Site icon News Gujarat

વહાલસોયા પ્રાણીઓને દિલ્હીથી મુંબઈ લાવવા યુવતીએ અધધધ..લાખમાં બુક કરાવ્યુ પ્રાઇવેટ જેટ, કિંમત જાણીને આંખો થઇ જશે પહોળી

કોરોના સંકટ પર વિજય મેળવવા માટે જાહેર કરાયેલા લોકડાઉનમાં મોટી સંખ્યામાં લોકો દેશના વિવિધ રાજ્યોમાં પોતાના સ્વજનોથી દૂર ફસાઈ ગયા હતા.

લોકડાઉનની અસર માત્ર માણસોને નહીં પરંતુ પ્રાણીઓને પણ થઈ છે. કેટલાક પાલતૂ પ્રાણી પણ પોતાના માલિકથી દૂર ફસાઈ ગયા હતા. આવા જ કેટલાક પ્રાણીઓ હાલ ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે આ પ્રાણીઓની ઘર વાપસી એવી રીતે થઈ છે કે તેના કારણે ચકચાર જાગી છે.

image source

દિલ્હીમાં ફસાયેલા પોતાના પાલતૂ પ્રાણીઓને મુંબઈ પરત લાવવા માટે સાયબર સિક્યોરિટી રિસર્ચ દીપિકા સિંહએ મસમોટો ખર્ચો કરી દીધો છે. પોતાના પાલતૂ પ્રાણીઓને મુંબઈ લાવવા માટે તેણે સ્પેશિયલ 6 સીટર પ્રાઈવેટ જેટ બુક કરાવ્યું હતું. આ અંગે જાણવા મળ્યાનુસાર આ બુકિંગ પર અંદાજે 9.6 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તેનો મતલબ છે કે દરેક સીટ પર બેસનાર પ્રાણી માટે 1.6 લાખ રૂપિયા ચુકવાયા.

image source

દીપિકા સિંહનું આ અંગે કહેવું છે કે લોકડાઉનના કારણે તેના કેટલાક સંબંધીઓ દિલ્હીમાં ફસાયા હતા અને તેને પરત લાવવા માટે તે થોડા દિવસ પહેલા એક પ્રાઈવેટ જેટ બુક કરી રહી હતી. જો કે તેના કેટલાક સંબંધીઓ પાલતૂ પ્રાણીઓ સાથે યાત્રા કરવા તૈયાર થયા નહીં જ્યારે કેટલાકને કોઈ આપત્તિ ન હતી. ત્યાર જે તેણે નક્કી કરી લીધું કે હવે તે પ્રાણીઓને ઘરે પરત લાવવા માટે પ્રાઈવેટ જેટ બુક કરાવશે. તેણે જણાવ્યું છે કે હવે તેણે બધી જ તૈયારીઓ અને ઔપચારિકતા પૂર્ણ કરી લીધી છે અને આગામી સપ્તાહમાં પ્રાણીઓ દિલ્હીથી મુંબઈ પ્રાઈવેટ જેટ મારફતે આવી જશે. તેમણે જણાવ્યું કે તેણે દરેક સીટ માટે 1.6 લાખની રકમ ખર્ચ કરવી પડી છે.

image source

કોરોનાને ધ્યાનમાં રાખી પ્રાણીઓ માટેની આ ફ્લાઈટમાં પણ તમામ તકેદારીઓ રાખવામાં આવશે. યાત્રા પહેલા તમામના ટેસ્ટ થશે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા જેમ લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટેંસિંગ જળવાય છે તેમ આ નિયમ અહીં પણ પાળવામાં આવશે.

image source

મહત્વપૂર્ણ છે કે લોકડાઉનના કારણે દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા તમામ લોકોની ઘર વાપસીમાં ભારે સમસ્યા થઈ રહી છે. સરકાર તરફથી શ્રમિક સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવામાં આવે છે. પરંતુ આમ છતાં લોકોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. તેવામાં લાખોના ખર્ચે પ્રાણીઓ માટે જેટ બુક થતાં આ વાત ચર્ચામાં છે.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version