કરાંચી પાસે બસ-ટ્રેન સાથે અથડાઈ, 19 શીખ શ્રદ્ધાળુઓના મોત, નનકાના સાહેબથી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુ

પાકિસ્તાનમાં શુક્રવારે બપોરે એક ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 19 શીખ શ્રદ્ધાળોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના ટ્રેન અને બસ વચ્ચે સર્જાઈ હતી.

image source

જાણવા મળ્યાનુસાર શીખ શ્રદ્ધાળુઓ ભરેલી એક બસ લાહોરથી કરાંચી જઈ રહી હતી. તે દરમિયાન આ બસ શાહ હુસૈન એક્સપ્રેસ સાથે ટકરાઈ જતા આ ભીષણ અકસ્માત થયો હતો. દુર્ઘટના ફારુકાબાદ સ્ટેશન નજીક બની હોવાનું સામે આવ્યું છે.

image source

એક વેબસાઈટના જણાવ્યાનુસાર આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 15 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ દુર્ઘટના અંગે રેલ્વે વિભાગે પણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું છે કે દુર્ઘટના સર્જાઈ તે રેલ્વે ક્રોસિંગ ફાટક વિનાનું છે. શાહ હુસૈન એક્સપ્રેસ અહીંથી પુરપાટ ઝડપે પસાર થઈ રહી હતી તે સમયે બસના ડ્રાઈવરે બસ પાટા પરથી ક્રોસ કરાવવાનો પ્રયત્ન કરતા આ અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણવા એમ પણ મળી રહ્યું છે કે શીખ શ્રદ્ધાળુઓ નનકાના સાહેબથી પરત ફરી રહ્યા હતા.

image source

આ દુર્ઘટના બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પણ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત રેલ્વે મંત્રીએ તપાસના આદેશ પણ આપ્યા છે. આ ઘટના બાદ ચાલતા રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે રેલ્વે દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા છે અને 8 જેટલા ઘાયલ છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે કેટલાકની હાલત ગંભીર હોવાનું પણ જણાય છે. આ બસમાં પુરુષો અને મહિલાઓ સવાર હતા. જો કે બસમાં કુલ કેટલા લોકો સવાર હતા તે હાલ સ્પષ્ટ થયું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે પાકિસ્તાનમાં રેલ દુર્ઘટના થઈ હોય. આ પહેલા ગત વર્ષે ઓક્ટોબર માસમાં તેજગામમાં રેલ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 89 લોકોના મોત થયા હતા. તે સમયે ઈમરાન ખાનનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં રેલ્વેમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. આ સિવાય જુલાઈ 2019માં સાદિકાબાદમાં માલગાડી અને એક્સપ્રેસ ટ્રેનની ટક્કર થઈ હતી જેમાં પણ 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત