્મિલા મારતોડકરે તમિલ ને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ટેલેન્ટેડ ઉર્મિલા પોતાના સમયની એ અભિનેત્રીઓમાંથી એક હતી જે એક ફિલ્મના એક-બે કરોડ રૂપિયા ચાર્જ કરતી હતી. એ સિવાય ઉર્મિલા મારતોડકરે ઘણા ટીવી શો માં જજ અને હોસ્ટ બનીને પણ ખૂબ કમાણી કરી છે. 90ના દશકમાં તો ઉર્મિલા મારતોડકર હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસમાં આવતી હતી, જેને પોતાના અભિનય માટે ઘણા એવોર્ડ પણ મળ્યા છે. લગ્ન બાદ ઊર્મિલાએ એક્ટિંગ છોડી દીધી.પણ એમની લાઇફસ્ટાઇલ આજે પણ જોવા જેવી છે.

મનીષા કોઈરાલા

image source

નેપાળી બાળા મનીષા કોઈરાલાએ લગભગ 50થી વધુ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. એક્ટિંગ સિવાય એમની નેપાળ અને ભારતમાં પણ ઘણી પ્રોપર્ટી છે. જેનાથી એમને ઇન્કમ મળી રહે છે. અભિનય કરિયર ઉપરાંત મનીષા સ્ત્રીઓના અધિકારોને પ્રોત્સાહન આપવું, એમના વિરુદ્ધ હિંસા, નેપાળમાં માનવ તસ્કરી અને 2015 દરમિયાન નેપાળના ભૂકંપ પીડિતોના સમર્થન કરનાર સામાજિક સંગઠનમાં એક્ટિવ છે. એ મોટીવેશનલ સ્પીકર પણ છે. જે પોતે કેન્સરથી બહાર નીકળ્યા પછી કેન્સર જાગૃતતા વિશે પણ લોકોને જાગૃત કી છે. અખૂટ સંપત્તિની માલકીન મનીષા કોઈરાલાનો રાજસી અંદાજ જોઈ એમના ફેન્સ પ્રભાવિત થયા વગર નથી રહેતા.

મલાઈકા અરોરા

image source

બોલીવુડની હોટેસ્ટ છૈયા છૈયા ગર્લ મલાઈકાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. અમુક ફિલ્મોમાં મલાઈકાએ એક્ટિંગ કરી પણ એમની એક્ટિંગ દર્શકોને કઈ ખાસ પસંદ ન આવી. એ પછી મલાઈકાએ ફિલ્મોમાં આઈટમ સોંગ્સ કર્યા પણ એ એટલા સુપરહિટ હતા કે એમનું નામ બોલીવુડની ટોપ મોસ્ટ એક્ટ્રેસમાં સમાવેશ કરવામાં આવ્યું. મોડલિંગ સિવાય મલાઈકા લકઝરી ગ્લાસ અને લેધર બુટ્સનો સાઈડ બિઝનેસ પણ કરે છે. એમના અંદાજને જોઈને તમે જાતે જ એમની લાઇફસ્ટાઇલનો અંદાજો લગાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત