જસપ્રીત બુમરાહે સંજના ગણેશન સાથે લીધા સાત ફેરા, સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો, જલદી જોઇ લો તમે પણ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 15 માર્ચના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્ન કરી લીધા છે.

વિશ્વના સૌથી શાનદાર ફાસ્ટ બોલરોમાંથી એક બુમરાહ હવે બેચલર રહ્યો નથી. તે હવે મેરિડ મેન બની ચુક્યો છે. બુમરાહે પોતાના લગ્નની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સુધી પહોંચાડી છે. તેમાં બુમરાહ અને સંજના ગુલાબી કલરના પોશાકમાં જોવા મળી રહ્યાં છે.

image source

તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશનએ પોતાની લગ્નની વાતને સૌથી છુપાવીને રાખી હતી. પરિવાર અને નજીકના સગની હાજરીમાં આ કપલે સાત ફેરા ફર્યા છે. લગ્ન પછી જસપ્રિત બુમરાહએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા છે.

ઇન્ડિયન ટીમના બોલર જસપ્રીતે અંગત કારણોને લીધે ઈંગ્લેન્ડ અને ભારતનું ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આ ઉપરાંત ઇંગ્લેન્ડ સાથેની T-20 શ્રેણીમાં પણ બુમરાહ આરામ પર જ છે.

image source

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે જસપ્રિત બુમરાહને એના લગ્ન માટે વધુ સમય જોઈતો હતો અને એટલે જ તેણે અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. હવે લગ્ન પછી જસપ્રિત બુમરાહ સીધા આઈપીએલ 2021માં જ ક્રિકેટ રમતા દેખાશે.

જસપ્રિત બુમરાહનો જન્મ અમદાવાદમાં થયો છે અને એમનો ઉછેર પણ અહીંયા જ થયો છે. પોતાના પિતાના અવસાનપછી તેની માતાએ બુમરાહ અને તેની બહેનને મોટા કર્યા હતા.

image source

બુમરાહની માતા સ્કૂલમાં વાઈસ પ્રિન્સિપલ પણ રહ્યા હતા. કિશોર ત્રિવેદીની દેખરેખ હેઠળ તેણે કેરિયરની શરૂઆત કરી હતી.

મળેલી માહિતી અનુસાર કોરોનાની ગાઈડલાઈનના કારણે બુમરાહના પરિવારના ગણતરીના લોકો જ આ લગ્નમાં હાજર રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે ઇન્ડિયન ટીમના ખેલાડીઓ પણ ઇંગ્લેન્ડ સામેની ચાલુ સિરીઝના કારણે જસપ્રિત અને સંજનાના લગ્નમાં સામેલ થઈ શક્યા નહોતા.

image source

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે જસપ્રીતના સ્ટાર સ્પોર્ટ્સની પ્રેઝેન્ટર સંજના ગણેશન સાથે લિંક-અપ્સની વાતે જોર પકડ્યું હતું. સંજનાએ ગયા વર્ષે સ્ટાર સ્પોર્ટ્સમાં KKR ફેન શોનો પણ ભાગ રહી હતી

વાત સંજનાની કરીએ તો સંજનાએ વર્ષ 2012માં સિમ્બાયોસિસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં બીટેક કર્યું છે. એમને ગ્રેજ્યુએશન પછી એક વર્ષ સુધી સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું છે.

image source

આ ઉપરાંત સંજના વર્ષ 2014માં મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે. સંજનાએ એમટીવીના શો સ્પ્લિટ્સવિલાની 14મી સિઝનમાં ભાગ પણ લીધો હતો.આ શોનો ભાગ બન્યા પછી સંજનાએ નક્કી કર્યું કે તે સ્પોર્ટ્સ એન્કર તરીકે પોતાની કેરિયર શરૂ કરશે. સંજના આઇપીએલની ગઈ સિઝનમાં કોલકતા નાઈટ રાઈડર્સના ફેન શોનો ભાગ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!