સુપરસ્ટાર રજનીકાંતને મળી આવી ધમકી, પોલીસ કરી રહી છે તપાસ

સુપરસ્ટાર રજનીકાંતને મળી ઘરમાં બોમ્બ હોવાની ધમકી – પોલીસ કરી રહી છે તપાસ

image source

બોલીવૂડ હોય કે ટોલીવૂડ હોય કે પછી દેશની કોઈ પણ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી હોય ઘણીવાર તેમને અંડરવર્લ્ડ કે પછી ગુંડાતત્ત્વ તરફથી વિવિધ પ્રકારની ધમકીઓ મળતી રહેતી હોય છે. જેમાંથી કેટલીક સાચી હોય છે તો કેટલીક તદ્દન ખોટી હોય છે. તાજેતરમાં આવી જ ધમકી સાઉથના સુપર સ્ટાર એવા રજનીકાંત અને તેના પરિવારને મળી છે.

image source

રજનીકાંતને તેમના ઘરે બોમ્બ હોવાની ધમકી મળી છે. રજનીકાંતને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે તેમની પાસેના ગાર્ડનના ઘરમાં બોમ્બ છે. આ ખબર મળતાં જ તેની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. ચેન્નઈની તેપ્નામ્પેટ પોલીસે આ કેસને નોંધ્યો છે અને તેના પર કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની એક ટીમ રજનીકાંતના ઘરની તપાસ કરી રહી છે. જો કે પાછળથી જાણવા મળ્યું કે તે કોલ ખોટો હતો. જે જાણી ઘરના લોકોને રાહત થઈ હતી.

image source

આવું પહેલીવાર નથી થયું કે કોઈ સેલેબ્રિટીને ખોટી ધમકી આપવામાં આવી હોય. સિનેમામાં કામ કરનારા કલાકારોને અવારનવાર ખોટા કોલ કરવામાં આવતા હોય છે. સાથે સાથે તેમને જીવનું જોખમ પણ બનેલું રહે છે. હાલ તો રાહતની વાત એ છે કે રજનીકાંત અને તેનું કુટુંબ સુરક્ષિત છે.

શું રજનીકાંતને કોરોના થયો છે ?

image source

થોડા દિવસ પહેલાં એક્ટર રોહિત રૉયે રજનીકાંતને લઈને એક મઝાક કરી હતી, ત્યાર બાદ તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. રોહિતે સોશિયલ મિડિયા પર એક જોક શેર કર્યો હતો. તેણે લખ્યું હતું – ‘રજનીકાંત કોરોના પોઝિટિવ છે હવે કોરોનાને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.’ રોહિતનો આશય તો માત્ર જોકથી વાતાવરણને હળવુ બનાવવાનો હતો પણ રજનીના ઘણા બધા ફેન્સને આ જોક પચ્યો નહીં, અને ખૂબ અસંવેદનશલ લાગ્યો અને ત્યાર પછી તો નેટીઝન્સે તેની ક્લાસ લઈ લીધી. જોકે આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે ઇન્ટરનેટ તેમજ સોશિયલ મિડિયા પર રજનીકાંતના જોક્સ અવારનવાર વાયરલ થતા રહેતા હોય છે અને લોકો તેને શેર પણ ખૂબ કરતા હોય છે.

રજનીકાંતે મદદ માટે લંબાવ્યો હાથ

image source

કોરોનાની આ મુશ્કેલ ઘડીમાં ઘણાબધા સ્ટાર્સ પોતાની રીતે મદદ કરી રહ્યા છે. રજનીકાંતે નદીગર સંગમ કે જે કલાકારોનું એક યુનિયન છે. તેમાના 1000 કલાકારોની ખોરાક પાણીની વ્યવસ્થા કરી હતી. રજનીકાંતના ફેન્સ પણ હાલ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા આગળ આવી રહ્યા છે. તેમણે લોકોને શાકભાજી, ચોખી, દૂધના પેકેટ તેમજ બીજી જરૂરિયાતવાળી વસ્તુઓ દાન કરી છે. તમને જણાવી દઈએ કે કોરોના લોકડાઉનના કારણે નદીગર સંગમ કલાકાર એસોસિએશનના હજારો કલાકારો આર્થિક ખેંચના કારણે પૈસા પૈસાના મોહતાજ બની ગયા હતા. જેમને રજનીકાંતે મદદ કરી છે.

Source : Aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત