Site icon News Gujarat

તમામ દુઃખથી મુક્તિ મેળવવા માટે બુધવારે ગણેશજીના આ મંત્રોનો કરો જાપ

ભગવાન ગણેશને દરેક ભક્તોના દુઃખ હરનારા માનવામાં આવે છે. આ સાથે તેમને પ્રથમ પૂજનીય પણ માનવામાં આવે છે. જો તમે રોજ ગણેશજીની શ્રદ્ધા સાથે પૂજા કરો છો તો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ સાથે જો તમે બુધવારે ખાસ મંત્રોનો જાપ કરો છો તો પણ તમને શુભફળ મળે છે. બુધવારે વિધિ વિધાન સાથે ગણેશજીની પૂજા કરાય છે. ભગવાન ગણેશ દરેક લોકોના દુઃખ હરે છે.

image source

કહેવાય છે કે પ્રથમ પૂજનીય ગણેશજીની શ્રદ્ધા ભાવથી પૂજન કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને ઘર ધન ધાન્યથી ભરાઈ જાય છે. તેમના વિના કોઈ પણ પૂજા પૂરી થતી નથી. કહેવાય છે કે ભગવાન ગણેશજીની સાત્વિક સાધનાઓ સરળ અને પ્રભાવશાળી હોય છે. ગણેશજીના 3 એવા મંત્ર છે જેનાથી બુધવારે જાપ કરવાથી ભગવાન ગણેશ વિઘ્ન હરે છે.

જાણો કયા 3 મંત્રોનો જાપ કરવો જરૂરી છે.

ગણેશ ગાયત્રી મંત્ર – ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।।

આ ગણેશ ગાયત્રી મંત્ર છે. સાચા મનથી આ મંત્રનો બુધવારે 108 વાર જાપ કરો. તેનાથી ગણેશજી પ્રસન્ન થાય છે. સતત 11 દિવસ સુધી ગણેશ ગાયત્રીમંત્રનો જાપ કરવામાં આવે તો વ્યક્તિના પૂર્વ કર્મોનું ખરાબ ફળ ખતમ થઈ જાય છે.

image source

તાંત્રિક ગણેશ મંત્ર

બુધવારે સવારના સમયે ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની પૂજા કરીને તમે આ મંત્રનો 108 વાર જાપ કરો. વ્યક્તિના જીવનના તમામ દુઃખ ખતમ થાય છે. આ મંત્રનું ઉચ્ચારણ કરતી સમયે વ્યક્તિને પૂર્ણ સાત્વિકતા રાખવાની હોય છે. સાથે જ ક્રોધ, માંસ, મદિરાથી દૂર રહેવાનું છે.

ગણેશ કુબેર મંત્ર – ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।

image source

જો કોઈ વ્યક્તિ પર વધારે ઉધાર ચઢી ગયું છે અને સાથે જ આર્થિક મુશ્કેલીઓ વધી છે તો તેઓએ ગણેશ કુબેર મંત્રનો જાપ કરવો. આ મંત્રના જાપથી નિયમિત રીતે કરી લેવાથી વ્યક્તિના ઉધાર ચુકવવાની વ્યવસ્થા થવા લાગે છે. સાથે ધનના નવા સોર્સ પણ બને છે.

તો હવેથી તમે પણ આ રીતે મહત્વ જાણીને ગણેશજીના ખાસ મત્રોનો જાપ કરી લેશો તો તમને મોટો ફાયદો થશે. ખાસ કરીને બુધવારે આ મંત્રનો જાપ કરવાનું મોટું મહત્વ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version