કાર અકસ્માતમાં માંડ માંડ બચ્યો આ યુટ્યુબર, અને કારનો નીકળી ગયો કચ્ચરઘાણ, પૂરી ઘટના વાંચીને છૂટી જશે તમારી પણ ધ્રુજારી

ટેક્સાસના એક યૂટ્યૂબરે એવું પરાક્રમ કર્યું છે કે જેના કારણે તે તેના યુટ્યૂબ વીડિયો કરતાં પણ વધારે ચર્ચામાં આવી ગયો છે. આ કિશોરે તેના પિતાની કરોડોની કીંમતની કારનો બુકડો બોલાવી દીધો છે. વળી આ અકસ્માતમાં તે પણ માંડ માંડ બચ્યો છે. આ અંગે મળતી માહિતી અનુસાર 17 વર્ષના યુટ્યૂબરે તેના પિતાની પગાની હુયરા રોડસ્ટરન સાથે અકસ્માત કરી લીધો હતો. આ અકસ્માતની પોસ્ટ તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કરી અને તેમાં કેપ્શન લખ્યું કે આવું તો થતું રહે….

image source

17 વર્ષના ગેગ ગિલિયનની એક યુટ્યૂબ ચેનલ જીજી એક્સોટિક્સ છે. તે ડલાસ સ્થિત ખાનગી ઈક્વિટી ફર્મના સંસ્થાપક ટિમ ગિલિયનનો દીકરો છે. આ વ્યક્તિ તેના લક્ઝરી વાહનો માટે પ્રખ્યાત છે. એટલા માટે જ જ્યારે તેની 25 કરોડની કારનો રીતસર બુકડો બોલી ગયો તો પણ આ વાત તેના માટે સામાન્ય ઘટના સમાન હતી. તેના આ રિએકશન પર સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે.

image source

તેણે એક યુટ્યૂબ વીડિયોમાં કહ્યું હતું કે થોડા દિવસો પહેલા તે એક ડ્રાઈવ પર પોતાના પિતાની કાર લઈને નીકળ્યો હતો. તેને કારમાં ડ્રાઈવ સમય ટાયરમાં પ્રેશર ઓછું હોવાની ચેતવણી પણ મળી હતી પરંતુ તે કોઈ પગલા ભરે તે પહેલા જ તેણે કાર પરથી નિયંત્રણ ગુમાવ્યું અને આ અકસ્માત સર્જાયો. આ કાર પગાની હુયરા રોડસ્ટર હતી.

image source

જો કે આ દુર્ઘટનામાં તેના પણ હાથ ઈજાગ્રસ્ત થયા છે. તેણે આ અકસ્માતને તેના જીવનની સૌથી ભયાનક દુર્ઘટના ગણાવી હતી. તેણે કહ્યું કે કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને ગાડી અથડાઈ ગઈ અને તેના કારણે હોશ ઊડી ગયા. પરંતુ તેણે ઈંસ્ટાગ્રામ પર લખ્યું હતું કે આવું તો થતું રહે. આ સાથે તેણે ભગવાનનો આભાર માન્યો કે તેને જીવન જીવવાની બીજી તક આપી.

તેના પિતાએ આ સમગ્ર ઘટના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, આ એક કારનું નુકસાન તો છે પરંતુ ખુશી છે કે દીકરો સલામત છે.

આ અકસ્માતના ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત