Site icon News Gujarat

200 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં BSNL લાવ્યું છે ખાસ પ્લાન, જાણો કોલિંગ અને ઈન્ટરનેટ ડેટા વિશેની તમામ વાતો

જો તમે ઓછી કિંમતમાં સસ્તો અને સુવિધા વાળો પ્લાન શોધી રહ્યા છો તો BSNL તમારા માટે ખાસ પ્લાન લોન્ચ કરી ચૂકી છે. BSNL તમને ફક્ત 187 રૂપિયામાં 56 જીબી ઇન્ટરનેટ ડેટાની સાથે અન્ય અનેક સુવિધાઓ પણ આપે છે.

કોરોનાના સમયમાં વર્ક ફ્રોમ હોમની સુવિધા વધી છે ત્યારે એવામાં લોકો ઘરેથી કામ કરવા માટે ખાસ પ્લાન શોધી રહ્યા છે. જે સસ્તા પણ હોય અને સારી સુવિધા મળી રહે. સરકારી ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ BSNLતો ગ્રાહકોને માટે ખાસ રિચાર્જ પ્લાન રજૂ કરે છે. તેનાથી એરટેલ, વોડાફોન કે આઈડિયા જેવી કંપનીઓને પણ ટક્કર મળે છે. BSNLના ગ્રાહકોને 187 રૂપિયાના પ્લાન પણ છે. તેમાં ગ્રાહકોને વધારે ડેટા મળે છે.

image source

187 રૂપિયામાં 56 જીબી ડેટા સાથે મળે છે ખાસ સુવિધાઓ

BSNLના પ્લાનમાં ગ્રાહકોને 187 રૂપિયામાં 56 જીબી ડેટાની સાતે અનલિમિટેડ કોલિંગ અને એસએમએસની સુવિધા પણ મળે છે. આ પ્લાનની વેલિડીટી 28 દિવસની છે. એટલે કે આ પ્લાનમાં ગ્રાહોકને માટે રોજના 2 જીબી ડેટા આપવામાં આવે છે.

શું છે કોલિંગની સુવિધા

કોલિંગની વાત કરીએ તો આ પ્લાનમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગની સાથે લોકલ / એસટીડી/ રોમિંગ કોલ દિલ્હી અને મુંબઈમાં એમટીએનએલની સુવિધા મળે છે. આ સિવાય પ્લાનમાં 100 એસએમએસ પણ મળે છે અને સાથે જ આ પ્લાનમાં તમને BSNLની ટોન પણ ફ્રીમાં મળે છે.

image source

ફાઈબર બ્રોડબેન્ડ પર ઓફર

BSNLએ હાલમાં પોતાના ગ્રાહકોને માટે ખાસ ઓફરની જાહેરાત કરી છે. કંપની આ ઓફરમાં ભારત ફાઈબર યૂઝર્સને ગૂગલ નેસ્ટ અને ગૂગલ મિની સ્પીકરને ડિસ્કાઉન્ટની સાથે આપી રહી છે. જાણકારીને માટે આ ઓફર ફક્ત 90 દિવસ સુધી વેલિડિટી છે જે 14 જુલાઈ સુધી 2021 સુધી છે.

શરત એ છે કે તમારી કંપનીના 799 રૂપિયા કે તેની ઉપરના ભારત ફાઈબર બ્રોડબેન્ડ પ્લાન લેવાના રહેશે. આ પ્લાનની કિંમત એકવારમાં ભરી જેવાયતો તમે કંપની ગૂગલ નેસ્ટ મીની કે ગૂગલ નેસ્ટ હબ સ્માર્ટ ડિવાઈસને ફક્ત 99 રૂપિયા અને 199 રૂપિયા મહિનાનો ચાર્જ અપાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version