આ દેશની મહારાણી પાસે નથી પોતાનો પાસપોર્ટ છતાં 100 થી વધુ દેશોની કરી ચુકી છે યાત્રા
પાસપોર્ટ એ ઓળખનો સર્વોચ્ચ પુરાવો છે અને પોતાના દેશમાં તો ઠીક પણ વિદેશમાં પણ આપણી ઓળખ પાસપોર્ટને આધારે જ સાબિત થાય છે.

જો પાસપોર્ટ વિના કોઈ દેશમાં જઈએ તો તેને ઘૂસણખોર ગણવામાં આવે છે અને તેના પર કાનૂની કાર્યવાહી પણ થઇ શકે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક દેશ એવો પણ છે જ્યાંની મહારાણી પાસે પાસપોર્ટ કે વિઝા નથી છતાં તે અત્યાર સુધીમાં 100 થી વધુ દેશોમાં યાત્રા કરી ચુકી છે.
આ મહારાણીનું નામ છે મહારાણી એલિઝાબેથ દ્રિતીય અને તે બ્રિટન દેશની મહારાણી છે. અસલમાં મહારાણી એલિઝાબેથ પાસે પોતાનો પાસપોર્ટ છે જ નહિ જયારે તેના સિવાય શાહી પરિવારના દરેક સભ્યો પાસે પોતાના પાસપોર્ટ છે અને તેઓ તેનો ઉપયોગ વિદેશયાત્રા સમયે કરે પણ છે.

બીબીસીના એક અહેવાલ મુજબ મહારાણી એલિઝાબેથને પાસપોર્ટ રાખવાની જરૂર નથી કારણ કે તે પોતે જ બ્રિટનના નાગરિકોને પાસપોર્ટ જારી કરે છે જેથી તેને પોતાને પાસપોર્ટની કોઈ આવશ્યકતા નથી. જો કે તેની પાસે ગુપ્ત દસ્તાવેજ છે જેનું મૂલ્ય પાસપોર્ટની સમક્ષ જ ગણાય છે.
કહેવાય છે કે મહારાણી એલિઝાબેથ દ્રિતીય પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ પણ નથી તેમ છતાં તે કાર ચલાવે છે. એ સિવાય તેની પાસે પોતાનું અંગત ATM મશીન પણ છે જેનો ઉપયોગ મહારાણી સિવાય શાહી પરિવારના અન્ય સદસ્યો પણ કરે છે. આ ATM મહારાણી એલિઝાબેથના સત્તાવાર નિવાસસ્થાન બકિંગહમ પેલેસના બેઝમેન્ટમાં આવેલું છે.

માહિતી મુજબ આખા બ્રિટનમાં મહારાણી એલિઝાબેથ એકમાત્ર એવી વ્યક્તિ છે જેને ઇન્કમ ટેક્સ આપવો જરૂરી નથી. છતાં વર્ષ 1992 થી મહારાણી એલિઝાબેથ પોતાની મરજીથી જ પોતાની આવક પરનો ઇન્કમ ટેક્સ સરકારને ભારે છે.
મહારાણી એલિઝાબેથ દ્રીતીયને સૂચનાના અધિકાર અંતર્ગત એવી છૂટ મળેલી છે કે તેના પર કોઈ પણ પ્રકારનો કાનૂની કેસ કરી શકતો અને તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના પુરાવા બ્રિટનની કોઈ અદાલતમાં રજુ નથી કરી શકાતા.

વળી, મહારાણી એલિઝાબેથની એક વિશેષતા એ પણ છે કે તે વર્ષમાં બે વખત પોતાનો જન્મદિવસ ઉજવે છે અને આવું કરનારી તે વિશ્વની એકમાત્ર મહારાણી છે. તેનો સત્તાવાર જન્મદિવસ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડામાં અલગ અલગ તારીખે મનાવવામાં આવે છે. બ્રિટનમાં દર વર્ષે જૂનના પ્રથમ, બીજા અથવા ત્રીજા શનિવારે મહારાણીનો જન્મદિવસ ઉજવાય છે અને તેની જાહેરાત પણ ત્યાંની સરકાર દ્વારા કરવામાં આવે છે.

તો પૂર્વી ઓસ્ટ્રેલિયામાં જૂન મહિનાના બીજા સોમવારે જયારે પશ્ચિમી ઓસ્ટ્રેલિયામાં સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં અથવા ઓક્ટોબર મહિનાના પહેલા સપ્તાહમાં મહારાણીનો જન્મદિવસ મનાવાય છે. એ સીવટ ન્યુઝીલેન્ડમાં મહારાણીનો જન્મદિવસ જૂનના પ્રથમ સોમવારે અને કેનેડામાં મે મહિનાના પહેલા સોમવારે મનાવવામાં આવે છે. જો કે મહારાણી એલિઝાબેથનો સત્તાવાર જન્મદિવસ 21 એપ્રિલના દિવસે આવે છે જે તે તેના પરિવારના સદસ્યો સાથે મનાવે છે.
source : amarujala
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત