આ જગ્યા પર અટકાવી દેવામાં આવી બસ સુવિધા, જાણો ક્યાં અને શું છે તેની પાછળનુ કારણ

વેપાર સબંધોમાં આવેલા અવરોધના કારને નિયંત્રણ રેખા પરની બસ સુવિધા અટકાવી દેવામાં આવી છે.

image source

હાલમાં જ મળતી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) થી લઈને બીજી તરફ વેપારના હેતુથી જનાર બસ સેવાઓને અટકાવી દેવામાં આવી છે. જો કે સરહદની પેલે પારના વેપારને લઈને બે દેશ વચ્ચે સર્જાયેલા ડેડલોક બાદ આ પગલું લેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ લાઇન ઓફ કંટ્રોલ એટલે કે એલઓસીની પેલે પાર જનારી બસ સેવાને રોકી દેવામાં આવી છે. જો કે આ બંધ કરવા પાછળનું મૂળ કારણ સરહદ પેલે પર વેપારમાં સર્જાયેલા અવરોધના કારણે છે.

વાહનમાંથી નશીલા પદાર્થ મળી આવ્યા

image source

જમ્મુમાં નિયંત્રણ રેખાની આવન જવાન વ્યાપાર અને યાત્રાઓ પર નજર રાખનારા વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારે મુઝઝફરાબાદના એક ટ્રક ચાલકના વાહનમાંથી નશીલા પદાર્થ મળી આવ્યા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખીને એ ટ્રક ચાલકની સ્થાનિક તંત્ર દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. નિયંત્રણ રેખા પર ઉભા થયેલ આ વ્યાપારિક અવરોધના કારણે આજે ચકન દા બાગ (પૂંછ) અને અમન સેતુ (બારમુલા) વચ્ચે નિયંત્રણ રેખાની આરપાર ચાલતી બસ સેવાને રદ કરવામાં આવી છે.

પૂંછ અને બારામુલા માર્ગે બસ સેવા ચાલે છે

image source

ઉલ્લેખનીય છે કે દર સોમવારે, રાજ્યના પૂંછ અને બારામુલા જિલ્લાઓથી પાકિસ્તાનના કબજા હેઠળના ભાગમાં કશ્મીર સુધીની બસ સેવા ચલાવવામાં આવે છે. આ સેવાનો મૂળ ઉદેશ્ય લીન ઓફ કંટ્રોલના બંને બાજુથી લોકોને આવન જાવનમાં સરળતા રહે એ માટેનો છે.

તપાસમાં 307 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા

image source

આં દરમિયાન જમ્મુ અને કશ્મીર પોલીસે ટ્રક ડ્રાઈવર અનયત હુસૈન તેમજ અન્ય ત્રણ સ્થાનિક ઉદ્યોગપતિઓ જેવા કે ઝહુર અહેમદ, અબ્દુલ મજીદ અને મોહમ્મદ યુસુફ સહિતના કુલ ચાર લોકોની ધરપકડ કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળ્યું હતું કે ગત શુક્રવારે એક ટ્રકની એના ચાલક સહીત ધરપકડ કરવામાં આવી હતી. આ વાહન લાઈન ઓફ કંટ્રોલની બીજી બાજુથી કશ્મીર તરફ આવ્યું હતું, ત્યારે એમાંથી પોલીસની તપાસ દરમિયાન 307 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા હતા.

અમન સેતુ ખાતે બેઠકનું આયોજન

image source

આ ઘટનાના કારણે જવાબમાં પાકિસ્તાન વહીવટી તંત્ર શુક્રવારના દિવસે અહીંથી ટ્રેડ ફેસિલિટેશન સેન્ટર ખાતે શુક્રવારે 50 જેટલા ટ્રકોને સામાન સાથે કસ્ટડીમાં લઈ ગયો છે. આ બબાતે અધિકારીઓનું કહેવું છે કે, આ અંતરાયના સમાધાન માટે ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ વચ્ચે ઉરી વિસ્તારમાં કમાન ચોકી પાસે અમન સેતુ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવી સહકે છે.

આપને જણાવી દઈએ કે આ નિયંત્રણ રેખા તરફની એલઓસી બસ સેવા એપ્રિલ 2005 દરમિયાન શરુ કરવામાં આવી હતી. તેમ જ નિયંત્રણ રેખા તરફ એલઓસી સાથેનો વેપાર ઓક્ટોબર 2008 માં શરૂ થયો હતો.

Source: AajTak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત