આ અભિનેત્રીએ એક્સ બોયફ્રેન્ડે લઇને કર્યો મોટો ધડાકો, કહ્યું કે…’એ મને બહાર લઈ ગયો અને પછી….’

વેલેન્ટાઈન ડે પે આલિયા સાથે એમના એક્સ બોયફ્રેન્ડે કરી હતી આ હરકત, કહ્યું કે એ મને બહાર લઈ ગયો અને….

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મોની સાથે સાથ3 અભિનેતા રણબીર કપુર સાથે પોતાના અફેરને લઈને પણ ચર્ચામાં રહે છે. આલિયા ભટ્ટ હંમેશાથી જ પોતાના સંબંધ અને અફેર્સને લઈને બિન્દાસ રહી છે. રણબીર કપૂર પહેલા પણ એમને ઘણા છોકરાઓને ડેટ કર્યા છે. એવી જ એક ડેટિંગનો ખુલાસો એમને વર્ષો પહેલા કોફી વિથ કરણમાં કર્યો હતો. એમને જણાવ્યું હતું કે કેવી રીતે એમના બોયફ્રેન્ડે વેલેન્ટાઈનના દિવસે એમની સાથે સારો વ્યવહાર નહોતો કર્યો.

image source

આલિયા ભટ્ટ કોફી વિથ કરણમાં અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે પહોચી હતી. અહીંયા બંને અભિનેત્રીઓ સિંગલ હોવાને લઈને વાત કરી રહી હતી. એ વાતચીત દરમીયાન આલિયા ભટ્ટે કહ્યું કે એમને ન્યુ યર ઇવ અને વેલેન્ટાઈન ડે ઘણું જ ઓવરરેટેડ લાગે છે. એ સાથે જ એમને જણાવ્યું કે એમનો વેલેન્ટાઈન ડેનો અનુભવ સારો નથી રહ્યો.

image source

આલિયા ભટ્ટે કહ્યું કે મારો બોયફ્રેન્ડ વેલેન્ટાઈન ડેના દિવસે મને બહાર લઈને ગયો પણ એને મારી સાથે વાત જ ન કરી. મને લાગે છે કે એ દિવસ એટલો પણ ખાસ નથી હોતો. જ્યારે કરણ જોહર અને પરિણીતી ચોપરાએ આલિયા ભટ્ટ પાસે આ આ વિશે વધુ વાત જાણવાની કોશિશ કરી તો આલિયા ભટ્ટે કહ્યું કે અમે કઈ નહોતું કર્યું, અમે બહુ નાના હતા, અમે બાળકો હતા. આ વાત પર પરિણીતી હસતા હસતા બોલી એટલે જ એને તારી સાથે વાત ન કરી કારણ કે તે કઈ ન કર્યું.

image source

આલિયા ભટ્ટનો બાળપણનો પ્રેમ ભલે રોમેન્ટિક ન થઈ શક્યો હોય પણ રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ ઘણી જ ખુશ દેખાય છે. એક એવોર્ડ ફંક્શન દરમિયાન બધાનો આભાર વ્યક્ત કરતા આલિયાએ નામ લીધા વગર રણબીર તરફ ઈશારો કરીને પોતાના દિલની વાત કહી હતી. એમને રણબીર તરફ ઈશારો કરતા કહ્યું હતું કે તારા કારણે મારી આંખોમાં ચમક આવી જાય છે અને મારું દિલ હસવા લાગે છે, હું તને ખૂબ જ પ્રેમ કરું છું”

image source

બીજી બાજુ રણબીર કપૂર પણ દીપિકા અને કેટરીના સાથે બ્રેકઅપ પછીથી આલિયાનો હાથ પકડેલા દેખાય છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન એમને લગ્નને લઈને પણ પોતાના વિચાર શેર કર્યા હતા. રણબીર કપૂરે કહ્યું હતું કે એ લગ્ન વિશે વિચારી રહ્યા છે પણ અત્યારે કઈ કહીને એ નજર નથી લગાવવા માંગતા.

image source

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લવ સ્ટોરી ફિલ્મ બ્રહ્માસ્ત્રના સેટથી શરૂ થઈ હતી. આ ફિલ્મમાં પહેલીવાર રણબીર અને આલિયાની જોડી બની છે. આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. અયાન મુખર્જીની આ ફિલ્મમાં રણબીર અને આલિયા સિવાય બિગ બી પણ મહત્વની ભૂમિકામાં દેખાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!