બહુુ ભારે પડી ગયુ ભેંસને હેરાન કરવાનુ, આ વિડીયો જોઇને હસી-હસીને દુખી જશે તમારું પેટ

ભેંસને હેરાન કરવું પડયું મોઘું, વિડીયો જોઇને તમે પણ હસી હસીને થાકી જશો.

image source

દેશમાં કોરોના સંક્રમણને લઈને લોકો મોટા ભાગનો સમય પોતપોતાના ઘરમાં રહીને વિતાવે છે. ત્યારે હાલના સમયમાં સોશિયલ મીડિયા એ સૌથી વધુ ચાલતું માધ્યમ છે. વિડીયો અથવા કોઈ ન્યૂઝનું વાયરલ થવું સોશિયલ મીડિયાના સમયમાં સામાન્ય બાબત છે. હાલમાં ભેંસનો આવો જ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે પણ હસવાનું રોકી શકશો નહીં.

આ વીડિયો પ્રવીણ કાસવાન નામના આઈએફએસ અધિકારીએ શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જે રીતે ભેંસની રેસ રાખવામાં આવી રહી છે, તે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, કેટલાક છોકરાઓ બળદની ગાડીમાં ભેંસને બાંધે છે અને પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર દોડધામ કરે છે. આ કરવા માટે, તેઓ બાઇકનો આશરો પણ લઈ રહ્યા છે. બળદ ગાડી આગળ છે, જેને ભેંસની ઝડપે ખેંચવામાં આવી રહી છે. જો કે આગળ ચાલતી ગાડીમાં પર ફક્ત બે જ લોકો બેઠા છે.

બીજી તરફ ઘણા લોકો એકસાથે બીજી બળદ ગાડી પર બેઠા છે અને જોરજોરથી ચીસો પણ પાડી રહ્યા છે. આ જ સમયે પાછળથી બાઇક વાળા હોર્ન વગાડીને ભેંસને ઝડપી દોડાવવા માટે ઉશ્કેરી રહ્યા છે. થોડા સમય સુધી આ રેસમાં બધું બરાબર રહે છે, પણ જ્યારે પ્રથમ બળદ ગાડી આગળ નીકળી જાય છે ત્યારે બીજી બળદ ગાડીના લોકો ભેંસને વધુ ઉશ્કેરે છે. અને આ ઉશ્કેરણીમાં, ભેંસો પછી સ્થિતિ કે સમય જોયા વગર જ દિશાહીન દોડવા લાગે છે. જે આગળ જઈને વિરુદ્ધ દિશાના બેરીયર સાથે અથડાઈને દોડી જાય છે. આ ઝટકા સાથે જ બળદગાડું ઊંધું વળી જાય છે અને બધાય લોકો રસ્તા પર જ પછડાઈ જાય છે. જો કે સારી વાત એ છે કે કોઈને ગંભીર ઈજા થઇ નથી તેમજ સામેની દિશાથી કોઈ મોટું વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી.

image source

આ વીડિયોને વન વિભાગના અધિકારી પ્રવીણ કાસવાને પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું – ભેંસે લીધો બદલો. અત્યાર સુધી આ વિડીયોને નવ લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે. સાથે જ 38 હજારથી વધુ લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે અને લગભગ 8 હાજર લોકોએ આ પોસ્ટને રીટ્વીટ પણ કરી છે. આ પોસ્ટ પર અત્યાર સુધીમાં 1700 લોકોએ ટિપ્પણી કરી છે, જેમાં બધાયે ભેંસની જ પ્રશંસા કરી છે.

Source: dailyhunt

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત