યુવકે પહેલા લોકડાઉનનુ ઉલ્લંઘન તો કરી લીધુ, પણ પાછળથી એટલી બીક લાગી કે બાલ્કનીમાંથી કુદી પડ્યો

લોકડાઉનના ઉલ્લંઘન પર પોલીસની બીક, બાલ્કનીમાંથી કુદી ગયો એક યુવક, જાણો પછી શું થયું.

image source

પોલીસનું દ્રઢ પણે માનવું હતું કે ભોપાલના વાજપેયી નગરમાં ઘણા લોકો માસ્ક પહેર્યા વગર ફરી રહ્યા છે. પોલીસ એ સ્થળે પહોંચી તો લોકોએ પોલીસ પર પથ્થર ફેંક્યા.પોલીસ બચવા માટે પાછળ ખસી તો લોકો પોતાનાં ઘર તરફ ભાગવા લાગ્યા. અને આ દરમિયાન જ એક યુવક એ ઊંચી બિલ્ડીંગ પરથી નીચે કુદી ગયો.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની એક કોલોનીમાં એ સમયે દોડભાગ થઈ ગઈ જ્યારે પોલીસ ત્યાં પહોંચી. માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટનસિંગનું ધ્યાન રાખ્યા વગર ફરતા લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. પોલીસના ડરના કારણે એક યુવાને બહુમાળી બિલ્ડીંગ પરથી કૂદકો મારી દીધો. અને એના બંને પગમાં ફેક્ચર થઈ ગયું. અત્યારે એ યુવાન હોસ્પિટલમાં દાખલ છે. અને પોલીસે એફઆઈઆર નોંધી છે.

આ ઘટના શાહજહાંબાદમાં આવેલ વાજપેયી નગરની છે.. અહીંયા પોલીસના મારની બીકે એક યુવાને બહુમાળી બિલ્ડીંગની બાલ્કનીમાંથી કૂદકો મારી દીધો. એ પછી પણ એ પોલીસથી તો ન જ બચી શક્યો અને એના બંને પગ પણ તૂટી ગયા.

image source

વાજપેયી નગરમાં રહેતા શિવકુમાર પ્રજાપતિએ જણાવ્યું કે એની પત્ની જ્ઞાન દેવી ઘરથી થોડેક દૂર કરિયાણાની દુકાને સમાન ખરીદવા જઈ રહી હતી. શિવકુમાર એની પાછળ થોડે સુધી ગયા ને પછી ઘરે પરત આવી ઘરની બહાર જ ઉભા રહી ગયા. એમને જણાવ્યું કે એ દરમિયાન બે પોલીસવાળા ત્યાં આવ્યા. કારણ વગર ઘરેથી બહાર નીકળવા અને માસ્ક ન પહેરવાના કારણે લોકોને ડંડાથી મારવા લાગ્યા.આ જોઈ શિવકુમાર પોતાના ઘર તરફ દોડ્યા. થોડીવાર પછી લગભગ એક ડઝન પોલીસવાળા ત્યાં કોલોનીમાં પહોચી ગયા. અને બિલ્ડિંગમાં ઘૂસીને લોકોને મારવા લાગ્યા.

એના કારણે એ ઘણા ડરી ગયા હતા.પોલીસ એમના રૂમ સુધી પહોંચે એ પહેલાં જ એમને પોતાની બાલ્કનીમાંથી નીચે કૂદકો મારી દીધો. ઊંચાઈ પરથી કૂદવાને કારણે શિવકુમારના બંને પગમાં ફેક્ચર થયું છે. શિવકુમારે એ પણ જણાવ્યું કે પોલીસવાળા એ એમનું કઈ જ ન સાંભળ્યું. અને પછી પોલીસ એમને પોલીસ સ્ટેશન લઈ ગયા. જ્યાં લોકડાઉન ઉલ્લંઘનનો કેસ નોંધાયો.. પછી શિવકુમારને લઈને પોલીસ હોસ્પિટલ પહોંચ્યા. અને ફેક્ચર થવાના કારણે બંને પગમાં પ્લાસ્ટર લગાવી દેવામાં આવ્યું. અને એ પછી એમને ઘરે છોડી દેવામાં આવ્યા.

image source

મારઝૂડના આરોપ સામે પોલીસનો ઇનકાર

ઘાયલ શિવકુમારનો આરોપ છે કે બાલ્કનીમાંથી કૂદયા પછી પણ પોલીસે એમને ક્રુરતાથી ડંડા માર્યા હતા. જેના કારણે એમને ગંભીર ઇજાઓ થઈ છે.બીજી બાજુ પોલીસનું કહેવું છે કે વાજપેયી નગરમાં માસ્ક વગર ઘણા લોકો ફરી રહ્યા હતા.અમને એ અંગે સૂચના મળી તો પોલીસ ત્યાં પહોંચી ત્યારે એમના પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો. પોલીસ બચવા માટે પાછળ ખસી તો લોકો પોતપોતાના ઘર તરફ દોડવા લાગ્યા. અને આ દરમિયાન જ એક યુવક ઊંચી બિલ્ડીંગ પરથી નીચે કુદી ગયો. એને માસ્ક નહોતું પહેર્યું. જ્યારે ઘાયલ વ્યક્તિનું કહેવું છે કે માસ્ક એના ચહેરા પરથી ખસી ગયું હતું..એને તરત જ માસ્ક લગાવી દીધું હતું.પોલીસે ઘાયલ યુવાન વિરુદ્ધ લોકડાઉન ઉલ્લંઘનનો કેસ નોંધ્યો છે.

source :https://hindi.news18.com/news/madhya-pradesh/bhopal-a-youth-jumped-from-building-in-bhopal-due-to-fear-of-police-mpmr-mpsg-3090220.html

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત