ઓનલાઈન શોંપિગનો આ શખ્સને થયો કડવો અનુભવ, કેક મંગાવી તો આવ્યું છાણ, અને આ ભાઈ ખાઈ ગયા પણ પછી…

ઓનલાઈન શોપિંગ હવે લોકોના જીવનનો એક ભાગ બની ગયો એવું કહો તો એમાં કંઈ જ ખોટું ન પડે. કારણ કે આજકાલ લોકો ઓનલાઇન શોપિંગ ઓફલાઈન કરતાં પણ વધારે કરે છે એવું કહી શકાય. દુનિયાભરની અલગ અલગ વૅબસાઇટમાંથી શોપિંગ કરવું એ લોકોનો શોખ બની ગયો છે અને ઇન્ટરનેટ પર લોકોની જરૂરિયાતનો દરેક સામાન હાજર છે એ મોટા ફાયદાની વાત કરી શકાય.

image source

એ જ રીતે ઓનલાઇન વસ્તુ ખરીદીને લોકો તેનો રિવ્યુ કરવાનું પણ એટલું જ મહત્વનું સમજે છે. ત્યારે હાલમાં જ એક વ્યક્તિએ કાઉ ડંગ કેકને ખાધા બાદ તેનો રિવ્યુ કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પેટ પકડીને હસી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી દિગ્ગજ કંપનીઓ ઓનલાઇન પ્લેટફોર્મ પર ગાયનું છાણ વેચી રહી છે. દૈનિક હવન, પૂજન અને અન્ય ધાર્મિક કાર્યો માટે આ છાણ વેચવામાં આવી રહ્યું છે. સાથે જ તેનો ઉપયોગ વાતાવરણને શુદ્ધ કરવા માટે પણ કરવામાં આવી રહ્યો છે.

image source

તો આવો વિગતે વાત કરીએ આ મજ્જાના કેસની. તો સૌથી પહેલા એ જણાણી દઈએ કે હાલમાં ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ગાયના છાણમાંથી બનેલી કેક ઓનલાઇન વેચાઇ રહી છે અને લોકોની એ એક અનેરી પસંદ બનીને ઉભરી આવી છે.

ત્યારે એક વ્યક્તિએ કાઉ ડંગ કેકને ધાર્મિક કાર્યમાં ઉપયોગ ન કર્યો પરંતુ તેને ખાધી અને બાદમાં તેનો રિવ્યુ પણ પોસ્ટ કર્યો. આ વાત છે સંજય અરોડા નામના એક શખ્સની કે જેણે આ પોસ્ટમાં લખ્યું કે, આ મારુ ભારત છે, હું મારા ભારતને ખુબ જ પ્રેમ કરુ છું. રિવ્યુ પોસ્ટ કરતાં તેણે આગળ વાત કરી હતી કે, તમે સ્ક્રિન શોટમાં તમે જોઇ શકશો કે એમેઝોન પર એક વ્યક્તિએ છાણનો રિવ્યું પોસ્ટ કર્યો હતો.

તેમાં લખ્યું હતું કે કેકનો સ્વાદ ખુબ બેકાર છે, તેને ખાધા બાદ મને ઝાડા થઇ ગયા હતા. હતે તે વાયરલ થઈ રહ્યો છે અને લોકોના મંનોજરનનો એક ભાગ બની ગયો છે. આ પહેલાં ગ્રેટર નોયડામાં રહેનાર એક વ્યક્તિએ ઈ-કોમર્સ કંપની એમેઝોનના કન્ટ્રી હેડ સહિત ચાર લોકો વિરૂદ્ધ બિસરખ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એમેઝોન પર ઓનલાઇન મોબાઇલ ફોનનો ઓર્ડર આપ્યો હતો પણ જ્યારે પેકેટ તેના ઘરે આવ્યું અને ખોલ્યુ તો, ખબર પડી કે, તેમાં મોબાઇલ નહીં પણ સાબુ હતો. ત્યાર બાદ આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત