પોલીસ બનીને આવેલા શખ્સે કર્યો લોકો પર કર્યો હુમલો, અંધાધૂંધ ફાયરિંગમાં 10ના મોત

કેનેડામાં ગોળીબારીની ઘટના સામે આવી છે. આ અંગે મળતી જાણકારી અનુસાર આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે.

આ ઘટના નોવા સ્કોટિયાની છે. અહીં એક શંકાસ્પદ વ્યક્તિએ લોકો પર અચાનક ગોળીઓ વરસાવવાનું શરુ કરી દેતાં 10 લોકોના મોત થયા હતા. કેનેડા પોલીસના જણાવ્યનુસાર આ વ્યક્તિને પકડવા માટે 12 કલાક ઓપરેશન ચાલ્યું જેમાં એક પોલીસ અધિકારીનું પણ મોત નીપજ્યું છે.

image source

જો કે આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી પણ સંભાવના છે કારણ કે ફાયરિંગના કારણે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસએ પણ મોતના આંકડા અંગે આધિકારિક પુષ્ટી હજી કરી નથી. હુમલા પછી આ વિસ્તારના લોકોને આદેશ કરવામાં આવ્યો છે કે તે હાલ ઘરમાંથી બહાર નીકળે નહીં.

હુમલો કરનાર વ્યક્તિ પોલીસના વેશમાં અને પોલીસની જ ગાડીમાં પહોંચ્યો હતો. તેની પાસે હથિયાર હતા અને તેણે લોકો પર ગોળી ચલાવવાનું શરુ કરી દીધું. પોલીસ સાથેની અથડામણમાં આ હુમલો કરનાર વ્યક્તિ પણ મોતને ઘાટ ઉતરી ચુક્યો છે.

image source

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટૂડોએ આ ઘટનાને ભયાનક ગણાવી છે. નોવા સ્કોટિયાના પ્રીમિયર સ્ટીફન મૈકનીલએ કહ્યું હતું તે તેમના પ્રાંતના ઈતિહાસમાં આવી ઘટના પહેલીવાર બની છે. આ અત્યાર સુધીની હિંસક ઘટનાઓમાંથી એક છે.

પોલીસએ જણાવ્યું હતું કે હુમલો કરનાર વ્યક્તિ 51 વર્ષીય ગૈબ્રિયલ વોટમેને છે. તે કેનેડા પોલીસનો કોઈ જવાન થી. પરંતુ તેણે પોલીસનો યુનિફોર્મ અને કાર લઈ હુમલો કર્યો તે વાત સત્ય છે.