Site icon News Gujarat

લોકડાઉનમાં લોકો ભૂખથી બન્યા લાચાર, હોટલનુ તાળુ તોડીને ચોરીને બદલે કર્યું આ કામ

image source

સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરી જુનાગઢમાં દિલ દ્રવી ઉઠે તેવી એક ઘટના બની ગઈ છે. દરવાજા તૂટયા અને ચોરી પણ થઈ તેમ છતાંય ચોરો ઉપર ધિક્કાર છૂટવાની બદલે સહાનુભૂતિ વરસી. જેના દરવાજા તૂટયા તેમણે ફરિયાદ નોંધાવી નહીં, પોલીસને જાણકારી પણ ન આપી. શું આવું બની શકે? આ કોરોનાકાળમાં લાગે દરેક સમાચાર તમને નવાઈ પમાડશે.

image source

આ ચોરીનું કારણ હતી ભૂખ. પાપી પેટની લાચારી એવી ખરેખરી ભૂખ સામે કોઈ પણ ટકી નથી શકતું. તેમ છતાંય ભૂખની તકલીફમાં પણ પોતાના મૂલ્યો સાથે સમાધાન કર્યા વિના કટ્ટર નૈતિકતા અને ગરિમાને સાચવી શકાય છે.

image source

વાત એમ હતી કે જુનાગઢ શહેરમાં લગભગ પાંચ બેરોજગાર, ભૂખથી ત્રસ્ત થઈ ગયા અને એ ગ્રુપે ૧૨ મેના રાત્રે એટલે કે ૧૩ તારીખે એક રેસ્ટોરન્ટનો દરવાજો તોડી નાખ્યો અને રસોડામાં જઈ ભાત અને બટેટાનું શાક બનાવી ખાઈને બહાર નીકળી ગયા. પણ ત્યાં પડેલા એક પણ બીજા સમાનને અડ્યા નહીં.

image source

જૂનાગઢના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ નજીક આવેલ વૈભવ ચોકમાં, વર્ષોથી પ્રખ્યાત એવા ગજાનંદ પરોઠા હાઉસના માલિક જીતેશ ટેંકે જણાવ્યા મુજબ ઓછામાં ઓછા પાંચ લોકો અગાસી વાટે રસોડામાં ઘૂસી ગયા. સી. સી. ટી. વી. ફૂટેજમાં એક માણસ રસોડામાં ઘુસતો દેખાય છે, કાઈક શોધતો દેખાય છે. પછી તેની નજર કેમેરા ઉપર પડે છેએટલે તે કેમેરાને કપડાથી ઢાંકી દે છે. જો કે રેસ્ટોરન્ટના માલિકે દુકાન તૂટવાની કોઈ ફરિયાદ ન નોંધાવવાનો નિર્ણય લીધો છે, કારણ કે એમના રેસ્ટોરન્ટમાં કોઈ પણ વસ્તુની ચોરી થઈ નથી.

સોશિયલ મીડિયાને કારણે આ વાત બહાર આવી.

image source

જીતેશ ટેંકે કહ્યું કે ૧૩ મેના સવારે એમને પોતાની રેસ્ટોરાંતની બાજુમાંની એક ઓફિસના માલિકનો ફોન આવ્યો કે તમારી રેસ્ટોરન્ટના રસોડાનો દરવાજો ખુલ્લો છે. મે ત્યાં પહોંચી રસોડામાં જઈને જોયું તો ત્યાં વપરાયેલી પાંચ થાળી અને રસોઈ બનાવેલ થોડાક એઠાં વાસણો પડેલા હતાં. પરંતુ એ સિવાય કોઈ પણ પ્રકારનું નુકશાન કરવામાં નહોતું આવ્યું. જીતેશ ભાઈએ સોશિયલ મીડિયા ઉપર આ અલગ પ્રકારની તોડફોડનો ફૂટેજ મૂકતાં પોલીસને યઅ બાબતની જાણકારી મળી.

source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version