જો તમે કરશો લોકડાઉનનો ભંગ તો જાણો કેટલા વર્ષની થશે સજા અને દંડ, આ સાથે જાણો લોકડાઉન 5 વિશે વધુમાં તમે પણ

અનલોક / લોકડાઉન તોડવા પર 2 વર્ષની સજા અને દંડ, રાતના ૯ વાગ્યાથી સવારના ૫ સુધી રાત્રી કર્ફ્યું

– દેશભરના કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન યથાવત રહેશે

– ધારા ૧૪૪ પણ લાગુ થઇ શકે છે, રાતના ૯ થી સવારના ૫ સુધી કર્ફ્યું રહેશે

image source

કોરોના સામેની જંગ ઘણો લાંબો સમય ચાલી છે. લોકડાઉન વધારી શકાય એમ ન હોવાથી છૂટછાટ સાથે લોકડાઉનને અનલોકના નવા નિયમો સાથે અમલમાં મુકાશે. જે ૧ જુનથી ૩૦ જુન સુધી ચાલશે. સરકારે બીજા ટર્મની પહેલી વર્ષગાંઠ પર લોકડાઉન 5ની જગ્યાએ અનલોકના ત્રણ તબક્કાઓની જાહેરાત કરી છે. જો કે દેશભરમાં આ લાગુ કરવું મુશ્કેલ હોવાથી નિયમો પ્રમાણે કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લોકડાઉન યથાવત જ રહેશે. ગૃહ મંત્રાલય તરફથી રજુ કરવામાં આવેલી 7 પેજની માર્ગદર્શિકામાં 5, 6 અને 7મા પેજ પર લોકડાઉન તોડવા બાબતે કડક કાર્યવાહીના આદેશો પણ અપાયા છે. આ કાર્યવાહીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાયદા 2005 મુજબ સજા અને દંડની જોગવાઇ સામેલ છે.

image source

આ વખતે સરકાર દ્વારા કરાયેલ બીજા તબક્કાની જાહેરાતમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સાર્વજનિક સ્થળો અને કામ કરવાના સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. જાહેર સ્થળો પર થૂંકવા પર સજા અને પેનલ્ટી બન્ને લાગશે. માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ કાયદો તોડનાર માટે તેમજ અન્ય લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરવાની સ્થિતિ પેદા કરનાર વ્યક્તિ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિનિયમની કલમ 9 પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ સરકારી અધિકારીઓના આદેશ ન માનવા પર IPC 188 મુજબ કાર્યવાહી પણ થઇ શકશે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અંતર્ગત સજા અને પેનલ્ટીના પ્રાવધાન

કલમ 51 – કર્મચારીઓના કામમાં વિધ્ન નાખવા અંગે

image source

જો કોઇ પણ વ્યક્તિ કોઈ સરકારી કર્મચારીને પોતાનું નિર્ધારિત કાર્ય કરવાથી રોકે છે અથવા તો કેન્દ્ર/રાજ્ય સરકારો દ્વારા સક્ષમ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલ નિર્દેશનું પાલન કરવાથી ઇનકાર કરે છે તો એવા વ્યક્તિને આ કલમ અંતર્ગત સજા આપવામા આવશે. ઉદાહરણ તરીકે આ કલમ અંતર્ગત દિશાનિર્દેશોનું ઉલ્લંઘન એટલે કે પૂજાસ્થળ પર જવું, સામાજિક કાર્યક્રમનું આયોજન કરવું વગેરે સામેલ છે, આ બધી સ્થિતિ આ સમયે ગુનો ગણવામાં આવશે. આ કલમ અંતર્ગત 1 વર્ષ સુધીની કેદ અથવા પેનલ્ટી થઇ શકે છે. જો કે જો દોષીતના લીધે કોઇના જાનમાલનું નુકસાન થાય તો આમાં 2 વર્ષની કેદ અથવા પેનલ્ટીના પ્રાવધાન પણ છે.

કલમ 53 – ધન/સામગ્રીનો દુરૂપયોગ વગેરે માટે

image source

જો કોઇ વ્યક્તિ રાહત કાર્યો માટે કોઇ પણ ધન અને સામગ્રીનો દુરૂપયોગ પોતાના ઉપયોગ માટે કરતો માલુમ પડશે અથવા તેને બ્લેકમાં વેચશે, તો આ કલમ અંતર્ગત એ વ્યક્તિ દોષી સાબિત થશે. તેમજ આ કલમ અંતર્ગત એવા વ્યક્તિને 2 વર્ષ સુધીની સજા અથવા પેનલ્ટી પણ થઇ શકે છે.

કલમ 54 – ખોટી ચેતવણી માટે

જો કોઇ પણ વ્યક્તિ ખોટી રીતે અલાર્મ અથવા તો આપદા વિશે ચેતવણી આપે છે અથવા તેની ગંભીરતા વિશે ખોટી ચેતવણી આપે કે જેના દ્વારા અન્ય લોકોમાં ડરનો ફેલાવો થઇ શકે તો એવી સ્થિતિમાં આ કલમ અંતર્ગત તે વ્યક્તિને એક વર્ષ સુધીની સજા અથવા પેનલ્ટી થઇ શકે છે.

image source

કલમ 55 – સરકારી વિભાગોના અપરાધ માટે

આ કલમ મુજબ જો કોઇ અપરાધ સરકારના જ કોઇ વિભાગ દ્વારા કરવામા આવે, તો જે તે વિભાગનો પ્રમુખ જ દોષી માનવામા આવશે અને જ્યાં સુધી એ પોતાની નીર્દોશતા સાબિત ન કરી શકે કે આ ગુનો તેની જાણકારી બહાર થયો છે, ત્યાં સુધી એ ગુનેગાર ગણાશે તેમ જ આ કલમ મુજબ સજા પણ થશે.

કલમ 56 – અધિકારીના કર્તવ્ય પાલન ન કરવા બાબતે

જો કોઇ સરકારી અધિકારી કે જેને લોકડાઉન અંગેના અમુક કર્તવ્ય કરવાના નિર્દેશ આપવામા આવ્યા હોય તેમ છતાં તે કામ કરવાથી મનાઇ કરે છે અથવા તો મંજૂરી વિના જ કામ કરવાથી પાછળ હટી જાય છે, તો આ કલમ અંતર્ગત એ દોષી ગણવામાં આવી શકે છે. તેમજ એ વ્યક્તિને 1 વર્ષની સજા અથવા પેનલ્ટી લાગી શકે છે.

image source

કલમ 57 – અપેક્ષિત આદેશનું ઉલ્લંઘન થાય ત્યારે

જો કોઇ વ્યક્તિ અપેક્ષિત આદેશો (કલમ 65 અંતર્ગત)નું પાલન કરવામાં નિષ્ફળ નીવડે છે તો આ કલમ અંતર્ગત એ વ્યક્તિ દોષી જાહેર થઇ શકે છે. તેમજ એ વ્યક્તિને આ કલમ મુજબ 1 વર્ષની સજા અથવા પેનલ્ટી કે પછી બન્ને સજાઓ સાથે થઇ શકે છે.

કાયદાની અન્ય કલમો (58,59 અને 60)

આ જ કાયદાની કલમ 58 કંપનીઓના ગૂના સાથે જોડાયેલી છે. આ સિવાયની કલમ 59 પ્રોસીક્યૂશન માટે પૂર્વ મંજૂરી (કલમ 55 અને 56ના મામલામાં) સાથે જોડાયેલી છે. કલમ 60 કોર્ટ દ્વારા નિર્ધારિત અપરાધોના સંજ્ઞાન સાથે જોડાયેલી છે.

image source

કલમ 188 અંતર્ગત સરકારી કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી

કોઇ સરકારી કર્મચારી દ્વારા આપવામા આવેલા નિર્દેશોના ઉલ્લંઘન કરવા બદલ પણ જે તે વ્યક્તિ પર આ કલમ લગાડવામા આવી શકે છે. કોઇના પર આ કલમ લગાવવા અથવા કાયદાકીય કાર્યવાહી કરવા એ જરૂરી નથી કે તે વ્યક્તિ દ્વારા નિયમ તોડવાથી કોઇનુ નુકસાન થયું જ હોય અથવા થઇ શકે એમ છે.

સજા અને પેનલ્ટી સબંધિત બે જોગવાઇ આ પ્રમાણે છે

૧. સરકાર અથવા સરકારી અધિકારી દ્વારા આપવામા આવેલા આદેશનુ ઉલ્લંઘન કરો અથવા તમારા લીધે કાયદા વ્યવસ્થા સાથે જોડાયેલા વ્યક્તિને કોઈ પ્રકારનું નુકસાન થાય છે, તો એવી સ્થિતમાં ઓછામા ઓછી એક મહિનાની જેલ અને 200 રૂપિયા પેનલ્ટી કે પછી આ બન્ને થઇ શકે છે.

image source

૨. તમારા દ્વારા સરકારી આદેશનું ઉલ્લંઘન કરવાથી માનવ જીવન, સ્વાસ્થ્ય અને સુરક્ષા વગેરે પર જો ખતરો ઉદભવે છે, તો ઓછામા ઓછી 6 મહિનાની જેલ અથવા 1000 રૂપિયા પેનલ્ટી કે પછી આ બન્ને પણ થઇ શકે છે.

જો કે રાહતની વાત એ છે કે આ બન્ને પરિસ્થિતિમાં તમને જામીન મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત