Site icon News Gujarat

તમે પણ બુધવારના દિવસે કરી લો આ ઉપાય, દૂર્ભાગ્ય થશે દૂર અને ચમકી જશે ભાગ્ય

મિત્રો, આપણા પૌરાણિક શાસ્ત્રોમા અઠવાડિયાના દરેક વારને અનુરૂપ ઈશ્વરનુ પૂજન-અર્ચન કરવાનુ એક વિશેષ મહત્વ રહેલુ છે. જો તમે અઠવાડીયાના દરેક વાર મુજબ ઈશ્વરના પૂજા-પાઠ અને ઉપાસના કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

શાસ્ત્રો મુજબ આ બુધવારનો દિવસ એ પ્રભુ શ્રી ગણેશજીને સમર્પિત હોય છે. એવી અમુક માન્યતાઓ છે કે, આ દિવસે તમામ ગ્રહોમા યુવરાજ ગણવામા આવતા બુધ ગ્રહને જો પ્રસન્ન કરવામા આવે તો જીવનની તમામ મુશ્કેલીઓમાંથી તમને રાહત મળે છે. જો તમે આ બુધવારના દિવસે બુદ્ધિ અને ભાગ્યના દેવતા બુધને પ્રસન્ન કરો તો તમારા તમામ કામ સરળતાથી પૂર્ણ થઇ જાય છે.

આજે આપણે આ લેખમા શાસ્ત્રોમા દર્શાવેલા બુધવારના દિવસ સાથે સંકળાયેલ અમુક વિશેષ ઉપાય વિશે માહિતી મેળવીશુ કે, જેને અજમાવવાથી તમને ખુબ જ ફાયદો મળશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ બુધને બુદ્ધિ, વેપાર, ત્વચા અને ધનનો કારક ગ્રહ માનવામા આવે છે.

image source

આ ગ્રહ રાશિચક્રમાની મિથુન અને કન્યા રાશિનો સ્વામી ગ્રહ છે. તે મુખ્યત્વે વેપાર, બેન્કીંગ, લેખક, મોબાઇલ નેટવર્કિંગ સાથે જોડાયેલ છે. બુધવારના દિવસે કિન્નરોને દાન કરવાથી ખુબ જ શુભ થાય છે. લીલા રંગના વસ્ત્રોનુ દાન કરવાથી બુધનો શુભ પ્રભાવ વધે છે.

લીલો રંગ અને કિન્નર બંને ગ્રહો બુધ ગ્રહ સાથે જોડાયેલ છે આથી, જ્યોતિષશાસ્ત્રમા કિન્નરોમાં લીલા રંગના વસ્ત્રો દાનમા આપવાનુ ખુબજ શુભ અને ફળદાયી માનવામા આવે છે. દાનના બદલે કિન્નર આશીર્વાદ સ્વરૂપે જે આપે તેને પૂજા ઘરમાં રાખવાથી ધનની કમી ક્યારેય નહી આવે.

image source

બુધવારના રોજ મગની દાળનુ દાન કરવાથી તમામ સમસ્યાઓ દૂર થાય છે. જો તમે કોઇ ગરીબ અથવા જરૂરીયાતમંદ વાળા વ્યક્તિઓને મગની દાળ આપવામા આવે તો તમામ દુ:ખની સમસ્યા દૂર થાય છે. બુધવારના રોજ જો તમે ગૌમાતાને લીલુ ઘાસ ખવડાવો તો દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

જો તમારી કુંડળીમા બુધ ગ્રહ વધારે પડતો નબળો હોય તો તમારે આ મંત્રનુ મંત્રોચ્ચારણ કરવુ જોઇએ. આ વિશેષ મંત્ર છે “ॐ ब्रां ब्रीं ब्रौं स: बुधाय् नम:” જો તમે એકવાર આ મંત્રનુ મંત્રોચ્ચાર કરશો તો તમારી બધી જ સમસ્યાઓનો અંત આવશે અને તમારા જીવનમા સુખ અને સમૃદ્ધિનુ આગમન થશે.

image source

બુધની સાધના માટેનો મંત્ર :

આ મંત્રનો નિયમિત મંત્રોચ્ચાર પણ તમારા જીવનની અનેકવિધ મુશ્કેલીઓ દૂર કરી શકે છે તો એકવાર તમે પણ આ મંત્રનુ મંત્રોચ્ચાર કરી લો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version