5 રાશિ માટે બુધનું રાશિ પરિવર્તન રહેશે શુભ, શેરબજારમાં પણ રહેશે તેજીના યોગ, વાંચો તમારી રાશિ આમાં છે કે નહિં?

બુધ ગ્રહનું રાશિ પરિવર્તન: આ ગ્રહની ચાલમાં પરિવર્તન આવવાથી શેરબજારમાં તેજીના યોગ બની રહ્યા છે, આ ૫ રાશિઓ માટે સારો સમય.

-તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૧ના દિવસ સુધી મકર રાશિમાં બુધ ગ્રહના હોવાથી મેષ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ અને સિંહ રાશિના જાતકોને લેવડ- દેવડ કરવા માટે અને નિવેશ કરવાથી લાભ થશે.

સૌરમંડળમાં સૌથી નાનો ગ્રહ બુધ ગ્રહ હવે રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરી લીધો છે, બુધ ગ્રહ તા. ૨૫ જાન્યુઆરી, ૨૦૨૧ સુધી મકર રાશિમાં રહેવાનો છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રાના જણાવ્યા મુજબ, બુધ ગ્રહ સંવાદ, સંચાર અને બુદ્ધિનો કારક ગ્રહ હોય છે. બુધ ગ્રહના શુભ પ્રભાવથી તે જાતકોને ધન, માન- સન્માન અને વૈભવ પણ પ્રાપ્ત કરે છે. બુધ ગ્રહ વેપાર, વાણિજ્ય, કોમર્સ, બેન્કિંગ, મોબાઈલ નેટવર્કિંગ અને કમ્પ્યુટર સાથે સંબંધિત ક્ષેત્રોને અસર કરે છે. બુધ ગ્રહના રાશિ પરિવર્તન કરવાના લીધે મેષ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ અને સિંહ રાશિના જાતકોને લેવડ- દેવડ કરવા પર અને રોકાણ કરવાથી લાભ થઈ શકે છે. આ સાથે જ કેટલાક લોકો માટે આ સમય સામાન્ય રહેશે નહી.

પ્રભાવ:

બુધ ગ્રહના રાશિ પરિવર્તન કરવાથી જાતકોમાં રચનાત્મકતામાં વધારો થશે. શેરબજારમાં તેજી આવશે. માર્કેટમાં ખરીદી વધવાની શક્યતા છે. ધંધો- વેપાર કરતા જાતકો માટે સારો સમય રહેશે. લેવડ- દેવડ કરવા માટે અને નિવેશ કરવાથી ઘણી બધી વ્યક્તિઓને લાભ પ્રાપ્ત થઈ શકે છે. નોકરી કરી રહેલ જાતકોને પોતાના કામકાજ સાથે સંબંધિત નવી યોજનાઓ બનાવી શકે છે અને એની પર કામ પણ શરુ થવાની સંભાવના છે.

આ ૫ રાશિ ધરાવતા જાતકો માટે બુધ ગ્રહનું રાશિ પરિવર્તન શુભ સાબિત થશે.:

-મેષ રાશિ:

મેષ રાશિ ધરાવતા જાતકો માટે બીઝનેસ અને નોકરીમાં સફળતા પ્રાપ્ત થવાના યોગનું નિર્માણ થઈ શકે છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. આપના સામાજિક પદ- પ્રતિષ્ઠામાં વધારો થશે.

વૃષભ રાશિ:

વૃષભ રાશિના જાતકોને નોકરીમાં નસીબનો સાથ પ્રાપ્ત થશે. ધનલાભના યોગ પણ બની રહ્યા છે. આપની યોજનાઓ સફળ થશે.

સિંહ રાશિ:

સિંહ રાશિ ધરાવતા જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. આપના સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવા મળશે. કોઈ દૂરની જગ્યાએથી સારા સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે.

કન્યા રાશિ:

કન્યા રાશિ ધરાવતા જાતકોને શિક્ષણ ક્ષેત્રમાં પ્રતિયોગિતામાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. લવ મેરેજ કરવા માટે અત્યારનો સમય અનુકુળ છે.

મીન રાશિ:

મીન રાશિ ધરાવતા જાતકોને પ્રોપર્ટી અને રોજના કાર્યોમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. આવકના સ્ત્રોતો વધી શકે છે. અટકી ગયેલ ધન પાછા મળવાના યોગ બની રહ્યા છે. શેરબજારમાં લાભ પ્રાપ્ત કરી શકો છો.

આ ૫ રાશિ માટે મિશ્રિત પરિણામ આપનાર રહી શકે છે.:

કર્ક રાશિ:

કર્ક રાશિ ધરાવતા જાતકોને રોજીંદા કામો વધારે મહેનત કરવી પડશે, તેમ છતાં આપને લાભ થશે. સ્વાસ્થ્ય સંબંધિત ઉતાર- ચઢાવ રહી શકે છે.

તુલા રાશિ:

તુલા રાશિ ધરાવતા જાતકોના સુખમાં વધારો થશે, પણ માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહી શકો છો. મુસાફરી કરતા સમય સાવચેતી રાખવી. પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાના યોગ છે.

વૃશ્ચિક રાશિ:

વૃશ્ચિક રાશિ ધરાવતા જાતકો માટે હાલમાં લેવામાં આવેલ નિર્ણયોમાં સફળતા પ્રાપ્ત કરશો. નોકરી અને ધંધાને સંબંધિત મુસાફરી કરવાનો યોગ બની રહ્યો છે. ભાઈ- બહેનો કે પછી મિત્રો સાથે વિવાદ થવાની શક્યતા છે.

ધન રાશિ:

ધન રાશિ ધરાવતા જાતકોને ધન લાભ થઈ શકે છે, પણ આપના ખર્ચ પણ વધી શકે છે. આપે સમજી- વિચારીને બોલવું જોઈએ. કોઈ રહસ્યની વાતો જાહેર થવાની સંભાવના છે.

મકર રાશિ:

મકર રાશિ ધરાવતા જાતકોને રોજના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવાની સાથે જ મુશ્કેલીઓમાં પણ વધારો થશે. નોકરી કરતા વ્યક્તિઓને સમજી- વિચારીને નિર્ણય કરવાના રહેશે.

મિથુન રાશિ અને કુંભ રાશિ ધરાવતા જાતકોએ સાવધાન રહેવું.:

મિથુન રાશિ:

મિથુન રાશિ ધરાવતા જાતકોને પોતાના કાર્યક્ષેત્રમાં ષડ્યંત્રના શિકાર થવાની સંભાવના છે. આપે સમજી- વિચારીને બોલવું જોઈએ. આ સાથે જ સાવચેતી સાથે કોઈપણ નિર્ણય લેવા જોઈએ.

કુંભ રાશિ:

કુંભ રાશિ ધરાવતા જાતકોના ખર્ચમાં વધારો થશે. આપની બચત પૂરી થઈ શકે છે. આ સાથે જ આપની યોજનાઓ પણ અધુરી રહી શકે છે. કામકાજના લીધે તાણ રહી શકે છે. ભાગદોડ કરવી પડી શકે છે. પ્રોપર્ટી સંબંધિત નિર્ણયોમાં સાવચેતી રાખવી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ