કેન્સર જેવો રોગ પણ ન તોડી શક્યો આ દેસી યુવાનની હિંમત, 6 વાર કેન્સરને આપી માત, હવે કરે છે આ કામ

એક ખતરનાક રોગ છે, તેનું નામ સાંભળતા જ માણસ પડી ભાંગે, ભલભલા માણસોની હિંમત તૂટી જાય. લોકોના જીવનમાં અંધકાર છવાઈ જાય, આ મહાભયંકર બીમારીમાં કેટલા લોકોના જીવ ગયા તે હજુ સુધી જાણી શકાયું નથી, આ રોગના નામમાત્રથી લોકો કાંપવા માંડે છે, ઘણા જાણીતા ટીવી સિનેકલાકારોનો ભોગ પણ કેન્સરે લીધો છે, ખાસ કરીને હાલમાં જ જોઈએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર એવા નટુકાકા ઉર્ફે ઘનશ્યામભાઈ નાયકનું કેન્સરના કારણે જ અવસાન થયું છે.

image socutre

એટલે આ એક મહાભયંકર બીમારી છે જે સદીઓથી માનવ જાતિનો પીછો નથી છોડી રહી પરંતુ આપણા દેશમાં તેને હરાવનારાઓની ગણતરીમાં કેટલાક લોકો એવા છે જેમની હિંમતને ખરેખર દાદ દેવી પડે અને એની સાહસ ભાવનાની આપણે પ્રશંસા કરવી પડે. આજની ખુમારી ભરી એક આવી જ ઘટના પણ આવા જ એક છોકરાની છે, જેણે કેન્સરને એક વખત નહીં, બે વાર, ત્રણ વખત નહીં પરંતુ 6 -6 વખત માત આપી છે. 23 વર્ષીય જયંત કંદોઈને આમ કદાચ ભાગ્યે જ લોકો ઓળખે, પરંતુ તેની આ નાની ઉંમરમાં જે જીવનયાત્રા રહી છે, તે નાના મોટા દરેકને એક અદભુત પ્રેરણા બક્ષી જાય છે. મૂળે રાજસ્થાનના રહેવા વાળા જયંત અજમેર જિલ્લાના વતની છે. આ વ્યક્તિ સમગ્ર ભારતમાં પ્રથમ વ્યક્તિ છે, જેણે 6 વખત કેન્સરને હરાવ્યું છે.

જયંતને નાનપણથી જ અભ્યાસનો ખૂબ શોખ હતો. તેઓ તેમની શાળામાં ટોપર હતા તે પણ સંપૂર્ણ હાજરી સાથે. આ સાથે, ઘોખો ચેમ્પિયન, ડાન્સર, સિંગર અને જિલ્લા કક્ષાએ એન્કરિંગમાં પણ આગળ રહેતો હતો, પરંતુ કેન્સર નામના કીડાએ તેના હસતા રમતા જીવન પર બ્રેક લગાવી હતી.

પહેલી વાર કેન્સરનું 2013માં નિદાન થયું, અને પછી 12 વખત તેની કીમો થેરાપી લેવામાં આવી

image socure

જયંતને વર્ષ 2013 માં પ્રથમ વખત કેન્સર ડિટેક્ટ થયું હતું. ત્યારે તે સમયમાં તે 10 માં ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેને ગળાની જમણી બાજુ હોજકિન લિમ્ફોમા ડિટેક્ટ થયું હતું. જેની સારવાર ભગવાન મહાવીર કેન્સર હોસ્પિટલમાં કરવામાં આવી હતી. આ દરમિયાન જયંતને 12 વખત કીમોથેરાપી લેવી પડી હતી, આ એક પ્રકારની કેન્સર ટ્રીટમેન્ટ છે જેનો ઉપયોગ ઘણા પેશન્ટસ પર થાય છે, કેન્સરના મહારોગની સારવાર સાથે, જયંતે બોર્ડની પરીક્ષા પણ આપી હતી, અને મહત્વનું તો એ છે કે આવી ટ્રીટમેન્ટ ચાલુ હોવાની અસામાન્ય પરિસ્થિતિની સાથે સાથે જયંતે પરીક્ષા પણ આપી અને તેની શાળામાં પ્રથમ સ્થાન પણ મેળવ્યું.

આ પછી એક નાના સમય સુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ કેન્સરે ફરી એક વાર જયંત પર પોતાનો ઘાતક હુમલો કર્યો. ફેબ્રુઆરી 2015 માં, જયંતના ગળાની બીજી બાજુએ આ જ રોગ થયો. આ માટે જયંતને રેડિયોથેરાપીનો આશરો લેવો પડ્યો. આ દરમિયાન, જયંતે 60 રેડિયોથેરાપી સેશન કન્ડક્ટ કરી લીધા. આમ કિમોથેરાપી પછી આ થેરાપી પણ જયંતને લેવી પડી હતી.

કેન્સરની સારવાર કરવામાં આવી અને તે સાજો થયો. તેની સારવાર દરમિયાન પણ જયંતે વાંચન અને લેખન ક્યારેય બંધ કર્યું નથી. આ પછી જયંત બી.કોમના અભ્યાસ માટે દિલ્હી ગયો. એપ્રિલ અને જુલાઈ 2017 વચ્ચેના પ્રથમ વર્ષમાં જયંતે પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ કરી. જ્યારે પીડા તીવ્ર થઈ, જયંતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ત્યારે જ ખબર પડી કે ત્યાં ફરીથી કેન્સર છે. આ સમયે જયંતે એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું, જે ટૂંક સમયમાં 1 કરોડનું ભંડોળ મેળવવાનું હતું, પરંતુ સારવાર માટે જયંતે પોતાનો અભ્યાસ અને સ્ટાર્ટઅપ બંને વચ્ચે છોડી દેવા પડ્યા.

2020 માં છઠ્ઠી વખત કેન્સર થયું

image soucre

જયંતને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સારવાર બે વર્ષ સુધી ચાલી. આ દરમિયાન જયંતે તેના મિત્રો સાથે મળીને સિટી સ્ટાર ક્લબ નામની સંસ્થા શરૂ કરી. જેમાં તેઓ કેન્સરના દર્દીઓને મદદ કરે છે. વર્ષ 2019 ની શરૂઆતમાં, જયંતના સ્વાદુપિંડમાં અને ડિસેમ્બર 2019 માં બાજુમાં એક નાનો ગઠ્ઠો હતો. આ વખતે પણ જયંતે હિંમત ન હારી અને કેન્સરને હરાવ્યું. આ પછી, નવેમ્બર 2020 માં ફરી 6 ઠ્ઠી વખત, જયંત કેન્સરની પકડમાં આવ્યો અને પછી તેનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

મહાવ્યાધિ જેને કહી શકાય તેવા આ જીવલેણ રોગ એવા કેન્સરને હરાવવાની આ જયંતની આ યાત્રામાં તેના માતાપિતા જ તેની સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ હતા. જયંતે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે તેના પિતાએ તેને સારી એવી હિંમત આપી હતી, તેમણે કહ્યું હતું કે હું તમને ભગવાન પાસેથી પણ ખેંચીને પાછો પરત લઈને જ આવીશ. જયંત કહે છે – મારા મિત્રો મારી સાથે રમતા નહોતા, કેટલાક મિત્રો માત્ર સહાનુભૂતિ રાખતા પરંતુ અમારા પરિવારો અલગ થઈ ગયા હતા જેથી અમે તેમની પાસે પૈસા ન માંગીએ. આમ ટૂંકમાં એક અતિશય સંઘર્ષ અને નબળી સ્થિતિમાંથી તે અને તેનો પરિવાર પસાર થયા.

image socure

જયંતનું જીવન કેન્સર પછી બદલાઈ ગયું, પરંતુ સૌથી સારી વાત એ હતી કે તેણે પોતાના આ જીવનમાં ક્યારેય હાર નથી માની. આજે પણ લોકો જ્યાં દેશમાં અથવા તો વિદેશમાં કેન્સરને ખૂબ મોટો રોગ માને છે. અને આ બહુ ખોટું છે. જયંત કહે છે કે આપણે દરેક સાથે સમાનતાના ધોરણની રીતે વર્તવું જોઈએ. કોઈને પણ નિરાશ ન કરો, થોડા સમય પછી રોગ દૂર થઈ જશે, પરંતુ સંબંધો કાયમ માટે બગડી જશે. જો આપણે બધા સાથે મળીને કેન્સર સામે લડીશું, તો જલ્દી જ આ યુદ્ધ જીતીશું.

હવે આપે છે લોકોને જીવન જીવવાનું પ્રોત્સાહન

જયંત પોતાના સ્વભાવમાં આવેલા પરિવર્તન વિશે કહે છે કે – પહેલા હું ખૂબ જ જિદ્દી, મનસ્વી, ગુસ્સેલ પ્રકારનો છોકરો હતો. જો કે હવે મારામાં ઘણું પરિવર્તન આવી ગયું છે. હવે હું જીવનને બીજા દ્રષ્ટિકોણથી જોવાનું શરૂ કરું છું. હું લોકોને કેવી રીતે મદદ કરી શકું તેના પર વધુ ધ્યાન આપું છું. જયંતનું એક પુસ્તક ટૂંક સમયમાં પ્રકાશિત થવાનું છે અને તે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. તેમની સંસ્થા વતી તેઓ ઘણા લોકોને મદદ પણ કરી રહ્યા છે. 2017 માં, જયંતે તેના 5 મિત્રો સાથે સંગઠનની શરૂઆત કરી, આજે 700 થી વધુ લોકો તેની આ યાત્રામાં સાથે જોડાયા છે.

આ સાથે, તેણે 2018 માં જ જ્ઞાન કી બાતેં નામની એક એપ લોન્ચ કરી, જેને હવે 10 લાખથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે. ટૂંક સમયમાં તે સ્થાનિક દુકાનદારો માટે પણ એક એપ લોન્ચ કરવા જઈ રહ્યો છે. અત્યારે જયંત મોટિવેશનલ સ્પીકર અને બીજા વર્ષના એમબીએના વિદ્યાર્થી પણ છે. જયંત પોતાની હોસ્પિટલ ખોલવા માંગે છે જેમાં તે કેન્સરના દર્દીઓની મફત સારવાર કરાવવા માંગે છે. જેથી કેન્સર થયા બાદ કોઈને સારવારની ચિંતા ન કરવી પડે. આમ કેન્સર સામે 6 યુદ્ધ લડીને જીતી ચૂકેલો આ નવયુવાન આજે આપણા દરેક માટે એક જીવતી જાગતી પ્રેરણા સમાન છે.