આવતીકાલે રજૂ થશે બજેટ, જાણો અજાણી વાતો

આવતીકાલે જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે અનેક પ્રકારની વાતો તમારે જાણી લેવી જરૂરી છે. જેમકે બજેટ શા માટે તૈયાર કરાય છે અને તેને સંસદના બંને સદનમાં શા માટે પાસ કરાવવાનું હોય છે. બજેટ રજૂ કરવા રાષ્ટ્રપતિની પરમિશન જરૂરી છે અને તેને પાસ કરવા માટે સંસદના બંને સદનની મંજૂરી જરૂરી છે. આ સાથે અન્ય કેટલીક વાતો પણ છે જે ભાગ્યે જ તમે જાણતા હશો. તો આજે જાણો તમામ અજાણી વાતો.

જાણો બજેટની કેટલીક અજાણી વાતો વિશે

કોણ લાવ્યું બજેટ માટેનો અંતરિમ શબ્દ

image source

ચેટ્ટીએ 1948-49ના બજેટમાં પહેલી વાર અંતરિમ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ટૂંકા ગાળાના બજેટ માટે પહેલા વચગાળાના બજેટ એવો શબ્દ વપરાતો હતો. આ પછી નવો શબ્દ આવ્યો અંતરિમ બજેટ.

આ સમયથી બજેટ હિંદી ભાષામાં રજૂ કરાયું

સૌ પહેલાં બ્રિટિશરોના સમયમાં બજેટને અંગ્રેજીમાં રાખવામાં આવતું હતું પરંતુ થોડા સમય બાદ એટલેકે લગભગ 1955થી બજેટને હિંદીમાં તૈયાર કરાયું. ત્યારથી આજ સુધી બજેટને હિંદી ભાષામાં રજૂ કરાય છે.

હલવા સેરેમની

image source

બજેટના છાપવા માટે મોકલતા પહેલા નાણાં મંત્રાલયમાં હલવો એટેલે કે શીરો ખાવાની પરંપરા ચાલી આવે છે. આ વિધિ પછી નાણાં મંત્રાલયના અધિકારીઓ બજેટ રજૂ ન થાય ત્યાં સુધી નાણામંત્રાલય સિવાય તેઓ કોઈની સાથે સંપર્કમાં રહેતા નથી.

મહિલામંત્રી તરીક બજેટ રજૂ કરનારા પહેલા મહિલા

image source

ભારતના પ્રથમ મહિલા નાણાંમંત્રીના રૂપમાં ઇન્દિરા ગાંધીએ 1970 માં કેન્દ્રીય બજેટ (યુનિયન બજેટ)રજુ કર્યુ હતું. તે સમયે તે દેશના વડા પ્રધાન પણ હતા. આ સાથે જ તેઓ નાણાં મંત્રાલય સંભાળતા હોય તેવા એકમાત્ર મહિલા હતા. ભારતના ઈતિહાસમાં તે એેક જ વ્યક્તિ છે જેઓએ સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ પછી નિર્મલા સીતારમણનું નામ આવે છે. તે દેશની પ્રથમ નાણામંત્રીના રૂપમાં કાર્યભાર સંભાળી રહ્યા છે.

જાણો અત્યાર સુધીમાં કોણે સૌથી વધુ વખત રજૂ કર્યું બજેટ

image source

દેશના પૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઇએ સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ એકમાત્ર વ્યક્તિ હતા જેઓ 6 વખત નાણામંત્રી અને 4 વાર નાયબ વડાપ્રધાન રહ્યા હતા. 10 બજેટમાં 2 વખત તેઓએ વચગાળાના બજેટ પણ રજૂ કર્યા હતા. આ સાથે જ અન્ય વ્યક્તિની વાત કરીએ તો પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ નાણાંમંત્રીના રૂપમાં 7 વખત બજેટ રજૂ કરવાનો મોકો મેળવી ચૂક્યા છે. તે બીજા વ્યક્તિ હશે જેઓએ સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું છે.

પહેલા સાંજે 5 વાગે રજૂ થતું હતું બજેટ, આ વ્યક્તિએ તોડી પરંપરા

image source

અંગ્રેજોની પરંપરા અનુસાર બજેટ સાંજે 5 વાગે રજૂ થતું. આ પછી અટલ બિહારી વાજપાયીની એનડીએ સરકારે પરંપરા તોડી અને હવે સવારે 11 વાગે બજેટ રજૂ કરાય છે. સૌ પહેલી વાર સવારે 11 વાગ્યે બજેટ નાણાં પ્રધાન યશવંત સિંહાએ રજુ કર્યુ હતું. સાંજે પાંચ વાગ્યે બજેટ રજૂ કરવાની પરંપરા સર બેસિલ બ્લૈકેટે 1924 માં શરૂ કરી હતી. આ પરંપરાને પહેલી વાર તોડવામાં આવી અને ત્યારથી આજ દિન સુધી બજેટ સવારે 11 વાગે રજૂ કરવામાં આવે છે.

આ સમયથી બદલાઈ બજેટની તારીખ

image source

વર્ષ 2017 પહેલાં બજેટ ફેબ્રુઆરી મહિનાના અંતિમ કાર્યકારી દિવસે રજૂ કરવામાં આવતુ હતું. આ પછી સમયાંતરે તેને ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસે રજૂ કરવાનું શરૂ કરાયું હતું. ફરી એકવાર કેન્દ્રની મોદી સરકારે રેલ બજેટને સામાન્ય બજેટમાં ફેરવી લીધું અને આ પછી એક નવા પ્રયોગના આધારે એક જ દિવસે તમામ બજેટ રજૂ થવા લાગ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!