શું તમે જાણો છો બ્રહ્મા, વિષ્ણુ, મહેશમાં કયા દેવ છે શ્રેષ્ઠ? જાણી લો આજે તમે પણ

હિંદુ ધર્મ માં છત્રીસ કરોડ દેવી દેવતા છે એવું માનવામાં આવે છે. સાથે જ આ બધા દેવી દેવતાઓ ની કોઈ ને કોઈ રૂપ માં પૂજા પણ કરવામાં આવે છે. તેમાંથી સૌથી મુખ્ય ત્રીમુર્તીઓ ને માનવામાં આવે છે એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બ્રહ્મા જે આપણા સૃષ્ટિ ના રચયિતા છે, વિષ્ણુ જે આપણી ધરતી ચલાવે છે, અને મહેશ એટલે શિવ જેમને મૃત્યુ ના દેવતા કહે છે.

તેમાંથી વિષ્ણુ અને શિવ ની મહિમા અપરમ પાર માને છે, અને દરેક રૂપ માં તેમની પૂજા થાય છે, પરતું સૃષ્ટિ નું નિર્માણ કરવા વાળા ભગવાન બ્રહમ ની પુરા સંસાર માં ક્યાંક પૂજા નથી થતી બ્રહ્મા જગત ના રચેયતા અને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. બ્રહ્મા ને જગતનાં આદિ દેવ ગણવામાં આવે છે, અને તેમણે સૃષ્ટિ નું સર્જન કર્યું હોવાથી તેમનું એક નામ પ્રજાપતિ પણ છે.

image source

સમગ્ર સૃષ્ટિની રચના ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દ્વારા કરવામાં આવી છે. પરંતુ આ ત્રણેય દેવોમાં સૌથી વધારે શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુને માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુ સમયાંતરે પૃથ્વી પર અલગ અલગ અવતારમાં પ્રગટ થયા અને દુષ્ટોનો નાશ કરી પોતાના ભક્તોની રક્ષા કરી છે. આ કારણથી તેઓ ભક્તોના તો પ્રિય છે. પરંતુ શું તમે જાણો છો કે વિષ્ણુ ભગવાન ત્રિદેવમાં કયા કારણથી શ્રેષ્ઠ છે? તેની પાછળનું કારણ તમને આ રોચક કથા પર થી જાણવા મળી જશે.

એક સમય ની વાત છે તમામ દેવતાઓ એ ભૃગુને આગ્રહ કર્યો કે તેઓ નક્કી કરે કે ત્રણેય દેવોમાં શ્રેષ્ઠ કોણ છે. આ વાત માની ભૃગુ દેવો ની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેઓ સૌથી પહેલા ભગવાન મહાદેવ પાસે ગયા. તેમણે મહાદેવ ની બુરાઈ કરી અને તેમને કેટલાક પ્રશ્નો પુછ્યા, આ વાત થી ભોળાનાથ રોષે ભરાયા અને ભૃગુ ને ત્યાંથી ભગાડી દીધા.

image source

ત્યાર પછી તેઓ બ્રહ્મા પાસે ગયા અને તેમને પણ કેટલાક કટુ વચન કહી અને પ્રશ્નો પુછ્યા તો બ્રહ્માજી પણ ગુસ્સે થઈ ગયા. અંતે ભૃગુ ભગવાન વિષ્ણુ પાસે તેમ ની શ્રેષ્ઠતા ચકાસવા માટે ગયા. ભૃગુ ક્ષીર સાગરમાં પહોંચ્યા ત્યારે ભગવાન શેષ નાગ પર બિરાજમાન હતા. તેઓ શ્રીહરી ની નજીક ગયા અને આક્રોશિત થઈ ને તેમણે વિષ્ણુ ભગવાન ના વક્ષસ્થળ પર પોતાના પગ થી પ્રહાર કર્યો.

ભગવાન વિષ્ણુએ તેમના પર થયેલા પ્રહાર પછી ભૃગુ નો પગ પોતાના હાથમાં લીધો અને વિનમ્રતા થી કહ્યું, “ઋષિવર મારું વક્ષ સ્થળ કઠોર છે, તમારા કોમળ ચરણ ઘાયલ તો નથી થયા ને? તમને વાગ્યું તો નથીને”. આ ઘટનામાં ભગવાન વિષ્ણુ ની વિનમ્રતા અને સહિષ્ણુતા જોવા મળી.

image source

આથી, તેઓ દેવોમાં સર્વશ્રેષ્ઠ સાબિત થયા. આ વાત પર થી ભગવાનએ એ વાત પણ સાબિત કરી કે ભક્તિનું ફળ પણ ત્યારે જ મળે છે, જ્યારે ભક્ત તૃણ કરતાં પણ વધારે નમ્ર અને વૃક્ષ થી પણ વધારે સહનશીલ થઈને ભક્તિ કરે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ