હૃદયને હચમચાવી નાખતી આ તસવીરો જોઇને તમને પણ આ શ્રમિક સ્ત્રી પર થશે અઢળક દુખ, કારણકે..

આ ઘટના વિષે જાણી તમને પણ સગાઓ પરથી વિશ્વાસ ઉઠી જશે

image source

2020ની શરૂઆતથી કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. આ એક એવો સમય ચાલી રહ્યો છે જ્યાં લોકોમાં, લોકોના જીવનમાં, લોકોની જીવવાની રીતમાં, લોકોના વ્યવહારમાં ઘણું બધું પરિવર્તન આવ્યું છે. આ સમયગાળામાં ગરીબ લોકોની ખૂબ પરિક્ષા લેવાઈ છે ખાસ કરીને મજૂર વર્ગ કે જેઓ રોજનું રળીને રોજ ખાતા હોય તેવા લોકોની સ્થિતિ સૌથી કફોડી બની છે. લોકડાઉનમાં તેમને હજારો કિલોમીટર ચાલીને પોતાના વતન જવાનો વારો આવ્યો હતો. આ એક એવી સ્થિતિ હતી જ્યાં અણધાર્યા લોકોની મદદ મળી તો પોતાના જ લોકોએ જાકારો આપ્યો.

રૂપિયાની તંગીએ પરિવારજનોને પોતાના જ લોકોને જાકારો આપવાનો વારો આવ્યો છે. અને ગરીબોને રસ્તે રઝળવાનો વારો આવ્યો છે આ તસ્વીરો જોઈ તમારું હૃદય પણ રડી ઉઠશે.

image source

આ એવો કપરો સમય ચાલી રહ્યો છે કે સગા ભાઈએ પોતાની બહેન અને તેના બાળકોની જવાબદારીઓ ઉઠાવવાની ના પાડી દીધી અને મહિલાએ નિરાધાર રીતે પોતાના બાળકો સાથે ભટકવાનો વારો આવ્યો. અને સાઇકલ રીક્ષા લઈને મહિલા પોતાના બાળકોને લઈ વતન જવા નીકળી પડી. જાતે રિક્ષા ચલાવતી અને સાથે સાથે પોતાના બાળકોનું પણ પોષણ કરતી આ મહિલાએ ભારે દુઃખ વેઠ્યું છે. ધીમે ધીમે તે સફર ખેડતી ખેડતી તે ઉન્નાવ જિલ્લાના સફીપુર મંદિરે પહોંચી લોકોએ તેની સ્થિતિ જાણી તેની મદદ કરી. લોકોએ તેને ભરપેટ ભોજન આપ્યું અને પાણી પણ પીવડાવ્યું. ધીમે ધીમે આ સ્ત્રીની સ્થિતિની વાત અહીંના ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચી અને તેમણે તેણીને મદદ કરવાનું વચન આપ્યું.

image source

અહીંના સફેપુર તાલુકાના વજીરગંજ ગામના રહેવાસી એવા ઘસીટેની દીકરી શિવદેવીના આશરે 10 વર્ષ પહેલાં ફતેહપુર ચૌરાસી બ્લોકમાં આવેલા હરસિંઘપુર મજરા જાજામઉમાં રહેતા દીપક સાથે લગ્ન કરાવવામા આવ્યા હતા. શરૂઆતમાં બધું બરાબર ચાલ્યું પણ એક વર્ષ પહેલાં પતિ સાથે ઝઘડો થતાં પતિએ તેણીને બાળકો સહીત ઘરની બહાર કાઢી મુકી. બિચારી ક્યાં જાય એક દીકરી અને બે દીકરાને લઈને તે પિયરમાં પોતાના ભાઈ પાસે આવી ગઈ. છેલ્લા એક વર્ષથી તેણી પિયરમાં જ રહેતી હતી. પણ લોકડાઉન દરમિયાન દરેક ગરીબ માણસની સ્થિતિ કફોડી થઈ ગઈ ભાઈએ પણ બહેન પ્રત્યેની પોતાની જવાબદારીથી હાથ ખંખેરી લીધા.

image source

કંઈ પણ કરીને તેણી બાળકો સાથે બે કિલોમીટર દૂર ચાલીને સફીપુર તાલુકામાં પોહંચી અને ત્યાં તેણીએ રાશનકાર્ડ માટે અરજી કરી રાશન કાર્ડ મેળવ્યું અને તેના આધારે તેણે મહિનાનાં કરિયાણાની વ્યવસ્થા કરી લીધી. પણ બીચારી પાસે માથુ ઢાંખવા માટે ઘર નહોતું. તેણે તો રિશામાં બાળકો અને જે બચ્યો કુચ્યો સામાન હતો તે નાખ્યો અને, બળબળતી ગરમીમાં પોતાના પિયરથી 2 કિલો મિટર દૂર રસ્તા પરના એક ઝાડના છાંયડે આશરો લીધો. જ્યારે મહિલાને આ રીતે રઝળતી કેટલાક લોકોએ જોઈ તો કેટલાક લોકો તરત જ તેની મદદે આવી ગયા અને તેને ભોજન તેમજ પાણી પુરા પાડ્યા અને ત્યારબાદ તેણીએ અહીંના મંદિરના પ્રાંગણમાં આશરો લીધો.

image source

શિવદેવીની કપરી સ્થિતિ જોઈ ગામના લોકોએ અહીંના ડેપ્યુટી કલેક્ટર રાજેન્દ્ર કુમારને તેની આપબિતિ વિષે જણાવ્યું. આખીએ ઘટના જાણ્યા બાદ ડેપ્યુટી કલેક્ટરે તેની સાસરી અને પિયર પક્ષ સાથે સમાધાન કરાવવા માટે પ્રયાસ કર્યો. અને જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી તેણીને પુરતું રાશન પણ આપવામા આવ્યું. અહીંના એડીઓ પંચાયત છોટેલાલે જણાવ્યું કે શિવદેવીનું નામ આવાસની પાત્રતાની યાદીમાં નોંધાવી દેવામાં આવ્યું છે. જોકે આ ગામની સરપંચ રામપ્યારીએ કેટલીક મુશ્કેલિઓ વિષે પણ જણાવ્યું કે ગ્રામ સભા પાસે કોઈ સરકારી જમીન નથી કે તેણીને આવાસ બાંધવા માટે આપી શકાય. તેના માટે તેના સાસરી કે પછી પિયરવાળા જો જમીનનો થોડો ટુકડો આપે તો ઘર બાંધી શકાય. પણ હાલ કોઈ જ સમાધાન થયું નથી. શિવદેવી અને તેના રઝળી પડેલા બાળકોને માથું ઢાંકવા છાપરું મળશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત