Site icon News Gujarat

બ્રેકઅપ બાદ ઈરા ખાનને ફરી એકવાર થયો પ્રેમ, 6 મહિના પહેલાં જ થયું હતું બ્રેકઅપ, આ રીતે શરૂ થઈ નવી લવ સ્ટોરી

અમુક બોલિવૂડ સેલેબ્સ અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે. અમુક તેની ફિલ્મોના કારણે તો અમુક તેની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં આવતા રહે છે. ત્યારે એવું જ એક સેલેબ્સ કિડ એટલે ઈરા ખાન કે જે પોતાની પર્સનલ લાઈફના કારણે લોકોના હોઠો પર ચર્ચાતી રહી છે. 23 વર્ષીય ઇરાએ ગયા વર્ષે ‘યુરોપાઈડ્સ મેડિયા’નામના રોલ પ્લેથી થિયેટર ડેબ્યુ કર્યું હતું. તેણે આ પ્લેને ડિરેક્ટ કર્યું હતું. આ શોથી વરુણ ધવનની ભત્રીજી અંજીની ધવને એક્ટ્રેસ તરીકે ડેબ્યુ કર્યું હતું. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આમિર ખાનની દીકરી ઇરાને બીજીવાર પ્રેમ થયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઇરા તેના પિતાના ફિટનેસ કોચ નૂપુર શિખરેને ડેટ કરી રહી છે.

image source

કહેવામાં આવી રહ્યું છે કે બંને ડેટ કરે છે એના 6 મહિના થઇ ગયા છે. બંને લોકડાઉનમાં વધુ ક્લોઝ થયા જ્યારે ઇરાએ પોતાના ફિટનેસ પર કામ કરવાનું મન બનાવી લીધું. ત્યારથી નુપૂર ઈરાની લાઈફમાં આવ્યા અને બંનેનું બોન્ડિંગ સ્ટ્રોંગ છે.

બંનેએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે જેમાં તેઓ સાથે વર્કઆઉટ કરતા દેખાયા છે. જો સૂત્રોના કહેવા પ્રમાણે વાત કરીએ તો ઇરા અને નુપૂર હાલમાં જ આમિર ખાનના મહાબળેશ્વર ફાર્મહાઉસ પર વેકેશન માણવા ગયા હતા.

image source

હાલમાં પરિસ્થિતિ એવી છે કે બંને વધુમાં વધુ સમય એકબીજા સાથે સ્પેન્ડ કરી રહ્યા છે. એત કરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઇરાએ તેની માતા રિના દત્તા સાથે પણ નુપૂરની મુલાકાત કરાવી છે જેને કારણે માનવામાં આવી રહ્યું છે કે બંને રિલેશનશિપને લઈને ઘણા સિરિયસ છે.

આ પહેલાં ઇરા મિશાલ કૃપલાણી નામના મ્યુઝિક કમ્પોઝર સાથે રિલેશનશિપમાં હતી. બંનેના રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર ઘણા વાઇરલ પણ થયા હતા પણ ડિસેમ્બર 2019માં બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું.

image source

થોડા સમય પહેલાં જ ઈરાએ ચાર મિનિટનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં ઈરાએ કહ્યું હતું કે જ્યારે તેણે ડિપ્રેશનમાં હોવાની વાત કરી તો તમામે ડિપ્રેશન સામે અલગ-અલગ રીતે લડવાની રીત કહી હતી. આ જ કારણ એક સ્ટ્રેજી એક વ્યક્તિ પર કામ કરે છે, પરંતુ તે બીજા પર કામ કરતી નથી. ઈરાએ કહ્યું હતું કે મોટાભાગના લોકોએ તેને પોઝિટિવ રહેવાની સલાહ આપી હતી. લોકોએ તેને સતત વ્યસ્ત રહેવાનું કહ્યું હતું, વર્કઆઉટ કરવાનું તથા નેગેટિવ વિચારોથી દૂર રહેવાનું કહ્યું હતું. તેણે ચાર ડૉક્ટર્સ સાથે ડિપ્રેશન અંગે વાત કરી હતી. જોકે, ત્યારબાદ તેને લાગ્યું કે પોતાની જાતને વ્યસ્ત રાખવી એ આ સમસ્યાનો ઉકેલ નથી.

image source

આ પહેલાં ઈરાએ સોશિયલ મીડિયામાં 10 મિનિટનો વીડિયો શૅર કર્યો હતો.

ઈરાએ કહ્યું હતું, ‘મેં ક્યારેય કોઈને કંઈ જ કહ્યું નહોતું, કારણ કે હું માનું છું કે મારા જે વિશેષાધિકારો છે તેનો અર્થ એ થયો કે હું મારી દરેક બાબત મારી રીતે હેન્ડલ કરીશ. હું ડિપ્રેશનમાં કેમ છું, તેનો જવાબ તો હું પણ આપી શકું તેમ નથી, કારણ કે મને પણ ખબર નથી. છેલ્લાં ઘણાં વર્ષોથી હું આ વાતને સમજવાનો પ્રયાસ કરું છું કે પરંતુ મને જવાબ મળ્યો નથી. આજે હું મારી એકદમ સહજતા ભર્યા જીવન અંગે જણાવવા માગું છું. પૈસા માટે મને ક્યારેય કોઈ મુશ્કેલી પડી નથી. મારા માતા-પિતા, મારા મિત્રોએ મને ક્યારેય કોઈ બાબતનું મારા પર દબાણ કર્યું નથી. જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે મારું યૌન શોષણ થયું હતું. મને ખ્યાલ નહોતો કે શું થઈ રહ્યું છે, પરંતુ જ્યારે મને ખબર પડી તો હું તેનાથી દૂર જતી રહી હતી. હા મને ખરાબ લાગ્યું હતું કે મેં મારી સાથે આ બધું કેમ થવા દીધું, પરંતુ આ કંઈ જીવનનો એટલો મોટો આઘાત નહોતે કે હું ડિપ્રેશનમાં સરી પડું. હું મારા મિત્રો તથા પેરેન્ટ્સને મારા જીવનની દરેક વાતો કહી શકું છું, પરંતુ હું શું કહું? મારી સાથે એવું કંઈ ખરાબ થયું જ નથી, જેવું હું ફીલ કરી રહી છું. બસ આ એક વિચારે મને વાત કરતાં અટકાવી અને તેમનાથી દૂર કરી.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version