24 કલાકમાં 4 બોલિવૂડ સેલેબ્સ આવ્યા કોરોનાની ઝપેટમાં, માધુરી દિક્ષીતે લોકોને કરી આ અપીલ

બોલિવૂડમાં કોરોનાનો કહેર: કોરોનાની ઝપેટમાં આવ્યા 24 કલાકમાં આ 4 સ્ટાર!

કોરોના ફિલ્મી એક્ટર્સની સાથે પરિવાર પર પણ કહેર વર્તાવી રહ્યો છે.એક તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે તો બીજી તરફ બોલીવૂડ પર કોરોના આફત છવાયેલી જોવા મળી છે. ત્યારે મળતા અહેવાલો પ્રમાણે ગત 24 કલાકમાં 4 બોલીવુડ સ્ટાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

અર્જુન રામપાલ


અર્જુન રામપાલ કોવિડનો ચેપ લાગ્યો છે. અર્જુને તેની સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, ‘મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમ છતાં મને મારા શરીરમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો દેખાતા નથી. અહેવાલ પછી, હું ઘરે આઇસોલેટ થયેલ છું. હું બધી સૂચનાઓનું પાલન કરું છું. આ સાથે, હું તબીબી સંભાળ પણ લઈ રહ્યો છું. છેલ્લા 10 દિવસમાં જે લોકો મારી સાથે સંપર્કમાં આવ્યા છે, તેઓ પોતાનું ધ્યાન રાખે છે. આ ખૂબ જ મુશ્કેલ સમય છે. આપણે બધાએ જાગૃત રહેવું પડશે. આપણે આ રોગને સાથે મળીને લડવો પડશે. તો જ આપણે આ રોગને હરાવી શકીશું.’
બોલીવુડ અભિનેત્રી સમિરા રેડ્ડી કોરોનાની ઝપેટમાં

બોલીવુડ અભિનેત્રી સમિરા રેડ્ડી તેની ફિટનેસ રીલ્સ અને વીડિયો શેર કરવાને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય જોવા મળી હતી, પરંતુ હવે એવું જાણવા મળી રહ્યું છે કે અભિનેત્રી કોરોનાને ચેપ લાગ્યો છે. સમિરા રેડ્ડીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા ચાહકોને કહ્યું કે તે કોવિડ -19 ની પરીક્ષામાં સકારાત્મક આવી છે.

નીલ નીતિન મુકેશ

નીલ નીતિન મુકેશે પોતાના અને સમગ્ર પરિવારના કોરોના સંક્રમિત થયાની જાણકારી પોતે સોશ્યલ મીડિયાની મદદથી આપી છે. તેઓએ એક પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે પરિવારના દરેક લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એવામાં નીલ નિતિન મુકેશનો પરિવાર દરેક પ્રકારના પ્રોટોકોલ્સનું પાલન કરી રહ્યો છે અને જરૂરી દવાઓ પણ લઈ રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર લખી પોસ્ટ

 

View this post on Instagram

 

A post shared by Neil Nitin Mukesh (@neilnitinmukesh)


નીલ નિતિન મુકેશે પોતાના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું છે કે દરેક જરૂરી સાવધાનીની સાથે ઘરમાં રહેવું, દુર્ભાગ્યથી મારા પરિવારના સભ્યો અને મને કોરોના સંક્રમણ થયું છે. અમે દરેક જરૂરી પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ અને સાથે ડોક્ટરની સલાહ અનુસારની દવા લઈ રહ્યા છીએ. અમે તમારા દરેકના પ્રેમ અને શુભકામનાઓ માટે ધન્યવાદ કરીએ છીએ. પોતાનો ખ્યાલ રાખો અને સુરક્ષિત રહો.

સોનુ સૂદ


મહારાષ્ટ્રમાં કોરોના સંકટ વધી રહ્યું છે અને કેટલાક બોલીવૂડ સ્ટાર અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યારે બોલીવૂડ એક્ટર અને ગરીબોના મસીહા તરીકે ઓળખ મેળવનાર સોનુ સૂદ ખૂદ કોરોના સંક્રમિત થયાં છે. ઉલ્લેખનીય છે કે, સોનુએ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણકારી પોતાના ટ્વીટર પેજ પર પોતાના ફેન્સને આપી હતી.

ટ્વીટ કરીને કહ્યું- ઉલ્ટાનું હવે મારી પાસે વધુ સમય છે તમને મદદ કરવા માટે….

સોનુએ ટ્વીટમાં લખ્યું હતું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને હાલ હું સેલ્ફ ક્વોરન્ટાઇન થયો છું. તો આ સાથે જ તેમણે વધુમાં લખ્યું હતું કે, ચિંતાની કોઇ વાત નથી. ઉલ્ટાનું હવે મારી પાસે વધુ સમય રહેશે આપને મદદ કરવાનો. યાદ રાખજો, કોઇપણ તકલીફ હોય હું હંમેશા તમારી સાથે જ છું.

મનીષ મલ્હોત્રા


આ બોલિવૂડ સેલેબ્સની સાથે, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને પણ કોરોના ચેપ લાગ્યો છે. મનીષે તેની પોસ્ટમાં લખ્યું- ‘મારો કોવિડ 19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મેં તાત્કાલિક મારી જાતને આઇસોલેટ કરી લીધી અને ઘરે ક્વોરન્ટાઇ છું. હું સલામતીના તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું અને મારા ડોકટરોની દેખરેખ હેઠળ છું. કૃપા કરી સલામત રહેજો અને કાળજી લો. ‘

માધુરી દીક્ષિતે કરી અપીલ


દેશમાં કોવિડના કહેરને જોતાં માધુરી દીક્ષિતે ટ્વીટ કર્યું છે. માધુરીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું- ‘રોગચાળો ફરી એકવાર અનેક લોકોના જીવ લઈ રહ્યો છે તે હૃદય દ્રાવક છે. આપણે ફક્ત એકબીજાની સહાયથી આને પહોંચી વળી શકીએ છીએ. તમને વિનંતી છે કે જરૂરી માર્ગદર્શિકાઓનું પાલન કરો અને તમારી અને તમારા પ્રિયજનોની સંભાળ રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *