Site icon News Gujarat

બુદ્ધપુર્ણિમાં વિશેષમાં વાંચી લો તમારી રાશિ વિશે, અને જાણી લો તમને લાભ થશે કે નહિં?

જ્યોતિષ શાસ્ત્રીઓ પ્રમાણે આ વર્ષની બુદ્ધપુર્ણિમાં છે અત્યંત પવિત્ર. ચાલો જાણીએ કઈ કઈ રાષીને મળશે તેનો લાભ

image source

બૌદ્ધ સમુદાય માટે બુદ્ધ પુર્ણિમાં એક અત્યંત મહત્ત્વનો દિવસ છે. આ દિવસને વેસક તરીકે પણ ઓળખવામાં આવે છે, એવું કહેવામાં આવ્યું છે કે આ દિવસે બુદ્ધ ભગવાનને સાક્ષાત્કાર થયો હતો. આજે એટલે કે 7મી મે 2020ના રોજ બુદ્ધ પુર્ણિમા છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ આ દિવસ મહત્ત્વનો છે. આપણા સૌર મંડળના કેટલાક શક્તિશાળી ગ્રહો ભેગા થઈને એક અનન્ય રચના કરવાના છે, જે આપણા બધાની રાશીઓને તેમજ આપણી સમૃદ્ધિને અસર કરનાર સાબિત થશે.

મેષ રાશી

આજનો દિવસ તમારા જીવનમાં ઉત્સાહ અને આત્મસમ્માન લાવનારો સાબિત થશે. જો તમે કંઈકે નવી શરૂઆત કરવા માગતા હોવ તો તમારે હકારાત્મકે વલણ અપનાવવું પડશે.

વૃષભ રાશી

સામાન્ય રીતે વૃષભ રાશીને પરિવર્તનો ગમતા નથી, તેમ છતાં આ શક્તિશાળી ગ્રહોનો સંગમ તમને ભાવનાત્મક વલણમાં ફેંકી શકે છે. તે તમારા પ્રત્યે એક નવો પરિપ્રેક્ષ્ય પણ ફેંકી શકે છે, અને આમ તમે વસ્તુઓને એક નવા જ દ્રષ્ટિકોણથી જોઈ શકશો, જે તમારા માટે ઉત્તમ રહેશે.

મિથુન રાશી

મિથુન રાશીવાળા માટે બુદ્ધપુર્ણિમાં એક પવિત્ર દિવસ સાબિત થશે. આ દિવસ તમને તમારા શરીરની જરૂરીયાતો તેમજ તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનું તેમજ તેના પર કેન્દ્રિત થતા શીખવશે. એક નવું ડાયેટ તેમજ વ્યાયામ તમારા માટે ઉત્તમ રહેશે.

કર્ક રાશી

સારી રોગપ્રતિકારક શક્તિથી તમારું સ્વાસ્થ્ય પહેલાં કરતાં પણ સારી સ્થિતિમાં રહેશે. આ તકનો લાભ ઉઠાવો અને તેમાંથી બને તેટલું મેળવવાનો પ્રયાસ કરો.

સિંહ રાશી

તમારા અંગત જીવન તેમજ કામને સંતુલિત કરવું અઘરું થઈ શકે છે પણ હવે સમય આવી ગયો છે કે તમે આ બન્ને બાબતમાં યોગ્ય રીતે સંતુલન જાળવો. તેના માટે તમારે કેટલીક ઉપચારાત્મક તેમજ ધ્યાન પ્રવૃત્તિમાં જોડાવું જોઈએ જે તમારી માનસિક તાણને દૂર કરશે, જો તમને માનસિક તાણ હોય તો !

કન્યા રાશી

પુર્ણિમાના ચંદ્રની ઉર્જા તમને તમારા ભવિષ્ય માટે માર્ગદર્શન આપી રહી છે. તમે તમારી જરૂરિયાતો, અને ઇચ્છાઓ માટે ખૂબ જ જાગૃત છો, અને તમે તમારા લક્ષ્યોને સુવ્યવસ્થિત કરવા શક્તિમાન છો. આ સમયે તમારા વિકાસ તેમજ આત્મ સુધારણા માટે બિલકુલ યોગ્ય છે.

તુલા રાશી

ચંદ્રની ઉર્જા તમારી રાશીમાં ઉપચાર તેમજ પુનઃપ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. નકારાત્મક ઉર્જા તેમજ માનસિક તાણ ધીમે ધીમે દૂર થવા લાગશે, તેમજ તમારા હિતમાં કામ કરતાં તારાઓ સાથે તમે પણ નવી શરૂઆત કરવા વિષે વિચારી શકો છો.

વૃશ્ચિક રાશી

આજનો પવિત્ર દિવસ તમારી સર્જનાત્મક બાજુ તરફ પ્રકાશ ફેંકશે. એક નવો શોખ, એક નવી શરૂઆત કે બીજું કંઈપણ તમને તમારા કંફર્ટ ઝોનમાંથી બહાર લાવી શકે છે. માટે તમારે તમારી જાતને મર્યાદિત નથી રાખવાની પણ આગળ વધવાનું છે.

ધન રાશી

નવા ચંદ્રમાની ઉર્જાની શક્તિનો ઉપયોગ કરો. તમારા માટે તમે જે કોઈ પણ લક્ષ નક્કી કરો કે જે કોઈ પણ પગલું તમે ભરો તે તમારા પક્ષે જ પરિણામ આપશે. તમારા ડાયેટમાં પરિવર્તન લાવશો તો તે તમારા માટે સારી રીતે કામ કરશે.

મકર રાશી

મકર રાશીના અત્યંત વ્યસ્ત અને મહત્ત્વાકાંક્ષી જાતકો માટે આ સમય જતું કરવાનો છે. એક દિવસની રજા લો તમારી પોતાની સંભાળ માટે સમય કાઢો અને તેવી પ્રવૃત્તિ કરો જેમાં તમને આનંદ મળતો હોય. તમારી જાત પર કેન્દ્રીત થવાથી તમે હકારાત્મક બનશો અને તમને એક નવી તાજગી મળશે.

કુંભ રાશી

આ બુદ્ધ પૂર્ણિમા તમને તમારા નજીકના સમુહને, તમારા પરિવારને તમારી નજીક લાવશે, અને લોકડાઉનના સમયમાં આથી વધારે ઉત્તમ બીજું શું હોઈ શકે. અર્થપૂર્ણ વાર્તાલાપમાં થોડો સમય પસાર કરો તે તમને ચોક્કસ પ્રસન્ન કરશે.

મીન રાશી

હાલ જે સ્થિતિ ચાલી રહી છે તેના કારણે તમે અશાંત બની શકો છો તેમજ તમે ચિંતિત પણ રહેતા હશો. પણ તમારે તેમ કરવાની જરૂર નથી તમે રિલેક્સ થાઓ અને એ વાત પર કેન્દ્રીત થાઓ કે તમારા અંકુશમાં શું છે ? આ એક એવો સમય છે જ્યારે તમારે તમારી સર્જનાત્મકતા પ્રત્યે વ્યસ્ત રહેવાનું છે અને નિરાકરણ શોધવાના છે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version