અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર વેબ સિરીઝ બ્રિથના ટ્રેલર પર રીએક્ટ કરતા લખ્યું “સુપર્બ”

Breatheનું ટ્રેલર જોઈને અમિતાભ બચ્ચને આપ્યું રીએકશન, અભિષેક બચ્ચનની દમદાર વેબ સિરીઝ

image source

બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન ઘણા સમયથી કોઈપણ ફિલ્મનો ભાગ નથી બન્યા પણ હવે એમને એક એવો ધમાકો કર્યો છે જે હાલ સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બની ગયો છે.તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન આ સમયે પોતાની આવનારી વેબ સિરીઝ બ્રિથ માટે ખબરોમાં છવાયેલા છે. આ વેબ સિરિઝનું ધમાકેદાર ટ્રેલર હાલ જ રિલીઝ થયું છે.

image source

અભિષેક બચ્ચન આમ એક પિતાનું પાત્ર ભજવી રહ્યા છે. દીકરીના ખોવાઇ ગયા બાદ એ એને કેવી રીતે શોધે છે એની આખી વાર્તા છે.લોકોએ પણ આ વેબ સિરીઝ આ ટ્રેલરને ઘણું પસંદ કર્યું છે અને અભિષેક બચ્ચનના વખાણ કરી રહ્યા છે. એટલું જ નહીં અભિષેક બચ્ચનના પિતા અને બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ અભિષેક બચ્ચનની આ વેબ સિરિઝનું ટ્રેલર જોઈ પોતાનું રિએક્શન આપ્યુ છે.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર વેબ સિરીઝ બ્રિથના ટ્રેલર પર રીએક્ટ કરતા લખ્યું છે કે “સુપર્બ”

અજય દેવગને પણ બ્રિથ2 નું ટ્રેલર જોઈને ટ્વીટ કર્યું છે કે ” અભિષેક તને ફિલ્મજગતમાં 20 વર્ષ પુરા કર્યા એ માટે અભિનંદન. તારા માટે આ જર્ની ઘણી જ રસપ્રદ રહી. આશા કરું છું કે આગળ પણ તું આમ જ સફળતા પ્રાપ્ત કરતો રહે.વેબ ડેબ્યુ માટે ખૂબ ખૂબ અભિનંદન”

અમિતાભ બચ્ચને કરેલી આ પોસ્ટ પછી લોકો એના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. બ્રિથ2 એક શાનદાર વેબ સિરીઝ સાબિત થવાની છે કારણ કે વેબ સિરિઝને પહેલા ભાગને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે.Superb.

image source

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન ઘણીવાર અભિષેક બચ્ચનની એક્ટિંગ અને ફિલ્મોને લઈને રીએક્ટ કરતા દેખાય છે.આ બાપ દીકરાની જોડી ઘણી ફિલ્મોમાં સાથે પણ જોવા મળી છે. જેમાં બંટી ઓર બબલી, સરકાર, કભી અલવિદા ના કહેના, સરકાર રાજ, પા, આગ, જુમ બરાબર જુમ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

પહેલી સિરીઝમાં આર માધવન નજરે પડ્યા હતા. અમિતાભ બચ્ચનની વાત કરવામાં આવે તો હાલમાં જ એ ફિલ્મ ગુલાબો સીતાબોમાં જોવા મળ્યા હતા અને એમની આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પે રિલીઝ થઈ હતી.

image source

વાત કરીએ બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચનની તો આ એમની પહેલી વેબ સિરીઝ છે જે 10 જુલાઈના રોજ એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવા જઈ રહી છે. સિરિઝને અલગ અલગ ભાષાઓમાં રિલીઝ કરવાની તૈયારીઓ છે.

આ સિરિઝને ક્રાઈમ થ્રિલર બતાવવામાં આવી રહી છે. સિરીઝ આવે ત્યારે તમે એને ચોક્કસ નિહાળજો પણ હાલ તમે જુઓ અભિષેક બચ્ચનની વેબ સિરીઝ બ્રિથનું આ ધમાકેદાર ટ્રેલર.

source : dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત