બોલીવુડમાં સૌથી ધનવાન છે આ 5 સ્ટાર્સ, એટલા પૈસા કે ખાધા ન ખૂટે, આપણી તો પેઢીઓની પેઢી તરી જાય

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં આમ તો એક કરતા વધારે સ્ટાર છે. દરેક ઈન્ડસ્ટ્રીમાં એકથી લઈને એક નવા ટેલેન્ટ જોવા મળે છે. પરંતુ જ્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની વાત આવે છે તો તેમાં બોલિવૂડ સ્ટાર્સ પણ આવે છે.

દરેક બાબતમાં બોલિવૂડ સ્ટાર્સ મોખરે રહે છે. પછી વાત એક્ટિંગની હોય, ડાન્સની હોય કે પછી દરિયા દિલ્લીની હોય. આખી દુનિયામાં બોલિવૂડ સ્ટાર્સના ઘણા ફેન્સ છે. પોતાને ફિટ રાખવા, રહેવા, ખાવા-પીવા માટે બોલિવૂડ સ્ટાર્સ દરેક વસ્તુને ફોલો કરે છે. નિષ્ણાતોના મતે, આ સ્ટાર્સની કમાણી મોટાભાગે તેમની ફિલ્મોના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થાય છે. તો આવી સ્થિતિમાં તમે તમારા મનપસંદ સ્ટાર્સની કમાણીનો અંદાજ પણ લગાવી શકો છો. આજે અમે તમને જણાવીશું એ સ્ટાર્સ વિશે જે બોલિવુડના સૌથી ધનવાન લોકોમાં આવે છે

શાહરૂખ ખાન

image soucre

નિષ્ણાતોના મતે આ યાદીમાં પહેલું નામ બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાનનું આવે છે. જેની આવનારી ફિલ્મોની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીય સેલિબ્રિટીઓમાં શાહરૂખ ખાન સૌથી વધુ નેટવર્થ ધરાવે છે. સૌથી વધુ કમાણી કરનાર બોલિવૂડનો કિંગ ખાન આશરે રૂ. 5100 કરોડની સંપત્તિનો રાજા છે.

અમિતાભ બચ્ચન

image soucre

બીજા નંબરે સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન છે. અમિતાભ બચ્ચન, તે કલાકાર પોતાની સ્ટાઈલથી દરેકના દિલ પર રાજ કરતા જોવા મળે છે. 1969માં ફિલ્મ સાત હિન્દુસ્તાનીથી ડેબ્યૂ કરનાર અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ 2950 કરોડ રૂપિયા છે.

સલમાન ખાન

image soucre

બોલિવૂડના ભાઈજાન દબંગ એટલે કે સલમાન ખાન પણ આ બધામાં પાછળ નથી. સલમાન ખાન બોલિવૂડના સૌથી અમીર લોકોમાંથી એક છે એમાં કોઈ નવાઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનની કુલ સંપત્તિ 2255 કરોડ છે.

અક્ષય કુમાર

image soucre

અભિનેતા અક્ષય કુમાર પણ કમાણીના મામલામાં પાછળ નથી. અક્ષય કુમાર એક વર્ષમાં ચારથી પાંચ ફિલ્મો કરીને ઘણી કમાણી કરે છે. તેની ફિલ્મ અતરંગી રે પણ બધાને ખૂબ જ પસંદ આવી હતી.જો કે આ ફિલ્મમાં તેનો રોલ નાનો હતો, પરંતુ તે નાના રોલમાં અક્ષય કુમારે ફરી એકવાર લોકોના દિલ પર પોતાની છાપ છોડી દીધી. આ સિવાય અક્ષય કુમાર બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. જો નિષ્ણાતોનું માનીએ તો અક્ષય કુમારની કુલ સંપત્તિ 2000 કરોડ રૂપિયા છે.

આમિર ખાન

image soucre

આ યાદીમાં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનનો પણ સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાન તેની ફિલ્મ્સ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સથી 1562 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે