જાણો વિશ્વનાં ધનાઢય દેશો પૈકી એક એવા બ્રુનેઇ વિશે રોચક માહિતી

વિશ્વના લગભગ દરેક દેશોની કોઈને કોઈ વિશેષતા અને રોચક જાણકારી હોય છે જેને કારણે તે અન્ય દેશોથી અલગ તરી આવે છે. આવો જ એક દેશ છે બ્રુનેઇ. આજના આ જાણવા જેવું વિભાગમાં અમે આપને બ્રુનેઇ દેશ વિશે થોડી રોચક માહિતી આપી રહ્યા છીએ જે તમારા માટે જ્ઞાનસભર બની રહેશે.

image source

ઇન્ડોનેશિયા પાસે આવેલા આ દેશમાં આજેપણ રાજાશાહી શાસન ચાલે છે. અન્ય દેશોની જેમ આ દેશ પણ પહેલાના સમયમાં અંગ્રેજ શાસન સહન કરી ચુક્યો છે તથા તેને 1 જાન્યુઆરી 1984 ના દિવસે સ્વતંત્ર થયો હતો. એ સિવાય અહીં મહિલાઓને વોટિંગ કરવા પર પ્રતિબંધ છે તથા મોટાભાગના ઘરોમાં દીવાલ પર પોતાની પત્નીની તસ્વીર લગાવવાનો પણ સ્થાનિક રિવાજ છે. વળી અમુક ઘરોમાં બ્રુનેઇના રાજા અથવા સુલતાનની તસવીરો પણ રાખવામાં આવે છે.

image source

બ્રુનેઇ દેશની વધુ રોચક વાતો વિશે જાણીએ તો બ્રુનેઇમાં મહદઅંશે દારૂબંધી અમલી છે અહીં સાર્વજનિક સ્થાનો પર દારૂ પીવો ગુનાહિત કૃત્ય છે. બ્રુનેઇના સ્થાનિક લોકો ફાસ્ટ ફૂડને વધુ પસંદ નથી કરતા અને આ જ કારણ છે કે અહીં મેકડોનાલ્ડ જેવા નામાંકિત બ્રાન્ડના રેસ્ટોરન્ટ નહિવત છે. વળી શિસ્તમાં પણ બ્રુનેઇના લોકો અગ્રીમ સ્થાને છે ત્યાં સુધી કે તેઓ જાહેર રસ્તા પર ચાલતા ચાલતા ખાવા પીવાને પણ નાપસંદ કરે છે.

image source

બ્રુનેઇ વિશે એવું પણ કહેવાય છે કે આ દેશમાં જેટલા ઘરો છે એથી વધુ લોકો પાસે કારો છે. એક રિપોર્ટ મુજબ બ્રુનેઇના પ્રતિ 1000 લોકો પૈકી 700 લોકો પાસે કાર છે. અસલમાં અહીં કારોની સંખ્યા આટલી વધુ હોવાનું એક કારણ ઇંધણનો ભાવ પણ છે. અહીં પેટ્રોલ ડીઝલના સસ્તા ભાવ ઉપરાંત પરિવહન ટેક્સ પણ સાવ નજીવો છે.

image source

બ્રુનેઇના રાજા અથવા સુલતાન એટલા ધનાઢય છે કે તેની ગણના વિશ્વના સૌથી અમીર શાસકોમાં થાય છે. 2008 ની એક રિપોર્ટ અનુસાર તેની કુલ સંપત્તિ 1363 અરબ રૂપિયા જેટલી હતી. ગાડીઓના શોખીન એવા બ્રુનેઇના સુલતાન પાસે લગભગ 7000 જેટલી કારો છે. ઉપરાંત તેની અંગત કાર સોને મઢેલી છે. વળી તેઓ જે મહેલમા રહે છે તે મહેલની ગણના પણ વિશ્વના વિશાળ રહેણાંક મહેલ તરીકે થાય છે અને તેમાં 1700 થી વધુ ઓરડાઓ આવેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત