જાનની સાથે પોલીસ પણ પહોંચી લગ્નના માંડવે અને લીલા તોરણે જાન ફરી પાછી..

લોકડાઉન દરમિયાન થયેલા અનેક લગ્ન તેના રીત રીવાજોના કારણે ચર્ચામાં રહ્યા છે પરંતુ અનલોક-1ના પહેલા દિવસે એવા લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે જેમાં ઘરના દરવાજે લગ્ન માટે આવેલા વર અને જાનૈયાઓને લીલા તોરણે પરત ફરવું પડ્યું છે.

image source

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના લહચૂરા વિસ્તારના એક ગામમાં યુવતીએ લગ્ન માટે ત્યારે ના કહી જ્યારે વરરાજા જાન લઈને પરણવા આવી ચુક્યા હતા. પરંતુ યુવતી ટસની મસ ન થતાં જાન લગ્ન વિના જ પરત ફરી અને બીજા જ દિવસે યુવતીએ તેના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. આ અંગે વિસ્તૃત વાત કરીએ તો યુવતીના લગ્ન તેના ગામની નજીક આવેલા અન્ય ગામના યુવક સાથે નક્કી થયા હતા. પરંતુ લગ્ન નક્કી થયા ત્યારથી યુવતી ખુશ ન હતી. કારણ કે તેનું અફેર અન્ય યુવક સાથે ચાલતું હતું. યુવતીએ તેના પરીવારને આ બાબતે જાણ કરી હતી પરંતુ તેના પરીવારના લોકો તેના લવ મેરેજ થવા દેવા ઈચ્છતા ન હતા.

image source

યુવતીની ઈચ્છાને ધ્યાનમાં લેવામાં ન આવી અને તેના પરીવારે અન્ય યુવક સાથે તેના લગ્ન નક્કી કરી દીધા. બંનેના લગ્ન લોકડાઉન વચ્ચે પણ લેવાયા. પરંતુ જ્યારે નક્કી કરેલા મુહૂર્તે યુવક લગ્ન કરવા આવ્યો ત્યારે લગ્નની વિધિઓ શરુ થાય તે પહેલા જ યુવતીએ 112 નંબર પર ફોન કરી અને પોલીસ બોલાવી લીધી. યુવતીએ પોલીસને જણાવ્યું કે તેના લગ્ન તેની મરજી વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે. યુવતીએ જણાવ્યું કે તે પુખ્ત વયની છે અને અન્ય એક યુવક સાથે લગ્ન કરવા ઈચ્છે છે. આ સમગ્ર વાત સામે આવ્યા બાદ પોલીસે યુવતીના મરજી વિરુદ્ધ થતા લગ્ન અટકાવ્યા અને વરરાજા સહિતના પરીવારના લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ.

image source

છેલ્લે યુવતીની જીદ આગળ પરીવારજનો નકમસ્તક થયા અને યુવતીના લગ્ન તેના પ્રેમ સાથે કરાવવા તૈયાર થયા. બીજી બાજુ લગ્ન કરવા આવેલા યુવક અને તેના પરીવારજનો પણ પોલીસની સમજાવટ બાદ પરત ફરી ગયા. યુવતીએ પોતાના પ્રેમીને આ સમગ્ર ઘટના વિશે જણાવ્યું અને બીજા જ દિવસે પોતાના પરીવારની હાજરીમાં યુવક સાથે લગ્ન કરી લીધા.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત