બસ એક ગેરસમજણ… – માતાને ખોટી સમજીને દીકરાએ માતા પર કર્યો આરોપ અને પછી…

વિદ્યા બેન પચાસ વર્ષ ના હતા… તેમના પતિ મુળજી ભાઈ મૃત્યુ પામ્યા હતા આથી તે પોતાના એક ના એક દીકરા સંજય અને વહુ રીના સાથે રહેતા.. સંજય અને રીના બન્ને નોકરી કરતા આથી તેમના દીકરા રેયાન ને તેઓ જ઼ સાંભળતા.. રેયાન નું સ્કૂલ થી માંડી ને તેનું ખાવુ, પીવું, રમવું, લેસન કરાવવું એમ સઘળું તે જ઼ સાંભળતા… ઉપરાંત બને તેટલી રીના ને પણ ઘરકામ માં મદદ કરતા…

એક દિવસ ની વાત છે.. રેયાન આજે શાળા માંથી પોતાના બેગ માં કોઇ ની નવી જ઼ પેન્સિલ પોતાની સાથે લઇ આવ્યો..આથી વિદ્યા બેને તેને પ્રેમ થી પૂછ્યું. ” રૅયુ આ પેન્સિલ તો તારી તો નથી તો પછી કોની છે???? ” મારી જ઼ છે બા, એતો મને મમ્મી એ લઇ આપી હતી… ”

image source

વિદ્યા બેન જાણતા હતા કે રેયાન આજે જૂઠું બોલી રહ્યો છે… છતાંય વિદ્યા બેને તેને ખૂબ પ્રેમ થી જેની પણ પેન્સિલ હોય તેને પાછુ આપી દેવા જણાવ્યું પણ રેયાન ની તેના પર કોઇ અસર ન થઈ તે બીજે દિવસે વધારે ને વધારે વસ્તુ લાવતો થઈ ગયો.. આથી વિદ્યા બેન જાણી ચુક્યા હતા કે તો રેયાન ને હમણાં જ઼ રોકવા માં નહીં આવે તો આગળ જતા ચોર બનતા વાર નહીં લાગે…

image source

વિદ્યા બેને આજે રેયાન નું થોડું સખ્તતાય થી કામ લેવાનું વિચાર્યું અને કહ્યું કે “રેયાન આજે તુ ફરી કોઇ ની પેન્સિલ, રબર લઇ આવ્યો, બા એ ના કહ્યું છતાંય તુ રોજ કાઇને કઈ લઇ અવે છે, જો એમ ચાલુ રહેશે તો તને પોલીસ સાથે પકડાવી દઈશ ” વિદ્યા બેન આજે રેયાન ને થોડી બીક બતાવવા માંગતા હતા જેથી તે આગળ થી એવું કઈ પણ ના કરે પણ શું એટલા માં જ઼ સંજય અને રીના ત્યાં આવી ચડ્યા અને પોતના દીકરા ને એમ લડતા જોઈ ને વિદ્યા બેન ને ખૂબ જ઼ ખરી ખોટી સંભળાવી દીધી.. “ના જાણે રોજ કેટલું લડતા હશો બિચારા ને ” બન્ને માંથી એક પણ પુત્ર માયા માં વિદ્યા બેન ની વાત સાંભળવા જ઼ ન હતા માંગતા અને વિદ્યા બેન ને બોલ્યે જ઼ જતા હતા ”

આખરે વિદ્યા બેન રહ્યા તો એક હર્ટ ના દર્દી !! તેમને આ વાત થી દિલ માં ડૂમો ભરાય આવ્યો અને હાર્ટ એટેક થી મૃત્યુ પામ્યાં..

image source

રેયાન ને ઉછેરવો તે હવે રીના અને સંજય માટે એક ચેલેન્જ બરાબર હતું… આથી બન્ને વચ્ચે પણ ઘણી વાર ઝગડો પણ થઈ જતો.. એવામાં રેયાન પ્રત્યે વધારે ધ્યાન ન અપાતા રેયાન ની ચોરી ની વૃત્તિ એ વધારે જોર પકડ્યું અને પેન્સિલ થી માંડી ને સ્કૂલ ના બાળકો નું લંચ બોક્સ, પાણી ની બોટલો પણ ઘરે લાવવા માન્ડ્યો આથી સૌ બાળકો એ રેયાન ની ક્મ્પ્લેન ટીચર ને કરી અને ટીચરે સંજય ભાઈ અને રીના ને શાળા એ બોલાવ્યા…

” જોવો સંજય ભાઈ અને રીના બહેન તમારો દીકરો વર્ગ માં છેલ્લા એક મહિના થી ચોરી કરે છે સૌ વિદ્યાર્થી નું કઈ ને કઈ ઘરે લઇ અવે છે જો તેને રોકવમાં નહીં અવે તો મજબૂરી તેનું નામ કમી કરવું પડશે. ”

image source

આ વાત સાંભળીને બન્ને એક બીજા સમક્ષ ખૂબ જ઼ દુઃખ પૂર્વક જોવા લાગ્યા અને વિદ્યા બેન પોતાના દીકરા સાથે બિલકુલ બરોબર કરતા હતા તેમનું ભાન થયું.. આજે એક ગેરસમજણ ને કારણે સંજય ને રીના એ દેવ જેવા વિદ્યા બહેન અને પોતના દીકરા પણ ખોઈ બેઠા… !!!

image source

આજે વિદ્યા બહેન જીવતા હોત તો આ નોબત કયારેય ન આવતી તેનો પારાવાર પસ્તાવો બન્ને આજે અનુભવી રહ્યા હતા… ઘર ના મોટા સ્વજનો બાળકો માટે જે પણ કઈ કરે તે સારા માટે જ઼ હોય છે તે આજે સંજય અને રીના જાણી ગયા… આખરે મહા મેહનત પછી તેમને રેયાન ની આ ટેવ સુધારી…. અસ્તુ

લેખક : જીનલ ટેલર ” વિહા “

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,