જાણો એક એવા બજાર વિશે, જ્યાં લોકો દૂલ્હન ખરીદવા માટે આવે છે દૂર-દૂરથી
દુલહન ખરીદવા માટે આ બજારમાં આવે છે દૂર દૂરથી લોકો.
બજાર નામ સાંભળીને જ સૌના મનમાં પોતાની મનગમતી વસ્તુઓ ખરીદવાની લિસ્ટ તૈયાર થઈ જતું હોય છે. તમે આખી દુનિયામાં જાત જાતના બજાર જોયા હશે કાં તો પછી એમના વિશે સાંભળ્યું હશે. પણ શું તમે ક્યારેય એવા બજાર વિશે સાંભળ્યું છે જ્યાં ફક્ત દુલહનો વેચાય છે.
પાક્કું તમે નહિ જ સાંભળ્યું હોય. તો આજે અમે તમને આવા જ એક બજાર વિશે જણાવવા જઈ રહ્યા છે. આ બજારમાં લોકો પોતાને મનગમતી દુલહન ખરીદવા આવે છે.આમ તો યુવતીઓનું આ રીતે કરવામાં આવતું વેચાણ એ મોટો ગુનો બને છે.પણ આ કોઈ ગેરકાયદેસર ચાલતો ગોરખધંધો નથી પણ સંપૂર્ણ રીતે કાયદેસર છે.

કદાચ તમેં વિશ્વાસ નહિ કરી શકો પણ આવું એક બજાર યુરોપીયન દેશ બુલગારીયામાં છે જે ફક્ત દુલહનોના વેચાણ માટે જાણીતું છે. આ બજારમાં દુલહનોનું વેચાણ કાયદેસર માનવામાં આવે છે. બુલગેરીયાની સ્ટારા જાગોર નામની જગ્યા પર દર ત્રણ વર્ષે એકવાર દુલહનોનું બજાર ભરાય છે.
આ બજારમાં આવીને કોઈ પણ છોકરો એને ગમતી દુલહનને ખરીદી એને પોતાની પત્ની બનાવી શકે છે. અને આશ્ચર્યની વાત એ છે કે અહીં વેચાતી દુલહનોને પણ પોતાના વેચાણ પર કોઈ આપત્તિ નથી. પણ એમના માટે તો આ બજાર યોગ્ય વર શોધવાનો એક ઉપાય બની ગયું છે.

આ બજારમાં 300 થી 400 ડોલરમાં દુલહનનું વેચાણ થાય છે.હકીકત એ છે કે આ બજાર એવા ગરીબ પરિવારો દ્વારા ભરાય છે જેમની આર્થિક સ્થિતિ એવી નથી કે એ પોતાની દીકરીને લગ્ન નો ખર્ચ ઉઠાવી શકે. આ બજારમાં છોકરીઓને દુલહનનાં પહેરવેશમાં તૈયાર કરીને લાવવામાં આવે છે. વેચાણ થતું હોય એવી દુલહનોમાં દરેક ઉંમરની છોકરીઓ અને મહિલાઓનો સમાવેશ થયેલો હોય છે.

દુલહન ખરીદવા માટે ફક્ત છોકરો જ નહીં પણ એની સાથે સાથે એનો સમગ્ર પરિવાર પણ દુલહન ખરીદવા આ બજારમાં આવે છે. આ બજારમાં આવતા છોકરાઓ માટે છોકરી સુંદર અને ઘરના કામ કાજમાં હોશિયાર હોય એવી પ્રાથમિકતા હોય છે.. છોકરો પહેલા પોતાને મનગમતી છોકરી પસંદ કરે છે અને પછી એને એ છોકરી સાથે વાત કરવાની તક આપવામાં આવે છે. જો વાત કર્યા પછી છોકરાને છોકરી ગમી જાય તો પછી એ છોકરીનો પોતાની પત્ની તરીકે સ્વીકાર કરી લે છે. અને એ પછી છોકરાના પરિવારના લોકો છોકરીના પરિવારને નક્કી કરેલી રકમ ચૂકવે છે અને દુલહનને પોતાના ઘરે લઈ જાય છે.
source : dailyhunt
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત