Site icon News Gujarat

કેન્સરની જીવલેણ બીમારીએ બોલીવૂડના આ સ્ટાર્સને પણ મોતના દરવાજે લાવીને ઉભા કરી દીધા હતા

કેન્સરની જીવલેણ બીમારીએ બોલીવૂડના આ સ્ટાર્સને પણ મોતના દરવાજે લાવીને ઉભા કરી દીધા હતા – કોઈક જંગ જીતી ગયું તો કોઈએ કહ્યું અલવિદા

બોલીવૂડના તે સ્ટાર્સ જેમને કેન્સરે લીધા હતા પોતાના સાણસામાં – કોઈએ મેળવી કેન્સરમાંથી મુક્તિ તો કોઈએ ગુમાવવો પડ્યો જીવ

image source

ગયા મહિને બોલીવૂડના બે દિગ્ગજ અભિનેતાઓ ઇરફાન ખાન અને ઋષિ કપૂરનો કેન્સરની બીમારીએ ભોગ લીધો છે. ઋષિ કપૂરે તો એકવાર કેન્સરને માત પણ આપી હતી અને છેલ્લા થોડા મહિનાથી સ્વસ્થ જીવન જીવી રહ્યા હતા જ્યારે ઇરફાન ખાન છેલ્લા લગભગ દોઢ-બે વર્ષથી કેન્સરની સારવાર લઈ રહ્યા હતા. પણ છેવટે આ બન્ને દિગ્ગજોનો કેન્સરે ભોગ લીધો છે.

કેન્સર એક જીવલેણ રોગ છે જો તે શરીરમાં શરૂઆતના સ્ટેજ પર ડીટેક્ટ થઈ જાય અને તેની યોગ્ય સમયે યોગ્ય સારવાર શરૂ થઈ જાય તો તેનાથી બચી શકાય છે પણ જો સમય જતો રહે તો તેનાથી કોઈ જ બચી શકતુ નથી. કેન્સરના રોગમાં જ્યારે શરીરની કોશિકાઓ નિયંત્રણ બહાર જઈને સામાન્ય કોશિકાઓ કરતાં વધારે થઈ જાય છે ત્યારે કેન્સર થાય છે. તેના કારણો શરીર માટે સામાન્ય રીતે કામ કરવું મુશ્કેલ બની જાય છે. કેન્સરના લગભગ 100 પ્રકાર છે. કેન્સરના વિવિધ લક્ષણો હોય છે. જે ઘણા બધા લોકોના શરીરમાં દેખાતા પણ નથી હોતા. અને જ્યારે તેમને ખ્યાલ આવે છે કે તેમને કેન્સર છે ત્યારે સારવારનો સમય જતો રહ્યો હોય છે.

image source

2018માં જાહેર કરવામા આવેલા આંકડા પર નજર કરવા જઈએ તો વિશ્વમાં 17 મિલિયન એટલે કે 170 લાખ લોકો કેન્સરથી પિડિત છે. સૌથી સામાન્ય કેન્સરમાં, ફેફસાનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, બોવેલ અને પ્રોસ્ટેટ કેન્સરનો સમાવેશ થાય છે. દસમાંથી ચાર કરતા પણ વધારે લોકોમાં આ ચાર કેન્સર જોવા મળે છે. એક ગણતરી પ્રમાણે સમગ્ર વિશ્વમાં 2040 સુધીમાં કેન્સરના દર્દીઓની સંખ્યા 275 લાખ થઈ જશે. 2018ની ગણતરી પ્રમાણે ભારતમાં 11.6 લાખની હતી. અને કેન્સરના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 784,800 હતી.

કેન્સરના ઝપાટામાં કોઈ પણ ઉંમરની વ્યક્તિ આવી શકે છે તે બાળકથી માંડીને વૃદ્ધને થઈ શકે છે. 30થી 69 વર્ષની વય ધરાવતા કેન્સર પેશન્ટમાં અન્ય કરતાં મૃત્યુનું જોખમ 71 ટકા વધારે હોય છે.

image source

ઉપર જણાવ્યું તેમ કેન્સર કોઈને પણ થઈ શકે છે નાના બાળકથી માંડીને વૃદ્ધ અને ગરીબથી માંડીને અમીર સુધીને અને સામાન્ય માણસોથી માંડીને ફિલ્મ સ્ટાર્સને પણ કેન્સર થાય છે. કેટલાકનો કેન્સરએ ભોગ લીધો તો વળી કેટલાક કેન્સરને હરાવવામાં સફળ રહ્યા હતા. તો ચાલો જાણીએ આ સીતારાઓ વિષે.

મનિષા કોઈરાલા

image source

90ના દાયકાની સુપરહીટ અભિનેત્રી કે જેણે સુભાષ ઘાઈની ફીલ્મ સૌદાગરથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો તેણીને પણ કેન્સરે પોતાના સકંજામાં લીધી હતી. તેણીને 2012માં અંડાશનયા કેન્સરનું નિદાન થયું હતું, ત્યાર બાદ તેણીએ યુ.એસ.એની ન્યૂ યોર્ક ખાતેની હોસ્પિટલમાં કેન્સેરની સારવાર લીધી હતી. મનિષાએ પોતાના કેન્સરના અનુભવ વિષે જણાવ્યું હતું કે શરૂઆતમાં તેણે કેન્સરને ફૂડપોઈઝનીંગ ગણી લીધું હતું પણ પાછળથી તેનું કેન્સર તરીકે નીદાન થયું હતું. હાલ તેણી કેન્સરમાંથી મુક્ત થઈ ગઈ છે અને સ્વસ્થ જીવન જીવી રહી છે. છેલ્લે તેણી ફિલ્મ સંજુમાં રનબીર કપૂરની માતા એટલે કે નરગીસ દત્તની ભૂમિકામાં જોવા મળી હતી.

લિસા રે

image source

ફિલ્મ કસૂરથી બોલીવૂડમાં પ્રવેશનારી લિસા રેને કેન્સેરનું નિદાન થયું હતું. 2009માં લિસાને પ્લાઝમાં કેન્સર હોવાનું નિદાન થયું હતું. ત્યાર બાદ 2010માં તેણીએ સ્ટેમ્સેલ ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ કરાવી હતી. અને સારવારમાં કીસ્મતે તેનો સાથ આપ્યો અને તેણી કેન્સરને હરાવીને આજે સ્વસ્થ જીવન જીવ રહી છે.

સોનાલી બેન્દ્રે

image source

2018ના જુલાઈમાં સોનાલી બેન્દ્રેમાં મેટાસ્ટેટિક કેન્સરનું નીદાન થયું હતું. તાજેતરમાં તેણીએ જણાવ્યું હતું કે તેણીને જ્યારે કેન્સર હોવાનું નીદાન થયું ત્યારે તેણી આખી રાત રોઈ હતી. પણ તેણીએ જરા પણ મોડું કર્યા વગર તેની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી હતી. અને હાલ તેણી કેન્સર મુક્ત જીવન જીવી રહી છે અને તેમાંથી બહાર આવી રહી છે.

વિનોદ ખન્ના

image source

વિનોદ ખન્ના બોલીવૂડના હેન્ડસમ હંક તરીકે જણીતા હતા. તેમનું થોડા વર્ષો પહેલાં જ મૃત્યુ થયું છે. વિનોદ ખન્ના છેલ્લા કેટલાક સમયથી બ્લડ કેન્સરથી પિડાતા હતા. બ્લડ કેન્સર ગંભીર કેન્સરની કેટેગરીમાં આવે છે. કારણ કે તે આખાએ શરીરના લોહીમાં ફેલાયેલું છે. તેની સારવાર ભાગ્યે જ થઈ શકે છે. તેનાથી વ્યક્તિનું જીવન લંબાવી શકાય છે પણ તેને બ્લડ કેન્સરમાંથી મુક્તિ મળવી અઘરી છે.

રાજેશ ખન્ના

image source

બોલીવૂડની યાદગાર અને ક્લાસિક ગણાતી ફિલ્મ આનંદમાં રાજેશ ખન્નાએ ટાઈટલ રોલ નિભાવ્યો હતો. જેને ફિલ્મમાં કેન્સર પેશન્ટ દર્શાવવામાં આવ્યો હતો. પણ તેને અસલ જીવનમાં પણ કેન્સર થયું. અને તે કેન્સરના કારણે જ તેમનું મૃત્યુ થયું. તેમને યકૃતમાં થયેલા ઇન્ફેક્શનના કારણે કિડની ગુમાવવાનો વારો આવ્યો હતો અને તેના કારણે જ તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા.

મુમતાઝ

image source

વિતેલા જમાનાની ખ્યાતનામ અભિનેત્રી મુમતાઝને ઢળતી ઉંમરે કેન્સરનું નીદાન થયું હતું. વર્ષ 2000માં તેણીને સ્તન કેન્સરનું નિદાન થયું હતું. તેણીની ઉંમર તે વખતે 54 વર્ષની હતી. તેણીએ યોગ્ય સમયે સારવાર કરાવીને કેન્સરમાંથી મુક્તિ મેળવી હતી. હાલ તેણી સ્વસ્થ જીવન જીવી રહી છે.

ફિરોઝ ખાન

image source

ફિરોઝ ખાન વિતેલા જમાના જાણીતા અભિનેતા છે. તેમણે બોલીવૂડમાં એક લાંબી કારકીર્દી ઘડી હતી. 2008માં તેમનું કેન્સરના કારણે મૃત્યુ થયું હતું.

અનુરાગ બાસુ

image source

બોલીવૂડના ટેલેન્ટેડ ફિલ્મ ડીરેક્ટર અનુરાગ બાસુને પણ 2004માં બ્લડ કેન્સરનું નીદાન થયું હતું. અને તે વખતે ડોક્ટર્સે તેમના પાસે માત્ર ગણતરીના જ મહિના બચ્યા છે તેવું જણાવ્યું હતું. પણ તેમને યોગ્ય સમયે સારવાર મળી જતા અને તેમના સદભાગ્યએ તેઓ કેન્સરને હરાવી શક્યા હતા. આજે તેઓ એક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. થોડા સમય પહેલાં તેઓ સોની ટીવી પર આવતા રિયાલીટી શો સુપર ડાન્સર ચેપ્ટર 3માં જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version