આ જગ્યાઓ પરથી લો N-95 અને ત્રિપલ લેયર માસ્ક, નહિં તો વધારે પૈસા આપીને પાછા આવશો ઘરે

ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય : હવે સરળતાથી અને વ્યાજબી ભાવે મળશે N-95 અને ત્રિપલ લેયર માસ્ક

image source

કોરોનાનું સંક્રમણ ત્રણ તબક્કાના લોકડાઉન છતાં પણ અંકુશમાં આવતું ન હોવાના કારણે કેન્દ્ર સરકારે ફરી ચોથા તબક્કાનું લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો. ચોથા તબક્કાના લોકડાઉનનો સમયગાળો 31 મે સુધી રહેશે. કોરોના સાથે જ શરૂઆતથી અત્યાર સુધી સુરક્ષાના સાધનોમાં ભાવ વધારો અને કાળાબજારી જોવા મળી હતી. જેને ધ્યાનમાં લઈને પ્રજાને સરળતાથી અને વ્યાજબી ભાવે માસ્ક મળે તેવી ગોઠવણ હવે સરકાર દ્વારા કરવામાં આવી છે. સરકારના નિર્દેશ મુજબ હવે પ્રજાને અમૂલના સ્ટોર પરથી જ સરળતાથી માસ્ક મળી રહે તેવી મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

image source

લોકડાઉન વધારવાના નરસા પરિણામો ભોગવવા પડતા હોવા છતાં સરકાર પોતાના નિર્ણય પર અડિગ જોવા મળી છે. જો કે આ વખતે મુખ્યમંત્રી વિજય રુપાણીની અધ્યક્ષતામાં મળેલ કમિટી દ્વારા લોકડાઉન ચાર અને એને લગતી છૂટછાટ નક્કી કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે કોરોના સંક્રમણમાં અમદાવાદ શહેરની સ્થિતિ ગુજરાતમાં સૌથી વધુ ગંભીર છે.

ગુજરાત સરકારે ચોથા તબક્કાના લોકડાઉનમાં અનેક છૂટછાટ આપી છે. જેને લઈને સોમવારે સાંજે સરકારે જે ગાઇડલાઇન નક્કી કરી છે, તેનો આજથી અમલ શરુ થઇ જશે. ગુજરાત સરકારે આ અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ‘જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે પ્રજાને માસ્ક પણ સરળતાથી અને વ્યાજબી દરે મળે તે જરૂરી છે.

image source

આ માટે સરકારે નક્કી કર્યા મુજબ N-95 માસ્ક અને ત્રિપલ લેયર માસ્કનું વેચાણ ગુજરાત ભરમાં અમુલ પાર્લર પરથી જ કરવામાં આવશે. જે કોઈ વ્યક્તિને હવે N-95 માસ્ક અથવા ત્રિપલ લેયર માસ્કની જરૂરિયાત હોય તો એમને એ રાજ્યના અમુલ દૂધ પાર્લર પરથી મળી શકશે. પ્રથમ ચરણમાં આ વેચાણ માત્ર અમદાવાદમાં થશે ત્યારબાદ ક્રમશઃ આ જ રીતે સમગ્ર ગુજરાતમાં અમુલ પાર્લર દ્વારા માસ્કનું વેચાણ શરુ કરવામમાં આવશે.

વધુમાં એમણે આ માસ્કમાં કોઈ કાળાબજારી ન થઇ શકે તેને ધ્યાનમાં લઈને આ મળતા માસ્કની કિમતો પણ નક્કી કરી છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ જ્યારે લોકડાઉન વધીને ૩૧મી મે સુધી લંબાઈ ગયું છે ત્યારે સુરક્ષાની જરૂરિયાત પણ ઉભી થવાની છે. અત્યારે અમદાવાદની સ્થિતિ ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ગંભીર છે. આ ગંભીરતા જોતા પ્રથમ તબક્કે જ માસ્કનું વેચાણ અમદાવાદથી શરુ કરવાનું નક્કી કરાયું છે. વધતા સંક્રમણ અને છૂટછાટના કારણે સંક્રમણ નિરંતર વધતું જઈ રહ્યું છે. જાગૃતતા સાથે શહેરમાં સુરક્ષાના સાધનો ઉપલબ્ધ કરાવવા પણ જરૂરી થઇ રહ્યા છે, ત્યારે આ માસ્ક હવે સરળતાથી મળી શકશે.

image source

સરકારે આ માસ્કની કિંમત વ્યાજબી રહે તેમ એના ભાવ નક્કી કર્યા છે. N-95 માસ્ક માટે ગ્રાહકે 65 રૂપિયા ચૂકવવાના થશે જ્યારે ત્રિપલ લેયર માસ્ક 5 રૂપિયામાં મળી રહેશે. આ ભાવ સરકાર દ્વારા નક્કી કરાયેલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત