નોકરી છોડી 2 લાખ રૂપિયામાં શરૂ કરો આ બિઝનેસ, એક વર્ષમાં બની જશો કરોડોના માલિક, જાણો કઈ રીતે કરશો સ્ટાર્ટ

અમે તમને આજે ઘરે બેઠા બિઝનેસ કરવાનો એક આઈડિયા જણાવી રહ્યા છે. જો તમારી પાસે જમીન છે અને તમે ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે રાખની ઇંટો બનાવવાનો બિઝનેસ શરૂ કરી શકો છો. એ માટે 100 ગજ જમીન અને ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. એનાથી તમે દર મહિને એક લાખ રૂપિયા અને વર્ષે કરોડોની કમાણી કરી શકો છો.

image soucre

તમને જણાવી દઈએ કે ઝડપથી થઈ રહેલ શહેરીકરણમાં સમયમાં બિલ્ડર્સ ફ્લાઈ એશની બનેલી ઈંટોનો ઉપયોગ કરી રહ્યા છે.
આ ઈંટને વીજળી સંયંત્રોમાંથી નીકળતી રાખ, સિમેન્ટ અને સ્ટોન ડસ્ટના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. આ બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટનો મોટો ભાગ તમારે મશીનરી પર લગાવવો પડશે. એ માટે ઉપયોગમાં આવતી મેન્યુઅલ મશીનને લગભગ 100 ગજની જમીનમાં લગાવવામાં આવે છે. આ મશીન દ્વારા તમારે ઈંટ ઉત્પાદન માટે 5 થી 6 લોકોની જરૂર પડશે. એનાથી રોજ લગભગ 3000 ઈંટોનું ઉત્પાદન કરી શકાય છે. તમને જણાવી દઈએ કે આ ઇન્વેસ્ટમેન્ટમાં રો મટીરીયલની રકમ સામેલ નથી.

image socure

આ બિઝનેસમાં ઓટોમેટીક મશીનનો ઉપયોગ કમાણીના સ્રોતને વધારે છે.જો કે આ ઓટોમેટિક મશીનની કિંમત 10થી 12 લાખ રૂપિયા છે. રો મટીરીયલના મિશ્રણથી લઈને ઈંટ બનવા સુધીનું કામ મશીન દ્વારા જ થાય છે. ઓટોમેટિક મશીન દ્વારા એક કલાકમાં એક હજાર ઈંટ બનવી શકાય છે એટલે કે આ મશીનની મદદથી તમે મહિનામાં ત્રણથી ચાર લાખ ઇંટો બનાવી શકો છો.

image soucre

આ બિઝનેસને બેન્કમાંથી લોન લઈને પણ શરૂ કરી શકાય છે. પ્રધાનમંત્રી રોજગાર યોજના અને મુખ્યમંત્રી યુવા સ્વ રોજગાર દ્વારા પણ આ બિઝનેસ માટે લોન લઈ શકાય છે. એ સિવાય મુદ્રા લોનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં માટીની કમીને કારણે ઈંટોનું ઉત્પાદન નથી થતું.

image soucre

એ કારણે ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાંથી ઇંટો મંગાવવામાં આવે છે જેના પર ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધી જાય છે. એવામાં આ જગ્યાઓ પર સિમેન્ટ અને સ્ટોનડસ્ટથી બનેલી આ ઈંટોનો બિઝનેસ ફાયદાકારક બની શકે છે. પહાડી વિસ્તારમાં સ્ટોનડસ્ટ સરળતાથી મળવાના કારણે રો મટીરીયલનો ખર્ચ પણ ઓછી થાય છે.