પહેલા પતિ અને પછી ભાઈએ ઘરમાંથી કાઢી મુકતા 3 સંતાનો સાથે રઝડી પડી મહિલા, તસવીરો જોઈ ધ્રુજી જશે તમારું પણ મન

લોકડાઉનમાં ભાઈએ પોતાની બહેન અને તેના બાળકોને ભારણ ગણાવી અને ઘરમાંથી કાઢી મુક્યાની ઘટના બની છે. ભાઈએ કાઢી મુક્યા બાદ બહેન તેના બંને સંતાનોને રિક્ષામાં બેસાડી અને બળબળતા તાપમાં ખુલ્લા પગે નીકળી પડી.

image source

બાળકોને સામાન સાથે રિક્ષામાં બેસાડી અને મહિલા રિક્ષા ખેંચતી ખેંચતી ઉન્નાવ જિલ્લાના સફીપુર સ્થિત મંદિરે પહોંચી હતી. અહીં સ્થાનિકોએ તેને ખાવા માટે ભોજન અને પીવા પાણી આપ્યું. આ અંગે લોકોએ એસડીએમને જાણકારી આપી હતી.

અધિકારીઓએ આ સમસ્યાનું સમાધાન કાઢવાનું મહિલાને આશ્વાસન આપ્યું છે.

image source

સફીપુર ક્ષેત્રના વજીરગંજ ગામ નિવાસી ઘસીટેની દીકરી શિવદેવીના લગ્ન 10 વર્ષ પહેલા ફતેહપુરના જાજામઉ નિવાસી દીપક સાથે થયા હતા. એક વર્ષ પહેલા ઝઘડો થયા બાદ પતિએ તેને ઘરમાંથી ત્રણ બાળકો સાથે કાઢી મુકી હતી. શિવદેવી પોતાની 8 વર્ષની દીકરી દીપાંશી, 6 વર્ષના દીપાંશુ અને 2 વર્ષના શિવાંશુ સાથે પોતાના પિયર એટલે કે ભાઈના ઘરે આવી હતી. ત્યારથી તે પોતાના પિયરમાં રહેતી હતી.

image source

પરંતુ લોકડાઉન દરમિયાન સ્થિતિ ખરાબ થઈ તો 2 મેના રોજ તે 2 કિલોમીટર પગપાળા પોતાના બાળકોને સાથે લઈ તાલુકામાં પહોંચી હતી. અહીં તેને અનાજ માટે એડીઓ પંચાયતમાં રેશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કરી હતી. શિવદેવીએ જેમ તેમ કરીને એક માસ તો પસાર કર્યો પરંતુ ત્યારબાદ તેના ભાઈએ પણ તેમને મદદ કરવાની ના કહી દીધી અને પતિના ઘરે જવા કહી દીધું.

image source

પતિ બાદ પિયરમાંથી પણ કાઢી મુકવામાં આવતા શિવદેવી પોતાના સામન સાથે હાથ રિક્ષામાં બાળકોને બેસાડી નીકળી પડી. તે બળબળતા તાપમાં 2 કિલોમીટર ચાલી અને સફીપુર સ્થિત શંકરીદેવી મંદિર પાસે એક ઝાડ નીચે છાયો કરી બાળકો સાથે આરામ કરવા રોકાઈ હતી. સ્થાનિકોએ મહિલાને આવી હાલતમાં બાળકો સાથે જોઈ તો તેમને ભોજન પુરુ પાડ્યું. ત્યારબાદ શિવદેવી બાળકો સાથે મંદિર પરિસરમાં રોકાઈ છે.

image source

આ મામલે એસડીએમ રાજેન્દ્ર કુમારે કહ્યું છે કે તેના પિયર અને સાસરાપક્ષ સાથે વાત કરી આ સમસ્યાનું સમાધાન લાવવામાં આવશે. મહિલાને અનાજ અને જરૂરી વસ્તુઓ પુરી પાડવામાં આવી છે. શિવદેવીના નામે આવાસ માટે અરજી પણ કરવામાં આવી છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત