રણવીર સિંહની ફિલ્મ ’83’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફિલ્મ 24 ડિસેમ્બર 2021ના રોજ મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં રણવીર સિંહ દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવનું પાત્ર ભજવતો જોવા મળશે જ્યારે દીપિકા તેની પત્નીની ભૂમિકા ભજવી રહી છે. આ સમયે રણવીર સિંહ પૂરજોશમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશનના સંદર્ભમાં દીપિકા અને રણવીર દિગ્દર્શક કબીર ખાન સાથે દુબઈમાં છે.
આ કપલને એ સમયે અહીંયા ખૂબ જ શાનદાર ભેટ મળી જ્યારે વિશ્વના સૌથી ઊંચા ટાવર બુર્જ ખલીફા પર ’83’ની ઝલક બતાવવામાં આવી. તે સમયે રણવીરની સાથે દીપિકા પણ બુર્જ ખલીફાની સામે હાજર હતી. બુર્જ ખલીફા પર રણવીર સિંહનો ફોટો જોઈને દીપિકા પડકોનની ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તેના રિએક્શન જોવા જેવા હતા
વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે બુર્જ ખલીફા પર ફિલ્મ 83ની ઝલક બતાવવામાં આવી રહી છે ત્યારે રણવીર સિંહની સાથે દીપિકા પાદુકોણ પણ ત્યાં હાજર છે. બંને ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. બુર્જ ખલીફા પર કપિલ દેવ તરીકે રણવીર સિંહની ઝલક દેખાતા જ દીપિકા પાદુકોણ ખુશીમાં ઇમોશનલ થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રણવીર સિંહ હંમેશા પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. પછી તે રીલ લાઈફમાં હોય કે રિયલ લાઈફમાં. ફિલ્મ 83ના પ્રમોશન દરમિયાન વીડિયોમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણનો લુક પણ જોવા જેવો છે. જ્યારે રણવીર સિંહે ગોલ્ડન કલરનો ડ્રેસ પહેર્યો છે તો દીપિકા પાદુકોણ પણ રેડ ડ્રેસમાં જોવા મળી રહી છે.
રણવીર સિંહની ફિલ્મ ’83’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન કબીર ખાને કર્યું છે. ફિલ્મ 1983ની વાર્તા વર્લ્ડ કપની જીતની આસપાસ ફરે છે જ્યારે 1983ના વર્લ્ડ કપના શરૂઆતના રાઉન્ડમાં ભારતને હારનો સામનો કરવો પડે છે પરંતુ કપિલ દેવ રમતનો રૂખ બદલી નાખે છે. ’83’માં બતાવવામાં આવશે કે કેવી રીતે પૂર્વ ક્રિકેટર અને ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવના નેતૃત્વમાં ભારતે પહેલો વર્લ્ડ કપ જીત્યો.
ફિલ્મ ’83’માં રણવીર સિંહ સાથે પંકજ ત્રિપાઠી, બોમન ઈરાની પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહની રિયલ લાઈફ પત્ની દીપિકા પાદુકોણે રણવીર એટલે કે કપિલ દેવની પત્નીની ભૂમિકા પણ ભજવી છે.