ભવ્ય બકિંઘમ પેલેસ વિષેની આ વાતો તમે ક્યારેય નહીં જાણી હોય

ભવ્ય બકિંઘમ પેલેસ વિષેની આ વાતો તમે ક્યારેય નહીં જાણી હોય

image source

લંડનમાં આવેલા બકિંઘમ પેલેસ વિષે તમે ક્યારેકને ક્યારેક તો કંઈક સાંભળ્યું જ હશે. આ ભવ્ય મહેલ બ્રિટિશ રાજઘારાનાનું અધિકૃત નિવાસસ્થાન છે. બ્રિટેનની મહારાણી એલિઝાબેથ દ્વિતિય આ મહેલમાં રહે છે, પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ મહેલ રાણીની પોતાની અંગત સંપત્તિમાં નથી આવતો, કારણ તેના પરનો માલિકીની હક્ક બ્રહિટિશ સરકારનો છે. આ મહેલ સાથે ઘણી બધી રસપ્રદ વાતો જોડાયેલી છે. જે તમે કદાચ ક્યારેય નહીં જાણી હોય તો ચાલો અમે તમને આજે ભારત પર રાજ કરનારી રાણી વિક્ટોરિયાના વંશજો જે મહેલમાં આજે ભવ્ય જીવન જીવી રહ્યા છે તે વિષે જણાવીએ.

image source

1703ના વર્ષમાં ડ્યૂક ઓફ બકિંઘમ માટે લંડનમાં રહેવા માટે એક વિશાળ ટાઉન હાઉશનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને તેને જ આજે લોકો બકિંઘમ પેલેસ તરીકે ઓળખે છે. 1837ના વર્ષમાં ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાએ આ મહેને પોતાના અધિકૃત નિવાસ તરીકે જાહેર કર્યું હતું. તેણી બકિંઘમ પેલેસમાં રહેનારી પ્રથમ રાણી હતી.

બકિંઘમ પેલેસમાં કુલ 775 ઓરડા છે. જેમાંથી 52 ઓરડાઓ શાહી છે, એટલે કે તે ઓરડામાં માત્ર રાજઘરાનાના સભ્યો જ રહી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ભવ્ય મહેલમાં કુલ 1514 દરવાજા આવેલા છે અને 760 બારીઓ આવેલી છે. આ ઉપરાંત આ મહેલમાં 350 કરતા વધારે ઘડિયાલ પણ લગાવવામાં આવી છે.

image source

પેલેસનું પોતાની પ્રાઇવેટ એટીએમ પણ છે

આ મહેલમાં માત્ર તેમના રાજઘરાનાના લોકો માટે એક એટીએમ મશીન પણ લગાવવાં આવ્યું છે. તેનો ઉપયોગ માત્ર રાજઘરાના સાથે સંબંધીત લોકો જ કરી શકે જેમ કે ક્વીન, રાજકુમારો અને તેમની પત્નીઓ.

બકિંઘમ પેલેસમાં સૌ પ્રથમ ઇલેક્ટ્રીસીટી 1883માં આવી હતી. આજે આ ભવ્ય અને વિશાળ મહેલમાં પ્રકાશ ફેલાવવા માટે આશરે 40 હજાર બલ્બનો ઉપયોગ કરવામાં આવે છે. તમને કદાચ ખબર નહીં હોય પણ બકીંઘમ પેલેસ ઇંગ્લેન્ડના સૌથી મોટા મહેલોમાંનો એક છે અને અહીંનું ગાર્ડન લંડનનું સૌથી મોટું અંગત ગાર્ડન છે.

image source

રોયલ ફેમિલિનો એક ફેન ત્રણ વાર મહેલમાં ઘૂસી ચૂક્યો છે

વાસ્તવમાં એક નાનકડો કીશોર કે જેનું નામ એડવર્ડ જેન્સ હતું તે રોયલ ફેમિલિ વિષે મનમાં ભારે કૂતુહલ ધરાવતો હતો. અને તેણે ત્રણ વાર બિનઅધિકૃત રીતે પેલેસમાં પ્રવેશ કર્યો છે. માત્ર તેટલું જ નહીં પણ તેણે પેલેસના કીચનમાંથી ખાવાનું પણ ચોર્યું હતું.

800 કરતાં પણ વધારે લોકો રહે છે આ ભવ્ય મહેલમાં

image source

જો તમને લાગતું હોય કે આ મહેલમાં માત્ર ક્વીન જ રહે છે તો તેવું નથી. તેમની સાથે પ્રિન્સ ફિલિપ, પ્રિન્સ એડવર્ડ, તેમના પત્ની તેમની દીકરી પણ રહે છે. આ ઉપરાંત તેઓ આખા મહેલને મેનેજ કરવા માટે 800 કરતાં પણ વધારે કર્મચારીઓનો સ્ટાફ પણ ધરાવે છે.

મહેલના આ સંકેતથી તમે જાણી શકો છો ક્વિન મહેલમાં છે કે નહીં

image source

જો તમે લંડન ફરવા ગયા હોવ અને પેલેસની આસપાસથી પસાર થઈ રહ્યા હોવ તો મહેલનો એક સંકેત તમને જણાવી શકે છે કે ક્વિન મહેલમાં છે કે નહીં. અને તે છે મહેલ પર ફરકતો યુનિયન ફ્લેગ. કે જો મહેલ પર યુનિયન ફ્લેગ ફરકી રહ્યો હોય તો તમારે સમજવું કે તેણી પેલેસમાં નથી. અને જો ત્યાં રોયલ સ્ટાન્ડર્ડ ફ્લેગ ફરકી રહ્યો હોય તો તેણી પેલેસમાં છે તેવું માનવું.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત