ફોઇ-ભત્રીજો એકબીજાના પ્રેમમાં થઇ ગયા પાગલ, અને મંદિરમાં કરી લીધા લગ્ન, અને મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

બિહારમાં ફુઈ અને ભત્રીજાએ કર્યા મંદિરમાં લગ્ન, ઘણા લાંબા સમયથી તેમની વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો

બંનેના સંબંધોમાં છે એકબીજાના ફુઈ અને ભત્રીજા

image source

લોકડાઉનને કારણે, જ્યારે કેટલાક લોકો તેમના લગ્નની તારીખ મુલતવી રાખી રહ્યા છે, તો ત્યારે કેટલાક લોકો આવી સ્થિતિમાં પણ જેમ તેમ કરીને પોતાને લગ્નના બંધનમાં બાંધી રહ્યા છે. આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે, રોહતાસ જિલ્લાના બડહરી સહાયક પોલીસ સ્ટેશન વિસ્તારના અગરસી ડિહરા ગામમાં. જ્યાં યુવક-યુવતીએ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. બંને એક જ વિસ્તારના રહેવાસી છે. તેમજ લોકોનું કહેવું છે કે બંને ગામના સંબંધોમાં એકબીજા ફુઈ ભત્રીજો પણ છે. બંને વચ્ચે ઘણા લાંબા સમયથી પ્રેમ પ્રસંગ ચાલતો હતો, જેના કારણે યુવતીના પરિવારે તેને દિલ્હીમાં કૌશલ્ય વિકાસ તાલીમ માટે દિલ્હી મોકલી દીધી હતી.

ગામલોકો પણ કર્યો આ લગ્નનો વિરોધ

image source

ગામલોકોએ આ લગ્નનો વિરોધ પણ વિરોધ પણ કર્યો હતો. આ સમય દરમિયાન પ્રેમી યુવક પણ નોકરી માટે જમ્મુ પણ જતો રહ્યો હતો. તે પછી પણ બંને એકબીજાના સંપર્કમાં રહેતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર યુવતી સીતા કુમારીની ઉંમર 19 વર્ષ છે જ્યારે યુવકની ઉંમર પણ 19 વર્ષ જ છે. થોડા દિવસો પહેલા જ્યારે તેઓ ગામ પરત ફર્યા ત્યારે તેમણે લગ્ન કરી લીધા, જેનો ગામ લોકોએ વિરોધ કર્યો હતો કારણ કે બંને એક જ જાતિથી સંબંધ રાખે છે. જ્યારે લગ્નને લઈને વિવાદ વધવા માંડ્યો ત્યારે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો.

યુવતી એ બતાવ્યું તેનું આધારકાર્ડ

image source

બાદમાં ગ્રામજનોએ પંચાયત બોલાવી અને બંને પરિવારોની સંમતિથી બરહરી પોલીસ સ્ટેશન નજીક શિવમંદિરમાં બંનેના લગ્ન કરાવ્યા. આ દરમ્યાન યુવક પક્ષના અને યુવતી પક્ષના ઉપરાંત ગામના લોકો પણ ત્યાં હાજર રહ્યા હતા. કેટલાક લોકોએ લગ્ન સમયે છોકરીની ઉંમર અને સંબંધ વિશે સવાલો પણ ઉઠાવ્યા હતા. જે બાદ યુવતીએ પોતાનું આધારકાર્ડ બતાવ્યું હતું, જેમાં તેની ઉંમર 19 વર્ષની છે. સીતા કુમારીએ એમ પણ જણાવ્યું હતું કે ગામના સંબંધમાં આ યુવક મનુ કુમાર તેનો ભત્રીજો થાય છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા 550 થી વધુ

image source

બિહારમાં કોરોના વાયરસ સતત ફેલાઈ રહ્યો છે. બિહાર આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ સંજય કુમારે જણાવ્યું હતું કે, શુક્રવારે, 6 વધુ નવા કોરોના પોઝિટિવ કેઝ આવ્યાં છે. ત્યારબાદ, બિહારમાં કુલ કોરોના વાયરસ પોઝિટિવ દર્દીઓ 556 પર પહોંચી ગયા છે. આ તમામ 6 દર્દીઓની ઓળખ સમસ્તીપુરમાં કરવામાં આવી છે.

source: daily hunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત