Site icon News Gujarat

કોરોના બાદ વધી શકે છે પ્રાઈવેટ એર ટ્રાવેલની માંગ, સમૃદ્ધ લોકો આખી ફ્લાઈટ બુક કરી જશે ફરવા

તાજેતરમાં જ એક યુવતીએ તેના પાલતૂ પ્રાણીઓને દિલ્હીથી મુંબઈ લાવવા પ્રાઈવેટ જેટ ભાડે કર્યું હતું. કોરોનાના કાળ દરમિયાન અનેક સદ્ધર લોકો આ રીતે આખી ફ્લાઈટ બુક કરાવી સેફ યાત્રા કરી ચુક્યા છે.

image source

હાલ તો લોકો ભલે કોરોનાના સંક્રમણથી બચવા માટે આવું કરી રહ્યા છે પરંતુ નિષ્ણાંતો આના પરથી અનુમાન લગાવી રહ્યા છે કે ભવિષ્યમાં કોરોના નહીં હોય તો પણ પ્રાઈવેટ જેટ, ફ્લાઈટ બુક કરીને યાત્રા કરવી એ ટ્રેન્ડ બની શકે છે.

કોરોનાનો વ્યાપ જ્યારથી વધ્યો છે ત્યારથી સરકાર અને સ્વાસ્થ્ય નિષ્ણાંત સામાજિક અંતર જાળવવા માટે ફ્લાઈટ બુક કરાવી યાત્રા કરે છે. પરંતુ આગામી સમયમાં સદ્ધર અને આર્થિક રીતે સક્ષમ લોકો પોતાના પરીવાર સાથે એકલતા માણવા અને અન્ય લોકોથી અંતર વધારવા માટે આ રીતે આખા વિમાન ભાડે કરી મુસાફરી શરુ કરે તો નવાઈ નહીં હોય.

image source

આ વિષય પર થયેલા સર્વે દરમિયાન જેટ હેડક્વાર્ટર એશિયાના અધ્યક્ષ રોહિત કપૂરે જણાવ્યું હતું કે, હાલ ફ્લાઇટ્સની ડિમાન્ડ વધારે છે. લોકો ભારત કે વિદેશમાં કોરોના વાયરસના કારણે ફસાઈ ગયા છે અને પોતાના વતન કે દેશ પહોંચવા માંગે છે. વિમાન કંપનીઓ મોટાભાદે સિંગાપુર, લંડન, મધ્ય પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ફસાયેલા ભારતીયોને લઈ જઈ રહી છે. પરંતુ જેઓ આર્થિક રીતે સક્ષમ છે તેવા લોકો એર ઇન્ડિયા દ્વારા સંચાલિત ફ્લાઇટ્સમાં અન્ય લોકો સાથે બેસીને પાછા આવવા માગતા નથી. આવા વર્ગમાં ખાનગી ફ્લાઈટ બુક કરવાની ડિમાન્ડ છે.

image source

આ કારણે જે તે દેશની સ્થાનિક વિમાનોની માંગમાં 15%નો વધારો થયો છે. જેમકે કતાર એરવેઝના એક અધિકારીએ જણાવ્યું હતું કે અહીં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની માંગ 25% વધી છે. આ વધતી માંગના કારણે ફ્લાઈટ ઓપરેટરોએ પણ દર કલાકના ભાવમાં વધારો કર્યો છે. જેમ કે દિલ્હની અટોમ એવિએશને દર કલાકના 75,000થી વધારી 1 લાખ કરી દીધા છે.

image source

કેટલીક કંપનીઓએ ખાનગી ફ્લાઈટની માંગ વધતા ચાર્ટર સેવા શરુ પણ કરી છે. તાજેતરમાં સ્પાઈસ જેટે મધ્ય-પૂર્વથી ભારત માટેની ફ્લાઈટનું સંચાલન શરુ કર્યું છે. આ ચાર્ટર ફ્લાઈટ એવા લોકો માટે છે જેઓ કોમર્શિયલ ફ્લાઈટમાં પરત આવવા ઈચ્છતા નથી. જો કે ચાર્ટર ફ્લાઈટ શરુ થવાથી મોટી એરલાઈન્સને કોઈ મુશ્કેલી થતી નથી કે ભવિષ્યમાં થશે પણ નહીં. કારણ કે તેમની પાસે મોટાભાગે બલ્ક બુકીંગ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version