Site icon News Gujarat

શું કુતરાઓ કરી શકે છે કોરોના સંક્રમિત વ્યક્તિની ઓળખ? બ્રિટનની સરકારે માતબર રકમનું ફાળવી દીધુ ભંડોળ પણ

હાલના સમયમાં આખી દુનિયામાં કોરોના વાયરસને લઈને ભયભીત છે અને વિશ્વભરના અનેક દેશો પોતપોતાની રીતે આ વાયરસ સામે લડવાના પ્રયાસો પણ કરી રહ્યા છે.

image source

આવો જ એક દેશ છે બ્રિટન જેને તાજેતરમાં જ કોરોના વાયરસને કાબુમાં લેવા નવતર પ્રયોગ શરુ કર્યો છે. અસલમાં બ્રિટનમાં સ્નિફર, લેબ્રાડોર અને કોકર સ્પેનિયલ પ્રજાતિના કુતરાઓ પર પ્રયોગ કરી એ જાણવાનો પ્રયાસ થઇ રહ્યો છે કે તેઓ કોરોના વાયરસથી ગ્રસ્ત થયેલા વ્યક્તિની ઓળખ કરી શકે છે કે નહિ. એટલું જ નહિ પણ આ માટે સ્નિફર કુતરાઓને નિષ્ણાંતોએ ટ્રેનિંગ આપવાનું પણ શરુ કરી દીધું છે. અને આ પ્રયોગ કરવા માટે બ્રિટનની સરકારે લગભગ પાંચ કરોડ જેવી માતબર રકમનું ભંડોળ પણ ફાળવી દીધું છે.

image source

આ પ્રયોગનું પ્રારંભિક કાર્ય લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટોપિકલ ખાતે શરુ કરાયું છે જે અંતર્ગત હાલમાં સ્નિફર, લેબ્રાડોર અને કોકર સ્પેનિયલ પ્રજાતિના કુતરાઓને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે. અને તેને કોવીડ-19 એટલે કે કોરોના વાયરસથી ગ્રસ્ત વ્યક્તિની ગંધ સૂંઘીને ઓળખ કરી શકે તે માટે સક્ષમ બનાવવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો ભવિષ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિની ઓળખ કરવામાં કુતરાઓ આપણી મદદ કરી શકશે.

image source

ઉલ્લખનીય છે કે કૂતરાંઓમાં સૂંઘવાની શક્તિ ઘણી તીવ્ર હોય છે અને દુનિયાના ઘણા દેશોમાં સ્નિફર કુતરાઓને કેન્સર, મલેરિયા અને પાર્કિસન જેવી બીમારીઓથી પીડિત વ્યક્તિઓની ઓળખ કરવા પ્રશિક્ષિત કરવામાં આવી રહ્યા છે ત્યારે નિષ્ણાંતોનું એવું માનવું છે કે જો આ પ્રજાતિના કુતરાઓને યોગ્ય તાલીમ આપવામાં આવે તો તેઓ પણ કોરોના સંક્રમિત લોકોની ઓળખ કરવામાં મદદ કરી શકે તેમ છે.

બ્રિટનના મંત્રી લોર્ડ બેથેલનું કહેવું છે કે સ્નિફર કુતરાઓને ટ્રેનિંગ દ્વારા કોરોના વાયરસ સંક્રમિત લોકોની ઓળખ માટે સક્ષમ બનાવવા એ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની ઝડપી ઓળખ કરવાના અભિયાનનો જ એક ભાગ છે અને જો આ પ્રયોગ સફળ રહ્યો તો આપણે મશીનની સરખામણીએ વધુ ઝડપથી કોરોના સંક્રમિત લોકોની ઓળખ કરી શકીશું. કારણ કે એક તાલીમબદ્ધ સ્નિફર ડોગ એક કલાકમાં લગભગ 22 લોકોનું સ્ક્રીનિંગ કરી શકશે.

image source

કોરોના વાયરસ સંબંધે જો ઉપરોક્ત પ્રયોગ સફળ થશે તો જે રીતે માસ્ક કોને કહેવાય એ ખબર પણ ના હતી એવા લોકોએ પણ માસ્ક બાંધી માસ્કની મહત્વતા વધારી દીધી છે તેમ કદાચ સ્નિફર ડોગના દિવસો આવે તો નવાઈ નહિ.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version