ઓછા રોકાણમાં સારું વળતર આપે છે કેકનું સ્ટાર્ટઅપ, હજાર લોકોને આપી ચુકી છે બેકિંગ માટે તાલીમ

જો તમે ઓછા ખર્ચ સાથે શરુ થાય અને નફો વધારે કરે તેવા કોઈ કામ કરવા ઈચ્છો છો કે કુકિંગ અને બેકિંગ બેસ્ટ વિકલ્પ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ફીલ્ડમાં ઘણા લોકોએ પોતાનું કરિયર બનાવ્યું છે અને નામના મેળવી છે. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મની તેમાં મહત્વની ભૂમિકા રહી છે. ભોપાલની રહેવાસી સુરભી મહેશ્વરીએ ત્રણ વર્ષ પહેલા બેકિંગને પોતાનું સ્ટાર્ટઅપ બનાવી બિઝનેસ શરુ કર્યો હતો. તે ઘરે જ અલગ અલગ કેક બનાવી સોશિયલ મીડિયા વડે તેનું માર્કેટિંગ કરતી. આજે હવે તે સફળ બિઝનેસ વુમન બની ચુકી છે અને ઘણા કોર્પોરેટ હાઉસ સાથે તેનું ટાયઅપ છે. દર મહિને તે સારી એવી કમાણી કરી લે છે.

image soucre

28 વર્ષની સુરભી ભોપાલમાં મોટી થઈ છે. તેનું કહેવું છે કે અભ્યાસ સાથે ભોજન બનાવવું તેના માટે રસનો વિષય હતો. તે શરુઆતમાં રસોડામાં માતાને મદદ કરતી હતી. પરંતુ તેને ખરેખર તો લોયર બનવું હતું તેથી તેણે ક્લેટની તૈયારી કરી. તેણે પહેલા પ્રયાસમાં જ આ પરીક્ષા પાસ કરી લીધી. ત્યારબાદ તેણે નેશનલ લો યૂનિવર્સિટીમાં એડમિશન લીધું.

વર્ષ 2016માં તેને લાગ્યું કે અભ્યાસની સાથે કુકિંગમાં પણ પ્રોફેશનલ કોર્સ કરવો જોઈએ. તો તેણે એક મહિના માટે કૂકિંગનો કોર્સ કર્યો. ત્યારબાદ તે રાયપુર પરત ફરી. 2017માં લોનો અભ્યાસ પૂર્ણ કર્યો તો તેને નોકરી માટે ઓફર પણ મળી ગઈ પરંતુ તે ભોપાલ પરત આવી ગઈ. અહીં તેણે પિતા સાથે પ્લાયવુડનો બિઝનેસ જોઈન કર્યો. તે દરમિયાન તેણે 2 પરીક્ષા આપી અને તે એક રજિસ્ટર્ડ વકીલ બની પરંતુ તેને પ્રેક્ટિસ કરવામાં રસ ન હતો.

image socure

તે દરમિયાન તેને પોતાની ઓફિસના એક પ્રોગ્રામ માટે કેક બનાવવાની ઓફર મળી. તેણે કેક તૈયાર કરી જે લોકોને ખૂબ ગમી. ત્યારબાદ તેના પરિચિત લોકો તેને કેક બનાવવાનું કહેવા લાગ્યા. ધીરે ધીરે તેના કામની ખબર બધાને થવા લાગી અને પિતાની મદદ કરતાં કરતા તે પાર્ટ ટાઈમ કેક બનાવવા લાગી. આ કામમાં તેના પરિવારે તેમને ખુબજ મદદ કરી.

તેણે જણાવ્યાનુસાર તેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળતો અને તેની કેકની ડિમાંડ પણ વધતી તેથી તેણે ફોકસ બેકિંગ પર કર્યું. અને તેણે પ્રોફેશનલી આ બિઝનેસ શરુ કર્યો અને તાલીમ લઈ કેકને વધુ સારી કેવી રીતે કરવી તે શીખી લીધું.

2018માં તેણે બેંગલુરુથી 2 મહિનાનો બેકિંગનો કોર્સ કર્યો. પછી ભોપાલ આવી તે ઘરેથી જ કેક બનાવી લોકોને આપતી. તેણે સોશિયલ મીડિયા પર પેજ પણ શરુ કર્યું જેના પર તે ફોટો અને વીડિયો શેર કરતી. તેનાથી પણ તેને સારો રિસ્પોન્સ મળ્યો. તેણે ધીરે ધીરે કસ્ટમાઈઝ કેક બનાવવાનું શરુ કર્યુ. લોકોની ડિમાંડ અને ચોઈસ અનુસાર તે કેક બનાવતી. હવે તેને રોજ 10થી 15 મોટા ઓર્ડર મળે છે.

સુરભિ કેક, કપ કેક, વેડિંગ કેક, બ્રાઉની, શુગર ફ્રી કેક સહિતની કેક બનાવે છે. આ સિવાય પણ તે બેક્ડ પ્રોડક્ટ બનાવે છે. આ બધી જ વસ્તુઓ ઈંડા વિનાની હોય છે. એટલું જ નહીં તે બેકિંગ અને કુકિંગ પણ શીખવાડે છે. અત્યાર સુધીમાં તે 1000થી વધુ લોકોને તાલીમ આપી ચુકી છે. તેને ઘણી સંસ્થામાં ટ્રેનિંગ હેડ તરીકે પણ બોલાવે છે. કોરોના પછી તેણે ઘણા લોકોને ટ્રેનિંગ આપી રોજગાર સાથે તેણે જોડ્યા છે.

આજના સમયમાં ફુડ બિઝનેસમાં ઓછા રોકાણ સાથે સારું વળતર મેળવી શકાય છે. તમે હોમ બેકર તરીકે પણ શરુઆત કરી શકો છો. જો કે બિઝનેસ શરુ કરવા માટે ફૂડ ડિપાર્ટમેન્ટ અને ટેક્સ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડે છે.

કુકિંગ અને બેકિંગ શીખવા માટે તમને ઓનલાઈન વિકલ્પો પણ મળે છે. આ સિવાય દેશની ઘણી સંસ્થાઓમાં તેના માટે તાલીમ પણ આપવામાં આવે છે. આવા કોર્સની ફી પણ વધારે હોતી નથી.